________________
૨૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૩-૩૫
જs
પ્રશ્નકા
પ્રશ્નકારક ચતુર્વિધ-સંઘ,
માધાનછાષ્ટ: ક્ષાત્ર ધાર્દિગત આગમોધ્યા
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
::
*.....*
*
*
રહ્યા છે.
જાફરાર
૦૦૦૦ર૦૦ર
વાળR
રજકો
took Page
પ્રશ્ન ૭૩૮- ભક્તામર સ્તોત્રમાં કેટલાકો જણાવે છે કે તે સ્તોત્રનાં ૪૮ કાવ્યો છે, જ્યારે કેટલાકો
અસલથી જ ૪૪ કાવ્યો છે એમ જણાવે છે, તો એ બેમાં શું માનવું ? સમાધાન- ભક્તામર સ્તોત્ર કરતાં કલ્યાણ મંદિર સ્તોત્ર પ્રાચીન છે એ વાત સર્વ માન્ય છે, અને
કલ્યાણ મંદિરના કાવ્યો ચુંમાલીશ છે. એમાં કોઈનો મતભેદ નથી. તો તે કલ્યાણ મંદિરના અનુકરણથી પાછળથી કરાયેલા ભક્તામર સ્તોત્રમાં પણ ચુંમાલીશ કાવ્ય હોય એ વધારે સંભવિત છે, વળી જેઓ ૪૮ અડતાળીશ કાવ્યો માને છે તેઓ પણ
૨૮મામાં અશોકવૃક્ષ, ૨૯મામાં સિંહાસન ૩૦મામાં ચામર
૩૧મામાં છત્ર. માનીને ૩રમામાં કમળોનું સ્થાપવું માને છે, અર્થાત્ જો પ્રાતિહાર્ય લેવા હોત, તો ૨૭મા કાવ્યમાં અશોક વૃક્ષનું વર્ણન કર્યા પછી સુરપુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ નામના પ્રાતિહાર્યનું વર્ણન છોડી દેત નહિ, અને ચામરના પ્રાતિહાર્યનું વર્ણન કરવા પહેલાં સિંહાસન પ્રાતિહાર્યનું વર્ણન કરત નહિ, તથા સિંહાસન અને ચામરનું વર્ણન કર્યા પછી ભામંડલ અને દુંદુભીનાં પ્રાતિહાર્યોને છોડીને છત્ર નામનું પ્રાતિહાર્ય કે જે છેલ્લા પ્રાતિહાર્ય તરીકે છે તેનું વર્ણન કરત નહીં એટલું જ નહિ પણ દેશના દેવા પધારતી વખતે જિનેશ્વર મહારાજના ચરણકમલની નીચે દેવતાઓ જે પદ્મની સ્થાપના કરે છે, તેનું વર્ણન, તે પ્રાતિહાર્ય ન હોવાથી પ્રાતિહાર્યના વિભાગમાં કરત.