________________
૧૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
શક્તિ એની ઉપર કર્મનો હલ્લો ચાલી શકતો નથી. તેથી નિગોદિયા કોઈ દિવસ નીચે ઉતરતાં નથી, નીચેના ઉપર ચઢી જાય પણ ઉંચેના નીચે નથી ઉતરતા તેથી એ શક્તિ નિત્ય. એ જે અનંતમાં ભાગની શક્તિ એ જ જઘન્યમાં જઘન્ય જ્ઞાનશક્તિ આગળના અસંખ્યાત ભાગ જેટલી સ્પર્શશક્તિ ઉપર કર્મનો હલ્લો ચાલી શકતો નથી, હવે વિકાસ થાય ? વિકાસનું સાધન હોય ત્યાં વિકાસ થાય, ત્યાં તે નથી. એ વિકાસ ન પામે એમાં નવાઈ નથી, નવાઈ એના વિકાસમાં છે. આંધળો દેખે એમાં નવાઈ, ન દેખે તેમાં નવાઈ શી? જગતમાં પૈસાની ભાગીદારીની કંપની છે પણ આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોશ્વાસ વિગેરેની ભાગીદારીની કંપની હોતી નથી-એવી કંપની જગતમાં દેખી ? ક્યાં ? સૂક્ષ્મ એકેંદ્રિય નિગોદિયામાં !
એક સરખો આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોશ્વાસ એવા અનંતા જીવો એક સરખી સામગ્રીવાળા, તેમાંથી એકાદ જીવ કર્મને તોડનાર નીકળે, બાકી બધા બાંધે છે. એકેંદ્રિય સૂક્ષ્મમાંથી જીવ બાદરમાં આવે એ નવાઈ છે, જેમ આંધળો દેખે અને બહેરો સાંભળે તેમાં નવાઈ છે. સાધનો છતાં આપણા માટે કર્મો તોડવા મુશ્કેલ છે તો સાધન વગરનામાંથી કર્મ તોડનાર નીકળે એ નવાઈ નહિકર્મનો હલ્લો તેની ઉપર ચાલી શકતો નથી એવી જે શક્તિ છે તેથી સૂક્ષમ એકેંદ્રિયપણું અનાદિ અનંત માનવું પડે. ચોર ક્યાં ન જાય? કાં તો દરિદ્રનારાયણને ત્યાં અને કાં તો ચક્રવર્તીને ત્યાં. દરિદ્રનારાયણને ત્યાં જઈને કરે શું ? ચક્રવર્તીને ત્યાં જઈને કરી શકે શું? એવી રીતે સિદ્ધપણું પ્રાપ્ત થયું, કર્મ માત્ર બાળી નાંખ્યાં (ભસ્મીભૂત કર્યા) કર્મ હલ્લો કરી શકે શી રીતે ? આ રીતે આ બે સ્થાન પર કર્મથી હલ્લો થઇ શકતો નથી. તૃષ્ણાનો છેડો ક્યાં?
દુનિયાના બીજા સુખો દુઃખોવાળા છે. આ જીવ એવું સુખ નથી માગતો, મળ્યા પછી જેમાં ઇચ્છા રહે નહિ એવું સંપૂર્ણ સુખ માગે છે, ભોજનમાં બે પાંચ લાડુ ખાધા પછી આડો હાથ ધરીએ છીએ પણ લોભમાં એ હાથ આડો આવતો નથી. પેટ આડો હાથ લાવે છે પણ દલાલણ (જીભ) આડો હાથ લાવતી નથી. લોભદશા લગીર ઉભી થઈ તો એનો છેડો જિંદગીના છેડે સમજવો, તૃષ્ણાનો છેડો જિંદગીના છેડા વગર થતો નથી, તે વાત કપિલ મુનિનું દૃષ્ટાંત બરાબર પુરવાર કરે છે.
કપિલનું દ્રષ્ટાંત ! | કપિલ નામનો એક બ્રાહ્મણ હતો. બાપ મરી ગયો, માતા છે, પોષણ શી રીતે કરવું? એના બાપનો એક ઉપાધ્યાય મિત્ર હતો જે પોતાને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવતો હતો. કપિલની