________________
૨૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
શેય અને જ્ઞાન.
શેય અને જ્ઞાન એ બેનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ મન અને મનની વચમાં પણ રહેલો છે. મન મનન કર્યા વિના એક ઘડી પણ રહી શકતું નથી. હવે જે મુનિ છ ગુણસ્થાનકે આવ્યો છે, ભવરૂપી મહાપર્વતને જેને ઉલ્લંઘી નાખ્યો છે અને જેણે લોકસંજ્ઞાનો ત્યાગ કરી દીધો છે તે મુનિ આ સ્થિતિએ પહોંચ્યા પછી કેવા વિચારો કરે છે અને તેનું મન કયા વિષયોનું મનન કરે છે તે જોઈએ. છકે ગુણસ્થાનકે પહોંચેલો ભવ્યાત્મા મન વગરનો હોઈ શકતો નથી. તેરમા ગુણસ્થાનક સિવાય ભાવમન વિનાનો કોઈપણ આત્મા હોતો નથી અર્થાત્ બારમાં ગુણસ્થાનક સુધી દરેક આત્માને ભાવમન હોય છે. જીંદગીના અંત સુધી સંજ્ઞી એટલે ગર્ભથી જન્મેલો આત્મા મનવાળો હોય છે. સંજ્ઞીપણું અને અસંજ્ઞીપણું એ બંને જુદા જ છે. એક જ ભવમાં આત્માને સંજ્ઞીપણું અને અસંજ્ઞીપણું બંને મળી શકતા નથી. જે ભવમાં અસંજ્ઞીપણું છે (પદાર્થના સંયોગથી જન્મવું, દેડકા પ્રમાણે) તે ભવમાં સંજ્ઞીપણું (ગર્ભથી જન્મ) હોતું નથી અને જે ભવમાં સંજ્ઞીપણું છે તે ભવમાં અસંજ્ઞીપણું પણ હોઈ શકતું નથી. સંજ્ઞી ગુણસ્થાનકની શ્રેણીએ ચઢે છે તેથી તે અસંજ્ઞી થઈ શકતો જ નથી. હવે એવો સંજ્ઞી આત્મા અસંજ્ઞી ન હોવાથી અને તેને તેરમે ગુણસ્થાનકે સંપૂર્ણ જ્ઞાન હોવાથી ત્યાં ભાવમન હોતું નથી અને ચૌદમે ગુણસ્થાનકે મન, વચન અને કાયાના યોગો રોકાયેલા હોવાથી ત્યાં દ્રવ્યમાન એટલે કે મનના પુદ્ગલો પણ ગ્રહણ કરવાના હોતા નથી. આ રીતે ચૌદમે ગુણસ્થાનકે ત્યાં ભાવમન અને પુદ્ગલો બંનેનો નાશ થાય છે. મનનો નાશ ક્યારે ?
મુનિ જ્યારે તેરમા ગુણસ્થાનકે આવી પહોંચે છે ત્યારે તેના વિચારો અને મનનો નાશ થાય છે અને તે મનુષ્ય વિચારો અને મનથી રહિત બને છે. તેરમા ગુણસ્થાનકે મન અને વિચારો શા માટે હોતા નથી તે પ્રશ્ન હવે તપાસીએ. મન અને વિચારો એનો પરસ્પરનો સંબંધ છે. તેરમા ગુણસ્થાનકમાં જો વિચારો નથી હોતા તો ત્યાં મન પણ અસ્તિત્વમાં ન જ હોવું જોઈએ. તેરમા ગુણસ્થાનકમાં મન અને વિચાર બંને ટળી જાય છે. હવે તમે એવી શંકા કરશો કે તેરમા ગુણસ્થાનકમાં કેવળજ્ઞાન રહેલું છે. તો પછી ત્યાં વિચારો શા માટેના હોઈ શકે ? વિચારો જ્ઞાનથી વધે છે. જેમ જેમ વધારે જ્ઞાન થવા પામે છે તેમ તેમ વિચારોની અભિવૃદ્ધિ પણ થતી જ રહે છે, તો પછી કેવળજ્ઞાન કે જે જ્ઞાનનું એક ઉંચામાં ઉંચું સ્થાન છે તો ત્યાં એવા ઉંચામાં ઉંચા વિચારોની હસ્તિ હોવી જ જોઈએ. જેમ જ્ઞાન વધારે હોય છે તેમ વિચારશ્રેણી પણ પ્રઢ હોય છે, જ્ઞાનની અભિવૃદ્ધિ થાય છે ત્યારે વિચારોની પણ અભિવૃદ્ધિ થાય છે. જ્ઞાનની ક્ષતિ થાય છે ત્યારે વિચારોની પણ ક્ષતિ થાય છે, તો પછી એ દ્રષ્ટિએ તો કેવળજ્ઞાન એ સંપૂર્ણજ્ઞાન હોવાથી ત્યાં વિચારશ્રેણી પણ ઉંચામાં ઉંચી હોવી જોઈએ એને બદલે તેરમાં ગુણસ્થાનકમાં વિચારોનો લોપ થયો છે એનું શું કારણ હોવું જોઈએ? જો સહજ વધારે વિચાર કરશો