________________
૨૨૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૩-૩૫
પાપ બાંધી પરિણામે દુર્ગતિમાં રખડયો, પણ એ સંબંધી એને મમત્વની મોહરૂપી ઉંદરે મારેલી ફૂંક આવી હેરાનગતિમાં પણ જાગૃતિ આવવા દેતી નથી. જનારા પદાર્થોને ક્યાં ગોઠવવા?
નાસ્તિકો પાપપુણ્ય, સ્વર્ગનરકને અંગે વિરુદ્ધ પડે છે પણ મરણમાં વિરુદ્ધ નથી. મરણ તો બેય માને છે, ત્યાં ફરક શો ? આસ્તિક મરણ નક્કી છે એમ માની આગળની તૈયારી કરે છે, મળેલી સામગ્રીથી જે ફળ મેળવાય તે સમજુ મેળવી લે છે. એક શેઠીયો મધ્યરાત્રિએ અચાનક જાગ્યો તો પોતાની સન્મુખ લક્ષ્મીદેવીને રોતી જોઈ, એને રોવાનું કારણ તથા એ કોણ છે તે પૂછયું. લક્ષ્મી બોલીઃ શેઠ ! સાત પેઢીથી હું તમારી પાસે હતી પણ હવે જવાની છું, એ જ કારણે રોઉં છું.” લક્ષ્મીના અદ્રશ્ય થયા પછી શેઠ વિચારે છે કે જ્યારે એ જવાની જ છે તો સન્માર્ગે કેમ ન વાપરવી ? પકડીશ તો પણ રહેવાની નથી, તો સવ્યયથી લાભ કેમ ન મળવું ?” વારૂ! છોકરા-છોકરીમાં કાંઈ ફરક? ગર્ભમાં બન્ને સવાનવ મહિના રહે છે. બન્નેના પ્રસવ વખતે માતાને સંકટ સરખું જ છે, પાલનપોષણ, ખોરાકી, પોષાકી, બન્નેની સરખી છે. પણ પરણાવ્યા પછી ? છોકરી પરણાવ્યા પહેલાં ચંપા નથુભાઈ કહેવાય અર્થાત્ સાથે પિતાનું નામ જોડાય અને પરણ્યા પછી અમુકની પત્ની એ રીતે ઓળખાવાય છે. આ વાત તમારી જાણ બહાર નથી કે છોકરી સાસરે ગઈ કે બાપનું નામ બોળવાનીઃ બોળવાની એટલે બાપનું નામ ભુંસાવાનું ? સાસરેથી બાપને ઘેર આવે ત્યારે મારે પિયર જાઉં છું.” એમ કહે અને પિયરથી સાસરે જતાં “મારે ઘરે જાઉં છું' એમ કહે છે. ત્યાંના સારા-નરસા બનાવોમાં એ ભાગીદાર, બાપને ત્યાંના બનાવોમાં મન ભલે ખેંચાય પણ ભાગીદારી નહિ. આ જાણવા છતાં જમાઈને શોધીએ, ચાંલ્લો કરી વિવાહ કરીએ, માંડવો બાંધી લગ્ન કરીએ, આ બધું કરીએ છીએ એ શાથી ? કન્યાને ઘેર ન રખાય એ લોકવ્યવહાર તમારા મગજમાં જચેલો છે. જ્યારે લોકવ્યવહારનું આવું સાદું વાક્ય તમારી પાસે વાજાં વગડાવે, વિવાહ કરાવે, તો પછી જે વખતે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના કલ્યાણ માટે ધર્મને જ તત્વ ગણે, સદ્ગતિની અભિલાષાવાળો થાય, મોક્ષ સાધવામાં તૈયાર થાય, તે શું ન કરે? લોકવ્યવહાર કરતાં તો આ દશા હજારોગણી ઉત્તમ છે ને ક્ષાયિક સમીતિઓ પોતાની સ્ત્રીઓને, પુત્રપુત્રીઓને વાજતે ગાજતે શી રીતે દીક્ષા અપાવી શક્યા હશે તે આથી સમજાશે. જ્યારે લોકવ્યવહારથી આપણે છોકરાછોકરીને વાજતે ગાજતે પરણાવીયે તો પછી તીર્થકર, ગણધર, કેવળી તથા શાસ્ત્રોનાં વચનોથી સમકીતિ આવો તૈયાર થાય એમાં આશ્ચર્ય શું? એ સમીતિ વિચારે કે છોકરીને જ્યારે પારકે ઘેર જ મોકલવી છે તો યોગ્ય સ્થાને કેમ ન મોકલવી ? એ જ રીતિએ પેલા શેઠીયાએ વિચાર્યું કે લક્ષ્મી જ્યારે હવે સ્વચ્છંદપણે ચાલી જવાની છે તો હું જ એને એવે સ્થાને મોકલી દઉં (ગોઠવું) કે જેથી સ્વચ્છંદપણું