________________
તા. ૪-૩-૩૫
૨૩૧
શ્રી સિદ્ધચક્ર ..................................... • • • • • • • • • • • નહિ, કેમ કે પ્રાતિહાર્યની સંખ્યા ને ક્રમ આ પ્રમાણે છે :
अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च
भामण्डलं दून्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणां ॥१॥ આ કાવ્ય ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાશે કે ભક્તામરમાં આવેલું વર્ણન, નથી તો પ્રાતિહાર્ય માત્રનું તેમજ પ્રાતિહાર્યોનું વર્ણન તેના ક્રમવાળું નથી, માટે શ્રી માનતુંગસૂરિજીએ આઠ પ્રાતિહાર્યોનું વર્ણન કરવા માગ્યું હતું અને ચાર પ્રાતિહાર્યોનું જ વર્ણન ચાલુ સ્તોત્રમાં દેખાય છે, માટે બાકીના ચાર પ્રાતિહાર્યોના વર્ણનનાં ચાર કાવ્યો લુપ્ત થયાં છે કે કોઈકે ભંડારી દીધાં છે એમ માનવું અસ્થાને છે. પ્રથમ તો આઠ પ્રાતિહાર્યોના વર્ણનમાં ચારનું રહે અને બાકીનાનું વર્ણન લુત કે ભંડારી દેવાનું માનવું તે વિચક્ષણોને ગ્રાહ્ય થાય તેમ નથી, માટે શ્રીમાનતુંગસૂરિજીએ ચાર પ્રાતિહાર્ય અને કમલ સ્થાપનાનું વર્ણન ધર્મોપદેશની જગતના જીવોની સ્પૃહા કરવા લાયક સમૃદ્ધિની સત્તા જણાવવા માટે કરેલું છે અને તેથી જ ૩૩માં કાવ્યમાં તે અશોકાદિના વર્ણન પછી ઉપસંહારમાં “ર્થ યથા તવ વિભૂતિઃ' એમ કહી વિભૂતિવાળા પ્રાતિહાર્યો તેમજ સૂર્યપ્રભાના અત્તરનો વિષય લેવાથી પ્રભા એટલે કાન્તિવાળી ચીજોનું કાન્તિના અતિશયપણાનું વર્ણન પૂર્વે કર્યું છે તે સ્પષ્ટપણે ધ્વનિત કરે છે, સૂરપુષ્પવૃષ્ટિ વિગેરે પ્રભા એટલે કાન્તિના અતિશયવાળી ચીજો ન ગણાય એ સ્પષ્ટ જ છે. ભામંડળમાં રહેલી કાન્તિ દુનિયાદારીમાં વિભૂતિ તરીકે ગણાતા પદાર્થોને મળતી ન હોય અથવા શ્રી જિનેશ્વર મહારાજના શરીરના તેજનું તેમાં પ્રતિબિંબિતપણું હોઈ તે ભામંડળનું સ્વયં વિભૂતિ તરીકે ગણાતા કાન્તિમાન પદાર્થોમાં ગણના ન કરી અશોકાદિક કાન્તિમાનોની ગણના કરી હોય એ ૩૩માં કાવ્ય ઉપરથી પણ સ્પષ્ટ થાય છે અર્થાત્ ભક્તામર સ્તોત્રના ચુંમાલીશ કાવ્ય અસલથી છે એમ માનવું શ્રેયસ્કર છે.
વળી વિભૂતિના વર્ણનમાં ઉપસંહારવાળા કાવ્યમાં જો આઠ પ્રાતિહાર્યોનું વર્ણન હોત તો પ્રાતિહાર્યો તરીકે જ ઉપસંહાર થવો જોઈતો હતો, અને તેથી સત્યાતિહાર્યાનિદ્રયસ્તવ યાદૃ તિ એના જેવા આદ્યપદવાળું કાવ્ય હોત તો અને તે પણ નથી, માટે પણ કેટલાક પ્રાતિહાર્યરૂપ વિભૂતિના વર્ણનવાળા કાવ્યોવાળું ચુંમાલીસ કાવ્યોનું જ ભક્તામર સ્તોત્ર હોય એમ માનવું યુક્તિસંગત છે. પ્રશ્ન ૭૩૯ સ્ત્રીરત્ન મરીને અવશ્ય છઠ્ઠી નરકે જ જાય કે અન્યત્ર પણ જાય ? અને છઠ્ઠી નરકે
જ જાય તો તેવા અક્ષરો શેમાં છે ? સમાધાન- સ્ત્રીરત્નને શંખાવર્તયોનિ હોય છે ને કામાર્તની અધિકતા હોવાથી ગર્ભની નિષ્પતિ થતી