________________
૨૩ ૨
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૩-૩૫ નથી એ હકીકત ધ્યાનમાં લેતાં તેનું અવશ્ય નરકગામીપણું હોય પણ બધાં સ્ત્રીરત્નો છઠ્ઠીએ જ જાય એમ માનવું યોગ્ય લાગતું નથી. માથુરી વાચના કયા આચાર્યો કરી ? ત્યાં લખાયું કે વંચાયું? તે અધિકાર કયા ઠેકાણે
પ્રશ્ન-૭૪૦
સમાધાન
પ્રશ્ન-૭૪૧
સમાધાન-
પ્રશ્ન-૭૪૨
શ્રીનન્દીસૂત્રના વચન પ્રમાણે શ્રીસ્કંધકાચાર્યે મથુરામાં શાસ્ત્રનો અનુયોગ પ્રવર્તાવ્યો તે વખત સિદ્ધાંત પુસ્તકારૂઢ થયો હતો, પણ શ્રી યોગશાસ્ત્ર અને જ્યોતિષ્કરંડકના વચનોનો ભાવાર્થ એવો થાય ખરો કે બન્ને સ્થાને લખાયાં. અતિચારમાં બોલાય છે કે વીજ દીવાણી ઉજેડી લાગી' તો વીજળી અચિત્ત છે કે સચિત્ત, અને તે પુદગલો વિસ્ત્રસા છે કે પ્રયોગસા છે ? અતિચારમાં ગણાયેલી વીજળી પ્રયોગકૃત અને સચિત્ત ગણવી જો કે શ્રી ઉત્તરાધ્યયન નિર્યુક્તિના ચોથા અધ્યયનના પાઠને સ્વતંત્ર વિચારીએ તો અચિત્ત વીજળી હોય એવો અર્થ નીકળે છે. વાયુકાય ઉઘાડે મુખે બોલ્યા” એમ અતિચારમાં બોલાય છે તો “ઉઘાડે મુખે બોલવાથી’ વાયુકાયની વિરાધના-હિંસા થાય છે ? કારણ કે ભાષાવર્ગણાના પુદગલો ચઉસ્પર્શ છે અને બાદર વાયુકાય અષ્ટસ્પર્શી છે તો તે અષ્ટસ્પર્શી શરીરવાળા બાદર વાયુકાય જીવોનો ભાષાના પુદગલોથી વ્યાઘાત થાય? ઉઘાડે મુખે બોલવાથી સાવધભાષા ગણાય અને સંપાતિમ જીવોના રક્ષણ માટે મુહપત્તિ રાખીને બોલવું જોઈએ તે યોગ્ય છે પરંતુ વાયુકાયના જીવોને ઉઘાડે મુખે બોલવાથી ઉપદ્રવ થાય કે નહિ ? ભાષા વર્ગણાના પુદગલો ચઉફરસી છે પણ સાથે નીકળતા વાયુનો અષ્ટસ્પર્શ છે તેથી તે દ્વારા વાયુની વિરાધના શ્રીદશા ની ચૂર્ણિ ને યોગશાસ્ત્રની વૃત્તિ આદિથી સ્પષ્ટ જણાય છે. જો ભાષાવર્ગણાથી વાયુની વિરાધના ગણીએ તો મુખે વસ્ત્ર રાખવું નકામું જ ગણાય, કારણકે ભાષાવર્ગણા તો ૩, ૪, ૫, સમયમાં સમગ્ર લોકમાં વ્યાપે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાતમી નરક યોગ્ય કર્મલિક બાંધ્યા તે સમયે તેમને અનન્તાનુબંધીનો ઉદય અને ભાવચારિત્રનો સર્વથા નાશ થયો હતો તેવી બાબત કોઈ શાસ્ત્રમાં છે ? અથવા અનન્તાનુબંધીનો ઉદય હતો પણ તે અનન્તાનુબંધી સંજવલનના ભેદરૂપે હતો અને તેથી ભાવચારિત્ર વિદ્યમાન હતું તેવા અક્ષરો કોઈ ગ્રન્થમાં છે ? અનન્તાનુબંધી આદિ ચાર ચાર ભેદો કરવા એમ શ્રી યોગશાસ્ત્ર ને લોકપ્રકાશાદિથી જણાય છે પણ શ્રી પ્રસન્નચંદ્રને તે લાગુ હતા કે કેમ તેનો સ્પષ્ટ ખુલાસો ધ્યાનમાં નથી. ભાવ ચારિત્રનો નાશ તે પરિણામે માનવામાં અડચણ નથી.
સમાધાન
પ્રશ્ન-૭૪૩
સમાધાન