________________
૨૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ સંપત્તિ, સંતતિ અને છેવટે ચક્રવર્તિપણું મૂકો તો પણ એ ત્રાજવાનું શ્રાવકકુળવાળું પલ્લું જ નીચે નમી ગયા વગર રહેશે નહિં. ભયંકર ભૂલભૂલામણી.
શ્રાવકકુળની શાસ્ત્રકારોએ આ રીતે મહત્તા બતાવી છે. બીજી અસંખ્ય યોનિઓ કહી છે. આ સઘળી યોનિમાંથી પસાર થઈને મનુષ્યયોનિમાં આવવું તે પ્રચંડ ભૂલભૂલામણીઓમાંથી પસાર થવા બરાબર છે. તમારા લક્ષ્યમાં આ વસ્તુ યથાર્થપણે આવવાની જરૂર છે અને તે માટે તમારે જીવાત્મા એક પછી એક યોનિઓ કેવી રીતે મેળવે છે તે વસ્તુ સમજવી આવશ્યક છે. જીવાત્મા સૂક્ષ્મનિગોદમાંથી બાદરનિગોદમાં, તેમાંથી પૃથ્વીકાયામાં, વનસ્પતિકાયમાં અને તે પછી જલ, તેજ, વાયુમાં પ્રવેશ કરે છે, ત્યાંથી બે ઈન્દ્રિયવાળી યોનિમાં જીવાત્મા જાય છે અને ત્યાંથી પણ તેને ભિન્નભિન્ન યોનિઓ મળ્યા કરે છે. આ દરેક યોનિઓમાં પણ આવી જ પ્રચંડ ભૂલભૂલામણીઓ રહેલી છે. આ સઘળી યોનિઓમાંથી પસાર થઈને જીવાત્માને મનુષ્યયોનિમાં આવવું પડે છે. શાસ્ત્રકારોએ ચોર્યાસી લાખ યોનિઓ કહી છે પરંતુ તેમાંથી એકપણ યોનિ એવી નથી કે જે યોનિમાંથી નીકળેલો ગર્ભ જ આત્મા સીધો મનુષ્યયોનિમાં જ આવી શકે. આટલા માટે આ ચોર્યાસી લાખ યોનિઓ એને શાસે આત્મા માટેની ભૂલભૂલામણી કહી છે. બે યોનિઓને વિષે જે ભૂલભૂલામણી રહેલી છે તેના કરતાં આર્યક્ષેત્રને વિષે વધારે ગંભીર પ્રકારની ભૂલભૂલામણીઓ રહેલી છે તેનો પણ તમારે ખ્યાલ કરી લેવાનો છે. શ્રાવકત્વ સુકર્તવ્યને આધીન છે.
નવરૈવેયક, આઠ દેવલોક સિવાયના તેનાથી ઉપરના ચાર દેવલોક તથા અનુત્તર, આ સઘળા સ્થાનોએથી જે જીવાત્મા યા દેવàવે છે તે સીધો આર્યક્ષેત્રને જ પ્રાપ્ત કરે છે, પરંતુ આર્યક્ષેત્ર એ કાંઈ સુલભ વસ્તુ નથી. આખા ભરતખંડમાં ૩૨ હજાર દેશો છે અને તે બત્રીસ હજાર દેશોમાં માત્ર ભરતદ્વીપની અંદર પણ ફક્ત ૨પા આર્ય દેશો છે. ૩૨ હજાર દેશોમાં ૨પા દેશો તે સમસ્ત જગતનો કેટલામો ભાગ થયો તે વિચારીએ છીએ ત્યારે આર્યક્ષેત્રનો મહાન મહિમા ખ્યાલમાં આવવા પામે છે. આર્યક્ષેત્ર પણ અનેક કુળોથી અને અનેક જાતિઓથી ભરેલું છે. આર્યક્ષેત્રમાં પણ ભીલ, કોળી, કાછીઆ, કુંભાર, સુથાર, ઈત્યાદિ અનેક કુળોને અવકાશ છે અને તે સઘળામાંથી શ્રાવકકુળ શોધવાનું છે એનો અર્થ એ છે કે ક્ષેત્રને વિષે જેવી પ્રચંડ ભૂલભૂલામણી છે તેવી જ ભૂલભૂલામણી કુળને વિષે પણ રહેલી છે. હવે આવી મહાન ભૂલભૂલામણીમાંથી જીવ શ્રાવકકુળ કેવી રીતે મેળવી શકે છે તેનો વિચાર કરો. જે રીતિએ બીજી ગતિઓના કર્મો કરતાં મનુષ્યપણાનું સારું કર્મ બાંધ્યું હોય ત્યારે આત્મા મનુષ્યપણામાં