________________
શ્રી સિદ્ધચક્ર
*****************************
૧૨
તા. ૨૨-૧૦-૩૪
મહાસતી મયણાસુંદરીની મનનીય મનોદશા.
********************************
જૈન જનતા એ હકીકત તો સારી પેઠે જાણે છે કે શ્રી મયણાસુંદરીએ ભરસભામાં પોતાના રાજેશ્વરી પિતાની આગળ તે પિતાના જ પ્રભાવને દબાવીને કર્મવાદના જ પ્રભાવને આગળ ર્યો અને તે જ કારણથી રાજ્યમદમાં અંધ બની કર્તુમ્ અકર્તુમ્ અને અન્યથા કર્તુમ્ની ભાવનાના આકાશચુંબી શિખર ઉપર ચઢેલા તે રાજેશ્વર પિતાએ ન ગણી કુળની શોભા, ન ગણ્યો કુટુંબક્લેશ, ન દરકાર રાખી ધર્મના પ્રભાવની, ન વિચાર્યું સાહસનું પરિણામ, પણ કેવળ પોતાના પ્રભાવને નહિ ગણનાર પોતાની ખુદ પુત્રી ઉપર પ્રજાવત્સલપણું તો રહ્યું પણ સંતતિવત્સલપણું પણ વિસારીને તે રાજવૈભવમાં ઉછરેલી, જેને રૂંવાડે પણ રોગનો અંશ નથી એવી પોતાની પુત્રીને દરિદ્રપણામાં ડૂબી રહેલા, સ્થાન સ્થાન ઉપર ભીખ માગનારા અને સકળ અંગોપાંગ કોઢથી જેના ગળી ગયેલા છે અને જેનો આખો પરિવાર પણ કોઢના કઠિન પંજામાં સડતો રહેલો છે તેવા એક પરદેશી અજાણ્યા દરિદ્ર કોઢીયાની સાથે પરણાવી દે છે.
આવી રીતે રાજાના કરેલા સાહસિક કાર્યને અંગે જગતના સ્વભાવ પ્રમાણે દુન્યવી ફાયદાને અંગે કરાતી ગમે તેવા કાર્યની પ્રશંસા અને દુન્યવી નુકશાનને અંગે ગમે તેવા ઉત્તમ કાર્યને અંગે નિંદા કરવાનો સ્વભાવ હોય છે તે પ્રમાણે તે નગરીના વિવેકશૂન્ય લોકોને તે મયણાસુંદરીની હાલત કોઢીયાની સાથે વરવાનું થવાથી ખરાબ લાગી અને પોતાના અવિવેકનોજ જાણે જગતમાં ચંદરવો બાંધતા હોય નહિ તેમ તે પુદ્ગલપરાયણતામાં પોઢેલા તે અવિવેકી લોકોએ રાજાની કૃતિને પસંદ કરવાને અંગે કહો કે પોતાની પૌદ્ગલિક ભાવનાના પ્રભાવને અંગે કહો, ગમે તે કારણથી હો, પણ તે મયણાસુંદરીના તેમની દૃષ્ટિ પ્રમાણે થયેલા હિતના નુકશાનને જાણ્યા છતાં પણ તે કુંવરી તરફ દયાની નજર કરી શક્યા જ નહિ. એટલું જ નહિ પણ તેઓની દૃષ્ટિ પ્રમાણે પણ દયાને પાત્ર બનેલી મયણાસુંદરી ઉપર પણ આખી રાજસભાએ, આખા કુટુંબે, અને શહેરના સમગ્ર લોકોએ તિરસ્કાર વર્તાવવામાં કમી ના રાખી નહિ એટલુંજ નહિ, પણ સૂકાંની સાથે લીલું પણ બાળવામાં આવે તેવી રીતે તે તેમની દૃષ્ટિએ દયાને પાત્ર બનેલી કુંવરી ઉપર તિરસ્કાર વરસાવતાં વિમળ વિવેકના વહેળાને વહેવડાવનાર, સત્ય તત્ત્વના સૂર્યનો ઉદય કરનાર, જડચેતનનો વિભાગ સમજાવી વાસ્તવિક વસ્તુતત્ત્વને ઓળખાવનાર એવા શ્રી મયણાસુંદરીના ઉપાધ્યાય ઉપર પણ તિરસ્કાર વરસાવવામાં કમી ન રાખવા સાથે ભવાંતરનું