________________
૨૨૮
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫ છે ત્યારે સાથે લઈ જાય છે. છોકરાને ભૂખ લાગી છે. એ વખતે હીરાના વેપારને છોકરો ગણકારે નહિ. છોકરાની ગતિ હીરાના લાભ ઉપર નથી. નાના છોકરાને કડવી દવા પાઈયે તે એને ન ગમે કેમકે એથી થનારી રોગની શાંતિ એના ધ્યાનમાં નથી. તેવી રીતે અનાદિના કર્મોને નાશ કરનાર તપ છે, (એકાસણું, ઉપવાસ વિગેરે,) સોનાની અંદરનો મેલ પાણીથી ધોવાથી જતો નથી. એ તો અગ્નિથી જ જાય તેવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે માત્ર આવતાં કર્મોને રોકે, કર્મો પર શ્રદ્ધા કરાવે, જ્ઞાન કર્મો બતાવે, દર્શન શ્રદ્ધા કરાવે, ચારિત્ર સંવર કરે પણ કેવળ તપમાં જ એ શક્તિ છે કે કર્મોને દૂર કરી શકે. શું તીર્થકરને બીજા રસ્તા ન મળ્યા કે જેથી છ મહિના સુધી ભૂખે મર્યા? જેઓ તપસ્યાને પીડા કહે છે તેની અપેક્ષાએ ‘ભૂખે મર્યા' એમ કહું છું.
જ્ઞાની ક્ષણમાત્રમાં આટલી નિર્જરા કરે છે એ વાત જ્ઞાનની મહત્તા માટે જણાવી છે પણ તપને તડકે મૂકવા જણાવી નથી. તારામાં જ્ઞાન શું ? શ્રી તીર્થંકરદેવ તો ચાર જ્ઞાનના ધણી, શુદ્ધ ચારિત્રના માલિક હતા. તેઓ દીક્ષા લે છે ત્યારથી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી જમીન પર પલાંઠી પણ વાળતા નથી, કાર્યોત્સર્ગમાં ઉભ પગે રહે છે. પલાંઠી ક્યારે વળે ? કેવળજ્ઞાન થયા બાદ. પલાંઠી કોણ વાળે? નિરાંતવાળો થાય છે. જેને માથે આટલું જોખમ ઝઝુમી રહ્યું છે, જેને આ ભવમાં જ કેવળજ્ઞાન મેળવવું છે એ જંપીને બેસી શકે શી રીતે ? તીર્થંકર તપશ્ચર્યા શા માટે કરતા હતા ?
એકાંત પોથામાં તારી તપસ્યા ઉડી જાય છે, તપસ્યા અણસમજુ માટે છે' આવું કહેનારા અર્થપત્તિથી એકજ-એમ જ કહેવા માગે છે કે મહાવીર મહારાજા મૂર્ખ હતા, એમનામાં આત્મ-વિચારણા નહોતી. મહાનુભાવ ! એ પરમજ્ઞાની આત્મસ્વરૂપ બરાબર દેખી શક્યા છે. ગંદી સ્થિતિ કાઢવા માટે જ તેઓ તપરૂપ અગ્નિ સળગાવે છે. જેઓ સ્થિતિને ગંદી નથી સમજ્યા તેઓ તપનો દાવાનળ સળગાવે ખરા ? કેટલીક વખત વ્યાજ માટે મૂડી દેવી પડે છે, કેટલીક વખત મૂડી માટે વ્યાજ અપાય છે. અમુક જ્ઞાન જોઈએ તે વખતે તપનો ભોગ અપાય અગર કોઈ વખત તપ માટે જ્ઞાનનો ભોગ અપાય પણ બન્નેનું કરવાનું પોષણ શોષણ નહિ. અંદરની મેલાશ પાણી કે સાબુથી નહિ નીકળે તેવી રીતે તન્મયપણે વળગેલાં (ગાઢ) કર્મો કાઢવામાં જ્ઞાન કામ લાગશે નહિ. જ્ઞાનાદિમાં એ તાકાત નથી. એ તાકાત કેવળ તપમાં છે. ભગવાન શ્રી મહાવીરદેવ પાસે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે મોજુદ છતાં તપશ્ચર્યા એટલા જ માટે આચરી. જ્ઞાન તો પ્રકાશ કરે, દર્શન મા કરે, તત્ત્વનો નિશ્ચય કરાવે, ચારિત્ર આવતાં કર્મોને રોકે પણ વળગેલાં કર્મો કાઢવાની તાકાત માત્ર તપમાં જ છે. “ચયતે આઠ કરમનો' એમ કેમ કહે છે? આઠે કર્મના સંચયને દૂર કરે તે ચારિત્ર. ચારિત્રના બે પ્રકાર છે. એક સંયમરૂપે, એક તારૂપે. આઠે