________________
૨૨૭
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫ છે. દર્શન મોહનીય તથા ચારિત્ર મોહનીય. કર્મોદયને લીધે, શક્તિ કે સાધનના અભાવે પ્રવર્તી ન શકે, જેમ કે ઉપવાસને યોગ્ય ગણતો હોય પણ પોતે ચાર વખત ખાવાવાળો હોવાથી કરી શકતો નથી, કર્મોદયના કારણે કાર્ય ન બનવાથી, પણ માન્યતા બરાબર હોવાથી સમ્યકત્વમાં વાંધો નથી. વર્તનમાં સુધારો ન થાય છતાં તેના પરિણામમાં વાંધો નથી, પણ એક વાત લક્ષ્યમાં લેવાની છે પરિણામ જણાવવાવાળો, બોલવાવાળો પ્રવૃત્તિ ન થવામાં મજબૂત કારણમાં હોય તો જ તેનો બચાવ ચાલે છે. શ્રેણિક તથા કૃષ્ણ અવિરતિ છતાં એને ક્ષાયિક સમકીતિ માનવા એ શ્રી જિનેશ્વર દેવનું વચન છે માટે માનીએ છીએ. સેંકડે એંસી ટકા તો માન્યતા તેવું જ વર્તન હોય. માન્યતા તથા વર્તનમાં ફરકવાળા દાખલા ઘણા ઓછા હોય છે. દુનિયાદારીમાં માન્યતા પ્રમાણે વર્તન ઘણી જગા પર હોય છે. ઘણું જ ગંભીર કારણ હોય ત્યાં ન હોય એ બને. દુનિયામાં ભલે એવો નિયમ ન બંધાય પણ ઘણો ભાગ માન્યતા પ્રમાણે વર્તનવાળો હોય છે. હવે આપણે મૂળ વાતમાં આવીએ. બળતું ખોરડું કૃષ્ણાર્પણ.
સંસાર અસાર છે, મરણ નક્કી છે, આયુષ્ય ક્ષણભંગુર છે, પૌદ્ગલિક પદાર્થો અનિત્ય છે, નશ્વર છે આ બધી સમજણનું પરિણામ આસ્તિકને સદુપયોગમાં આવ્યું, જ્યારે નાસ્તિક તો ઉલટો ભોગાદિમાં બમણો વળગે છે. જિંદગીને ક્ષણિક માની જે સાધી શકાય તે સાધી લઈએ છીએ, તો બળતું ખોરડું કૃષ્ણાર્પણ કરીએ છીએ. નાસ્તિકો એ જ સમજણલારાએ જુદું જ આચરે છે, “જીવાય ત્યાં સુધી મોજથી જીવો, જો મોજ માણવાનું સાધન ન હોય તો દેવું કરીને પણ મોજ મેળવો, કરજ કરીને પણ ઘી પીઓ, મરી ગયા, શરીર રાખ થયું પછી મજા ક્યાં કરશો?” આ માન્યતા નાસ્તિકની નાસ્તિક આસ્તિકને તકરાર જડ, જીવ, પુષ્ય, પાપ એ તત્વોમાં નથી પણ ભવાંતરની વાતમાં જ વાંધો છે. એક વાત જો જતી કરો તો નાસ્તિક તરત તમારી સાથે ભળવાના પુણ્ય, પાપ, જીવ, સ્વર્ગ, નરક બધું માનવા તૈયાર છે, ફક્ત ત્યાગ એ વસ્તુને જતી કરો, એને બિનજરૂરી જણાવો તો નાસ્તિક બધી વાતે તમારી સાથે ભળવા તૈયાર છે. ભોગમાં પાપ અને ત્યાગમાં ધર્મ, ભોગ અધમ છે, ત્યાગ ઉત્તમ છે આ માન્યતામાં જ નાસ્તિકને વાંધો છે. તેથી જ નાસ્તિકોએ ખુલ્લે ખુલ્લું કહ્યું કે :
તપસિ યતિનિશ્ચિત્રા: સંયમો ભોગવશ્વના અનેક પ્રકારની તપસ્યાઓ અનેક પ્રકારની પીડાઓ છે અને સંયમ રાખવું તે વિષયોથી ઠગાવાનું છે. તપ એ પીડા છે કે પીડા ટાળનાર છે?
આસ્તિકો તપમાં ધર્મ માને છે જ્યારે નાસ્તિકે એને પીડા જણાવી. જેને અહીં મૂળ થડ માન્યું તેને એણે નકામી પીડા જણાવી. બાપ પોતાના નાના છોકરાને પોતે રાજાને ત્યાં હીરા દેખાડવા જાય