________________
,
,
,
,
,
,
,
૨૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૩-૩૫ કરી શકે નહિ. સમદષ્ટિ આત્મા પોતાનાં સંતાનનાં લગ્ન કરે તો પણ બુદ્ધિ કઈ ? એનાથી સર્વવિરતિ લઈ શકાતી નથી માટે ઉશૃંખલ ન થાય, મર્યાદા ન તજે માટે કુટુંબના મર્યાદિત બંધનમાં જોડવાની ત્યાં બુદ્ધિ છે. છે લગ્ન પણ સાધ્ય આખું ફરી ગયું. આ લગ્ન કરવામાં પોતાનું સંતાન આરંભ પરિગ્રહમાં કે વિષયાદિમાં લીન થાય એ મુદો નથી. જો લગ્ન ન કરે અને સંતાન ઉશ્રુંખલ થાય તો ભવિષ્યમાં પણ ધર્મ પામી શકે નહિ. ધર્મમાં ટકવું વધવું ન થાય એ ત્યાં મુદ્દો છે. દેશવિરતિ કે સમ્યકત્વ જેવો કલ્યાણકારી ધર્મ ઉશ્રુંખલતા આવ્યા પછી પમાય નહિ એ જ મુદો ત્યાં લક્ષ્યમાં છે. આપણે એ દેખીએ છીએ કે કોઈને અમુક ચીજનું વ્યસન હદ બહારનું થઈ જાય, એની પાસે એ ચીજને ખોટી જણાવવામાં આવશે તો એ એને નહિ ગમે. વ્યસનમાં પણ મર્યાદા હોય છે. આખો દિવસ દારૂમાં છાકેલો રહે એમાં અને પંદર દિવસમાં એક વાર દારૂ પીએ એમાં ફરક છે. પંદર દિવસે દારૂ પીનારો નશામાં ચકચૂર નથી માટે એ દારૂના અવગુણ સમજી શકે, એ એને ખોટો માની શકે, પણ નશામય જીવનવાળો તમારું સાંભળવા પણ તૈયાર ન હોય તો માને તો શાનો ? એ જ રીતે ઉÚખલ થયેલી કન્યા ભવિષ્યમાં માનવા તૈયાર નહિ થાય એમ વિચારી, ભલે અત્યારે સર્વવિરતિ નથી લેતી તો ભવિષ્યમાં પણ ધર્મ પામવાના સંયોગો હોય એવા સ્થાને મૂકવાનું વિચારી સમષ્ટિ પોતાની દીકરીને પરણાવે છે. એ જ રીતે પેલા શેઠીયાએ સાત દિવસમાં લક્ષ્મીને ઉદારતાથી સાતે ક્ષેત્રમાં ખરચી નાખી અને સાતમા દિવસની રાત્રિએ એ તૂટેલા ખાટલામાં સૂતો. પરિણામ એ આવ્યું કે જવાવાળી લક્ષ્મીને ફરીને સાત પેઢી સુધી બંધાઈને રહેવાની ફરજ પડી. મરણ બેય માટે નિશ્ચિત છતાં આસ્તિક-નાસ્તિકના વર્તનમાં ભેદ કેમ?
આસ્તિકો તથા નાસ્તિકો બેયને માટે મરણની સ્થિતિ સરખી છે, પણ આસ્તિકની ભાવના સાધવાનું સાધી લેવાની છે. અનામત રકમમાં શાહુકારથી ના પડાતી નથી એવી રીતે મોત એ અનામત રકમ છે. જ્યારે આવે ત્યારે તૈયાર રહેવું જ પડે. મોતે આવું ચાલુ ખાતું રાખ્યું છે. ચાલુ ખાતાવાળાને વાયદો ન કરાય. દર્શન અને ચારિત્ર મોહનીયની તરતમતા.
દર્શન મોહનીય માન્યતા પર અસર કરે છે જ્યારે ચારિત્રમોહનીય વર્તન પર અસર કરે છે. સંસાર અસાર છે, દુનિયાદારીના માટેના પ્રયત્નોમાં ફોતરાં ખાંડવાના છે એવી અંતઃકરણમાં માન્યતા એનું જ નામ સમ્યકત્વ છે. કોઈ મરી જાય અર્થાત્ કોઈને જમ લઈ જાય તેનો અફસોસ કરે છે પણ પોતાને જવાનું છે અને અફસોસ આ જીવ કરતો નથી ! માન્યતા સાચી રહે તે વર્તનમાં ફરક પડવાથી સમ્યકત્વ ચાલ્યું ન જાય પણ માન્યતામાં ભેદ પડવો જોઈએ નહિ એટલા જ માટે બે વસ્તુ જુદી રાખી