________________
૨૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
તેનો વિચાર પણ નથી, કેમકે એ ત્રણેનો જો વિચાર હોત તો મરીચિ પરિવ્રાજકમાં તે વખતે સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને દેશવિરતિરૂપ ધર્મ સારી રીતે હતા ને તેથી આ પરિવ્રાજકપણામાં મલયગિરિજી મહારાજે ફર્યાપિ ની કરેલી વ્યાખ્યાના હિસાબે અલ્પ ધર્મ છે એમ કહેવામાં કોઈ પણ પ્રકારે દુર્ભાષિતપણું નથી, પણ અત્રે તો પંચ મહાવ્રતરૂપી અઢાર હજાર શીલાંગમય ચારિત્રધર્મને અંગે જ પ્રસંગ અને વિચાર હોવાથી તેનો અંશ પણ પરિવ્રાજકપણામાં નહિ છતાં તે મરીચિ પરિવ્રાજકે તેવા શ્રમણધર્મનો અંશ આ પરિવ્રાજકપણામાં છે એમ જણાવ્યું તે દુર્ભાષિત કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી.
વળી, પરોપકારની વૃત્તિએ જે ધર્મની યથાસ્થિત પ્રરૂપણ થતી હતી, તે જ સ્થાન કે સ્વાર્થવૃત્તિનું સામ્રાજ્ય જમાવવા માટે મરીચિ પરિવ્રાજકે આ વાક્ય ઉચ્ચાર્યું છે, એ હકીકત પણ શાસ્ત્રોના મરીચિ પરિવ્રાજકના પ્રકરણથી સ્પષ્ટ હોવાને લીધે આ મરીચિ પરિવ્રાજકના વચનને દુર્ભાષિત તરીકે જણાવવામાં કોઈ પણ પ્રકારે અનુચિતતા હોય એમ માની શકાતું નથી. જો કે આ મરીચિના વચનને કેટલાક મહાનુભાવોએ ઉત્સુત્ર તરીકે ગણાવ્યું છે, જ્યારે કેટલાક મહાનુભાવોએ ઉસૂત્રમિશ્રિત તરીકે ગણાવ્યું છે, પણ શ્રીઆવશ્યક નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીજી અને ભગવાન મહાવીર મહારાજના જ હાથે દીક્ષિત થયેલ એવા ઉપદેશમાલાકાર શ્રી ધર્મદાસગણિજી સુષ્મસિUS AT વિગેરે પાઠથી મરીચિના તે સ્થપિ રૂર્યાપ વાક્યને દુર્ભાષિત તરીકે સ્પષ્ટપણે જાહેર કરે છે, તેથી આ પ્રકરણમાં તેના તે વચનને દુર્ભાષિત તરીકે કહેવામાં આવ્યું છે અને તેથી જ તે વચનને ઉસૂત્ર કે ઉસૂત્રમિશ્રિત માનવામાં તેમ માનનારાઓનું તત્ત્વ ઘટિત છે કે અઘટિત એ વિચારવાનું ઉચિત ધાર્યું નથી.
આ સમગ્ર મરીચિના અધિકારમાં કપિલ રાજકુમારની વક્તવ્યતાનો પાછલો ભાગ માત્ર વૃત્તાંતની પૂર્ણતાને માટે જ કહેવામાં આવ્યો છે, બાકી ચાલુ અધિકારમાં તો મરીચિકુમારની પતિત દશામાં પણ જે પરોપકારવૃત્તિ રહી, સ્વાર્થનો ભોગ આપીને પણ પતિત દશામાં પણ પરોપકાર કર્યો એ જણાવી તીર્થકરના જીવોમાં અનેક ભવોથી પરહિતરતપણું હોય છે એ જ માત્ર પ્રકૃતિ અધિકારને પોષણ કરનારું હોવાથી જણાવ્યું છે. શ્રમણ ભગવાન મહાવીરના બીજા ભવમાં પણ કંઈ કંઈ અંશ અનેક પ્રકારે પરોપકાર નિરતપણું છે તે નહિ વિચારતાં ખુદું ભગવાન મહાવીર મહારાજના ભવને અંગે પરહિતરતપણું એટલે પરોપકારમાં તત્પરપણું શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું જણાવવું વધારે ઉચિત છે.