________________
૨૬ ૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ જન્મે છે તે જ પ્રમાણે બીજા કુળો કરતાં સારું કર્મ બાંધ્યું હોય ત્યારે અન્ય કુળો રહી જઈને જીવાત્માને શ્રાવકકુળ મળે છે. શ્રાવકકુળ પણ સુકર્મોને આધીન છે. શ્રાવકકુળ ઉત્તમ છે એ સર્વશ્રેષ્ઠ છે પરંતુ જીવાત્મા ગમે તેવા પાપકર્મો કરતો રહે અને પછી શ્રાવકકુળની ભાવના રાખે તો તેથી જીવાત્મા શ્રાવકકુળને શોભાવી શકતો નથી. ગતજન્મોમાં તેણે શુભક્રિયાઓ કરી હશે અને તેને યોગે જો તેણે સારા કર્મો બાંધ્યા હશે તો જ તેને શ્રાવકકુળની પ્રાપ્તિ થાય છે. માતૃગતજાતિનું મહત્વ.
આ રીતે પુનઃ જરા પહેલાંથી આપણે વિચારેલા ક્રમને તપાસી જોઈએ. સંસારસાગરમાં ચોર્યાસી લાખ યોનિ છે. ચોર્યાસી લાખ યોનિમાં ગર્ભજસ્થાન બહુ થોડા છે, તે સઘળામાં મનુષ્યભવ દુર્લભ છે, મનુષ્યભવની પ્રાપ્તિ થાય તો પણ આર્યક્ષેત્ર મળવું એ મહાદુર્લભ છે. આર્યક્ષેત્રમાં પણ આર્યકુળ દુર્લભ છે અને તેમાંએ શ્રાવકકુળ એ તો અતિ દુર્લભ વસ્તુ છે. હવે તમે શ્રાવકકુળ ઉપર આવી પહોંચ્યા છો પરંતુ તે છતાં જાતિનો વિચાર પણ અહીં શાસ્ત્રકારોએ કર્તવ્ય માન્યો છે. બાપ-પિતાના ઉપરથી કુળ ગણાય છે પરંતુ જાતિ તો માતા ઉપરથી જ સિદ્ધ થાય છે. પિતાનો જે પક્ષ હોય તે કુળ કહેવાય છે અને માતાનો જે પક્ષ હોય તે જાતિ કહેવાય છે. પિતા સારા હોય, કુળવાન હોય, ધર્મશ્રદ્ધાવાળો હોય છતાં પણ સુજાતિ મેળવવી એ શ્રાવકકુળ મેળવ્યા પછી પણ મહાદુર્લભ છે, અને એવી સારી જાતિ પણ શુભ ક્રિયાઓ દ્વારા સારા કર્મો બાંધ્યા હોય તો જ તેથી પ્રાપ્ત થનારી છે અન્યથા નહિ ! પિતા કરતાં બાળકને ધાર્મિક સંસ્કાર પાડવામાં માતાનું મહત્વ વધારે છે, પિતા ચુસ્ત શ્રાવક હોવા છતાં માતા મિથ્યાત્વીના કુળની હોય તો કોઈપણ જાતના સંશય વિના પણ આપણે એમ કહી શકીશું કે બાળકનો જન્મ બગડ્યા વિના રહેવાનો નથી જ ! સુભદ્રાનું મહત્વ વિચારો.
માતાની જાતિનું મહત્વ કેટલું છે તે આપણે સુભદ્રાવતીના દ્રષ્ટાંત ઉપરથી સારી રીતે સમજી શકીએ છીએ. સુભદ્રા એક ચુસ્ત જૈનગૃહસ્થની પુત્રી હતી. તેનું સૌંદર્ય એટલું બધું આકર્ષક હતું કે અનેક પુરુષો તેને વરવાની ઈચ્છા કરતા હતા. છેવટે એક અજૈન બૌધ્ધ એવો વિચાર કર્યો કે હું અજૈન છું એટલે સુભદ્રાનો પિતા સુભદ્રા ને આપવાનો નથી આથી તે નામધારી જૈન બન્યો અને સુભદ્રાને પરણ્યો. પેલો બૌદ્ધ સસરાના કહેવાથી પોતે જુદો રહ્યો છે જેથી જૈનપુત્રીમાં બૌદ્ધના સંસ્કાર ન પડે. પરણ્યા પછી પોતાને પરણનારે કેવો પ્રપંચ કર્યો છે. તે વાત સુભદ્રાના સમજવામાં આવી ગઈ. સુભદ્રાએ પોતાના ભાગ્યમાં જે લખ્યું હશે તે થયું છે એમ માનીને તેણે સંતોષ માન્યો અને તે પોતાના જૈનાચાર બરાબર