________________
૨૩૩
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫
* * * * *
* * * * *
* * *
ધર્મના અર્થનો ખુલાસો, ભેદો, તેનો ક્રમ અને જરૂરીયાત.
ધર્મશબ્દના વ્યુત્પત્તિઅર્થ પ્રમાણે આ લોક સંબંધી વિવિધ પીડાઓથી બચાવીને સ્વસ્થ સ્થિતિમાં જીવને રાખવો, તેમજ અન્ય ભવિક આપત્તિઓથી પણ બચાવીને જીવને સારી અવસ્થામાં રાખવો એ ધર્મનું તત્વ છે એમ આગળના લેખો ઉપરથી વાચકો સારી રીતે સમજી શક્યા હશે. આ પ્રમાણે વ્યુત્પત્તિઅર્થ છતાં બહુલતાએ ધર્મનું સાધ્ય પરભવના દુઃખોથી જ બચવાનું ગણવામાં આવે છે, અને તેથી જ ટુતિપ્રતિષ્નતુથાર દ્િ થર્ષ ૩વ્યો એમ અથવા તો ટુતિપ્રકૃતાન વંતૂર માત્ ઘારતે તત: ત્તિ વૈતાનું શુમે સ્થાને તસ્માન્ ધર્મ રૂતિ મૃત: એવા એવા વાક્યોથી શાસ્ત્રકાર મહારાજાઓ પણ ધર્મનું પ્રયોજન, દુર્ગતિનું નિવારણ અને શુભગતિની પ્રાપ્તિ છે એમ જણાવી ધર્મનું મુખ્ય તત્વ અન્ય જિંદગીને અંગે જ રાખે છે. એનું કારણ એ જ જણાય છે કે આ ભવના દુઃખોના નિવારણમાં જો કે પૂર્વ ભવે કરેલાં પુણ્યો મુખ્ય ભાગ ભજવે છે, અને તેથી આ ભવના દુઃખોનું પણ નિવારણ પૂર્વ ભવમાં કરેલા ધર્મથી થયેલા પુણ્યદ્વારાએ જ છે, તો પણ સામાન્ય દ્રષ્ટિવાળો મનુષ્ય આ ભવના દુઃખના નિવારણમાં ઉદ્યમને પ્રત્યક્ષ દેખતો હોવાથી અને પુણ્યપ્રકૃતિ સૂક્ષ્મ હોઈ અરૂપી જેવી હોવાને લીધે તેને નહિ દેખતો હોવાથી ઉદ્યમજન્ય માની લેવાની ભૂલ કરે એ સ્વાભાવિક છે. જગતમાં ખેતરની માટી અને વરસાદનું પાણી એકસરખું હોવા છતાં જેમ જુદી જુદી જાતનાં વૃક્ષો ઉત્પન્ન થાય છે, તેથી જુદા જુદા બીજનું વાવવાનું અનુમાન સહેજે કરી શકાય છે, તેમ એક કુલમાં એક માતાની કૂખે જન્મેલા, એક સરખા સંજોગોને ધારણ કરનારા પુત્રોમાં, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય વિગેરે સુખના સાધનોની પ્રાપ્તિની વિચિત્રતાને જોનારો સામાન્ય દ્રષ્ટિવાળો મનુષ્ય પણ પુણ્યની વિચિત્રતાનું અનુમાન કરી શકે છે. છતાં જેઓની તેવી કારણ ગવેષણાની દ્રષ્ટિ પહોંચતી નથી તેઓ આ લોકના સર્વ સુખસાધનોને માત્ર ઉદ્યમજન્ય જ માનવા તૈયાર થાય છે. જેમ કોઈ નહિ કલ્પી શકાય તેવો ગમારમનુષ્ય ક્ષેત્રમાં પાકની વિવિધતા દેખ્યા પછી તે વિવિધતાના મૂળ કારણરૂપ વાવવાના બીજોનું જુદાપણું નહિ સમજતાં માત્ર ક્ષેત્ર અને પાણીનો જ પ્રભાવ જાણે, માને અને કહે, તેવી રીતે કેટલાક અજ્ઞાન જીવો પણ બુદ્ધિ અને પ્રયત્નને જ માત્ર દેખતા આ ભવમાં થતી સુખના સાધનોની વિચિત્રતાને તે બુદ્ધિ અને પ્રત્યનને જ માત્ર દેખતા આ ભવમાં થતી સુખના સાધનોની વિચિત્રતાને તે બુદ્ધિ અને પ્રયત્નના જ ફળરૂપ માને છે, પણ બીજની વિચિત્રતાની માફક પરભવના કર્મોની