________________
૧૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫ છે. એ વરસાદ થયા પછી દશ હજાર વર્ષ સુધી બીજો વરસાદ ન થાય તો પણ ચાલે, આટલું છતાં પણ મગ જેવો નાનો કાંકરો ભીંજાય નહિ. જઘન્યમાં જઘન્ય સ્થિતિ એવી હોય કે જેની ઉપર હલ્લો થઈ શકે નહિ. જ્ઞાનદર્શનની જઘન્ય સ્થિતિ એટલી બારીક છે કે જેની ઉપર કર્મનો હલ્લો થઈ શકે જ નહિ. સૂક્ષ્મ એકેંદ્રિયના પહેલે ક્ષણે જે જ્ઞાનની શક્તિ છે જે જ્ઞાનનો અંશ છે એ અવરાતો નથી. ત્રણે જગતના જીવોને વળગેલા જ્ઞાનાવરણીય કર્મો એકઠાં કરીએ, વળી જગતનાં છૂટાં કર્મપુદ્ગલો જ્ઞાનાવરણીયપણે પરિણમીને એ પણ તેમાં ભળી જાય, આ બધા ત્યાં વળગે તોયે એ જ્ઞાનનો અંશ કોઈ દિવસ અવરાય નહિ. સૂમ એકેંદ્રિયપણામાં આ જીવ અનાદિથી કેમ રહી શક્યો? ન વધ્યો કે ન ઘટયો એ શાથી? વધવાના સાધનો નથી અને હલ્લો થઇ શકે તેમ ન હોવાથી ઘટવાનું નથી એવા પ્રશ્નો હોય ? કેમકે આંધળો ન દેખે, બહેરો ન સાંભળે એમાં નવાઈ નથી, આંધળો દેખે અને બહેરો સાંભળે તેમાં નવાઈ! અજબ ભાગીદારીની કંપની !
સૂક્ષ્મ એકેંદ્રિયપણામાં અજ્ઞાન છે. મન, વચન તે ત્યાં છે જ નહિ. માત્ર કાયા છે તે પણ કેવી? અનંતા જીવો એકી સાથે ઉદ્યમ કરે (વારા ફરતી નહિ) તેવી, જુદા જુદા ટાઈમે મહેનત કરે, તો કાર્ય ન થાય તેમાં નવાઇ નથી. શાસ્ત્રકારે અનંતકાયમાં અનંતાજીવની એકી સાથે ઉત્પત્તિ કહી છે, અને તેઓ આહાર કરવાનો તથા શરીર બાંધવાનો પ્રયત્ન પણ એકી સાથે કરે છે. પ્રશ્ન થશે કે આ શરીર કેવું બનવું જોઇએ ? આ શરીર નજરે કેમ દેખાતું નથી ? બાદર પૃથ્વીકાયનું શરીર દેખી શકીએ નહિ પણ એ સંખ્યાતા અસંખ્યાતા જીવો એકઠા થાય એ તો દેખાવા જોઇએને ! કેમ દેખાતા નથી? સૂક્ષ્મ પૃથ્વીકાય સૂક્ષ્મ નિગોદિયાના અસંખ્યાતા શરીર એકઠા થયા હોય તો પણ દેખી શકીએ નહિ. એક ન દેખાય પણ અસંખ્યાતા કેમ ન દેખાય ? ભાષાવર્ગણાના પુદ્ગલો જથ્થામાં છતાં કેમ દેખાતા નથી? સિંહનો અવાજ ભલે સંભળાય પણ શબ્દના પુદ્ગલો દેખાતા નથી. વાયરો સજ્જડ વાય છે છતાં દેખાય છે? નહિ ! બાદર એટલે આંખે દેખાય એવી વ્યાખ્યા કરી ત્યારે પ્રશ્ન થશે કે વાયરાનો જથ્થો નથી દેખાતો માટે એને બાદર ગણવો જ નહિ? ના ! એમ નહિ. એ તો ચોક્કસ થયું કે સિંહનો અવાજ થાય છે, વાયરો ઝાડ હલાવે છે માટે એ છે તો સ્થૂલ પદાર્થ પણ આપણી ચક્ષુમાં તેવાં સાધન ન હોવાથી આપણે દેખી શકતા નથી. સૂક્ષ્મ કયા કહેવાય? અસંખ્યાતા એકઠા થાય તો પણ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શથી માલુમ ન પડે. આવી સ્થિતિવાળા શરીરો તે સૂક્ષ્મ કહેવાય. સૂમની આવી જાય ત્યારે તેનું શરીર કેટલું? . આગળના અસંખ્યામાં ભાગ જેટલું. અનંતાજીવ મહેનત કરે અને સૂક્ષ્મ શરીર બનાવે તે આગળના અસંખ્યાતમાં ભાગ જેટલુ. આ ઉપરથી ત્યાંના એક જીવની શકિત કેટલી ? આટલી ઓછામાં ઓછી