________________
-
-
-
-
-
૨૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ તો તમારા સમજવામાં આવી જશે કે તેરમે ગુણસ્થાનકે વિચારોનું અસ્તિત્વ નથી એ વસ્તુ તદ્ગ બુદ્ધિગમ્ય છે. જ્ઞાન અને વિચારનો સંબંધ
જ્ઞાન અને વિચારનો તમે સંબંધ જોડો છો અને જ્યાં જ્ઞાન વધે છે ત્યાં વિચારોમાં અભિવૃદ્ધિ થાય છે અને જ્ઞાન ઘટે છે તો વિચારો પણ ઘટે છે, એવો સિદ્ધાંત તમે પ્રતિપાદો છો તે વાત કેવળ લૌકિક વ્યવહારને અંગે છે, દુનિયાદારીની દ્રષ્ટિએ જ્ઞાનવૃદ્ધિ એ વિચારવૃદ્ધિનું કારણ છે અને તે જ રીતે જ્ઞાનક્ષતિ એ વિચારક્ષતિનું કારણ છે. દુનિયાદારીની દ્રષ્ટિએ જ્ઞાન અને વિચારને આવો ગાઢ સંબંધ હોવાનું કારણ એ છે કે જગતમાં જે પદાર્થો મનુષ્ય પોતે મેળવવા માગે છે તે પદાર્થોનું તેનું જ્ઞાન ઓછું હોય છે અને વળી જે પદાર્થો સાધવાના છે તેનું પણ તેને નવીન સાધન ઉત્પાદન કરવાનું હોય છે. આ બે કારણોને લીધે જ જગતના વ્યવહારમાં જેમ જ્ઞાન વધારે હોય છે તેમ વિચારો પણ વધારે થવા પામે છે. ખરી રીતે જોઈએ તો એ જગતનું જ્ઞાન તે જ્ઞાન જ નથી તે અપૂર્ણ જ્ઞાન છે અથવા આગળ વધીને કહીએ તો એ અજ્ઞાન છે અને તેથી જ એવા અજ્ઞાન અથવા અપૂર્ણ જ્ઞાનને અંગે જ વિચારોનું અસ્તિત્વ રહેલું છે. જગતના સામાન્ય માનવીઓમાં રહેલા અલ્પજ્ઞાનને લીધે અને તેમને સાધ્ય મેળવવાનું બાકી રહેલું હોવાથી તેમના જ્ઞાનની વૃદ્ધિ, એ વિચારવૃદ્ધિનું કારણ છે પરંતુ તેવો જ સિદ્ધાંત કેવળજ્ઞાનને વિષે ઘટાવી શકાતો નથી. જગતનું જ્ઞાન એ અપૂર્ણજ્ઞાન છે અને કેવળજ્ઞાન એ સંપૂર્ણ જ્ઞાન છે અને તેથી જ અપૂર્ણજ્ઞાનનો સિદ્ધાંત સંપૂર્ણ જ્ઞાનને અંગે સર્વથા નકામો ઠરવા પામે છે. વિચારને અવકાશ ક્યારે ?
કેવળજ્ઞાનની સ્થિતિ શાસ્ત્ર કેવી કહેલી છે તેનો વિચાર કરતાં માલમ પડે છે કે કેવળજ્ઞાન થયા પછી આ જગતમાં કાંઈ પણ જાણવાનું બાકી રહેવા પામતું જ નથી. તેરમા ગુણસ્થાનકે રહેલા કેવળજ્ઞાનીઓ ત્રણે લોકના અને ત્રણે કાળના સઘળા પદાર્થોને એકી વખતે જાણી લે છે, અને તે સઘળાનું જ્ઞાન તેમને એક સમયે જ થઈ જવા પામે છે એટલે પછી તેમને કશી જ વસ્તુ જાણવાની બાકી રહેવા પામતી જ નથી. આપણને વિચાર કરવો પડે છે તે હંમેશાં કાંઈક જાણવાને અંગે અથવા કઈક મેળવવાને અંગે જ હોય છે. જો તમને કાંઈ મેળવવાનું જ ન હોય અથવા તમારે કાંઈ પણ જાણવાનુંય બાકી ન હોય તો પછી તમારે વિચાર કરવાનું જ કાંઈ બાકી રહેવા પામતું નથી. તમારે વિચાર કરવાપણું હોય છે તેનું કારણ એટલું જ છે કે તમારે જાણવાની, મેળવવાની ઘણી વસ્તુઓ બાકી હોય છે, અને એ સઘળું મેળવવા અંગે અથવા તો વિવિધ વસ્તુઓને જાણવાને અંગે જ વિચારો કરવા પડે છે. કેવળજ્ઞાનીની સ્થિતિ એનાથી સર્વથા જુદી જ છે. કેવળજ્ઞાનીને કાંઈપણ નવું જાણવાનું બાકી નથી અથવા