________________
,
, , , ,
૨૪૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ અનુભવેલી નિરાધાર દશાનો આબેહૂબ ખ્યાલ ખડો થયો, ભીડ ભાંગનાર ભેરૂને ભેળવવામાં મરીચિને આત્મા ઉત્સાહિત થયો અને તેથી પરોપકાર પરાયણતાની વૃત્તિને વેગળી મૂકી તે મરીચિ પરિવ્રાજ કપિલરાજકુમારને જણાવ્યું કે - “વિના સ્થપિ રૂપિ એટલે હે કપિલ ! ત્યાં પણ છે અને અહીં પણ છે. સામાન્ય રીતે આ વાક્યનો અર્થ જૈનમાર્ગમાં પણ ધર્મ છે અને પરિવ્રાજક માર્ગમાં પણ ધર્મ છે એવો કરવામાં આવે છે, પણ આવો અર્થ કરતાં તે મરીચિની દશા પૂર્વાપર વ્યાઘાતવાળી થાય, કેમકે તે જ મરીચિ પરિવ્રાજકે ભગવાન જિનેશ્વરના મતમાં વર્તવાવાળા સાધુઓમાં સંપૂર્ણ ધર્મ છે એમ અનેક વખત જાહેર કર્યું છે, અને સાથે એ પણ જાહેર કર્યું જ છે કે હું એ ઉત્તમ એવા સંપૂર્ણ સંયમધર્મથી પતિત થયેલો છું. આવી અનેક વખત તે જ કાળમાં પ્રરૂપણા થયેલી હોવાથી પોતે તે પ્રરૂપણાની વિરુદ્ધ બોલે એ યુક્તિયુક્ત નથી એટલું જ નહિ પણ સંભવિત પણ નથી, અને તેથી આચાર્ય મહારાજ મલયગિરિજીએ “સ્થપિ' પદનો જે અર્થ કર્યો છે, તે વધારે અનુકૂળ થઈ શકશે. આચાર્ય મહારાજ મલયગિરિજીએ શ્રી આવશ્યકનિર્યુક્તિની ટીકામાં ડૂબ્લ્યુપિનો એવો અર્થ કર્યો છે કે ભગવાન ઋષભદેવજીના અને સન્માર્ગવર્લી મુનિઓના આચારમાં સંપૂર્ણ ધર્મ છે. આવી રીતે ભગવાન તીર્થકર અને સન્માર્ગવર્લી મુનિઓના આચારને રૂલ્ય શબ્દથી સૂચવવા સાથે તેમાં સંપૂર્ણ ધર્મપણું સૂચવ્યું છે. શ્રી ભગવતી સૂત્રના રૂસ્થપિ , દંપિ મિળિ એ સૂત્રના અર્થમાં સ્થાપિ જગા ઉપર પ્રશ્નકાર ભગવાન ગૌતમસ્વામીજીથી ભિન્ન એવા ત્રિલોકનાથ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના આત્માનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તેવી રીતે અહીં પણ સ્થપિ શબ્દથી તે મરીચિ અને કપિલથી દૂર રહેલો એવો સંપૂર્ણ શ્રમણમાર્ગ લેવામાં આવ્યો છે, અને સંપૂર્ણ શ્રમણમાર્ગ રૂúપિ શબ્દથી લીધેલો હોવાથી તેમાં સંપૂર્ણ ધર્મ પ્રથમથી જ દેશના ધારાએ સાબીત કરેલો હોવાથી માત્ર તેનો અનુવાદ જ અહીં આગળ કરેલો છે.
વળી, જેવી રીતે શ્રી ભગવતીજીના જંપિ સૂત્રમાં દપિ શબ્દથી પ્રશ્નકાર ગૌતમસ્વામીજીનો જ આત્મા નિર્દિષ્ટ કરાયેલો છે, તેવી રીતે અહીં પણ રૂટ્યપ શબ્દથી વક્તા એવા મરીચિ પરિવ્રાજકનો ધર્મ નિર્દિષ્ટ કરાયેલો છે, પણ પોતાના પરિવ્રાજકપણામાં શ્રમણમાર્ગના ધર્મનું અંશ પણ નથી એમ અનેક વખત પોતે જણાવી ગયો છે, છતાં અત્યારે તે કપિલરાજકુમારના સંજોગને અંગે બુદ્ધિનો પરાવર્ત પામ્યો અને અઢાર હજાર શીલાંગરૂપ હોઈ જે ચારિત્રધર્મ મરીચિમાં સર્વથા હતો નહિ, છતાં તે કપિલ રાજકુમારને રૂદર્યાપિ એમ કહી કાંઈક ધર્મ મારા પરિવ્રાજપણામાં પણ છે એમ જણાવ્યું. ધ્યાન રાખવાની જરૂર છે કે આ મરીચિ પરિવ્રાજક અને કપિલરાજકુમાર વચ્ચે સમ્યગદર્શનરૂપી ધર્મનો વિચાર નથી, સમ્યજ્ઞાનરૂપી ધર્મનો વિચાર નથી દેશવિરતિરૂપી ધર્મધર્મ જેને નિશ્ચયકોટિએ અગારધર્મ કહી શકીએ