________________
૨૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
• • •
•
• •
•
•
•
•
• • • •
શ્રી સિદ્ધચક તા. ૨૦-૩-૩૫ મીધારકનીયામૌવદેશ
આગમોઘારક
(દેશનાકાર
'
જ
'ભાત
સમFE. અમII અ . સti)
8 વિ : આe જજ
Vઅસરક.
જેના માતાપિતાની ફરજ.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજયજી મહારાજાશ્રી ભવ્ય જીવોના ઉપકાર અર્થે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથમાં તેઓ શ્રીમાન આ ભવને મહાભયાનક પર્વત કહે છે. તે મહાભયાનક ભવપર્વતનું ઉલ્લંઘન ત્યારે થયું ગણાય છે કે જ્યારે તમે છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરો છો. જે કોઈ છઠ્ઠા ગુણસ્થાનકને પામે છે અને એ રીતે ભવરૂપી ભયંકર પર્વતને ઓળંગી જવાનો પ્રયત્ન કરે છે તે “મુનિ” કહેવાય છે. “મુનિ” મુનિપણાને પામે છે અને જ્યારે તે ભવપર્વતનું ઉલ્લંઘન કરીને તેનો પાર પામી જાય છે ત્યાર પછી તે સંસારના વિષયકષાયોમાં તલ્લીન રહેવા પામતો નથી. સંસારની અનાદિકાળથી શરીરના ગુણદોષોને પોષવા તરફ દ્રઢવૃત્તિ રહેલી છે. આહારવિહારમાં સમસ્ત જગતની પ્રવૃત્તિ છે. આ સઘળામાંથી એક પણ લૌકિક પ્રવૃત્તિમાં “મુનિઓને આનંદ સંભવતો નથી અથવા એવા કૃત્યોમાં તે તલ્લીન રહેતો નથી. હવે “મુનિ” જો આવી લૌકિક પ્રવૃત્તિમાં તલ્લીન રહેતો નથી તો પછી તે કયા વિષયોમાં તલ્લીન રહે છે તેનો વિચાર કરો.
જગતમાં આત્માના જ્ઞાન એ ગુણનું અસ્તિત્વ માનેલું છે તે જાણવા યોગ્ય એટલે “ય' વસ્તુઓ છે તેને જ અંગે માનવામાં આવેલું છે. જ્ઞાન અને શેય એ બંનેને પરસ્પર સંબંધ છે. જો શેય એટલે જાણવાલાયક વસ્તુઓ જ ન હોત તો પછી જ્ઞાન પણ ક્યાંથી હોત? જાણવાલાયક વસ્તુઓ વિના કઈ ચીજનું જ્ઞાન થાત? અર્થાત્ શેયપદાર્થોના એટલે જાણવાયોગ્ય પદાર્થોના અસ્તિત્વને અંગે જ આત્માના જ્ઞાનગુણનું અસ્તિત્વ પણ સંસારમાં વિદ્યમાન છે.