________________
૧૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫ ઇચ્છા કેવા સુખની છે?
સૌ કોઈ સુખ તો માગે છે પણ તે કેવું માગે છે? જેમાં દુઃખ મળેલું ન હોય તેવું, આપણે ગળપણ ખાવા ધારીયે તો એકલા ગોળ કે સાકરના કકડા ખાતા નથી પણ લોટ, ઘી, વિગેરે ભેળવીને ખાવા માગીએ છીએ-ખાઈએ છીએઃ મીઠાની (ગળપણની) સાથે બીજા સ્વાદની ઇચ્છા થાય છે પણ અહીં તો સુખની સાથે જરા દુઃખ પણ હોય તો ઠીક, એવો વિચાર આવતો નથી, એટલું જ નહિ પણ અમુક દિવસ સુખ મળે પછી દુઃખ મળે તો ઠીક નહિ તો સુખનું અજીર્ણ થશે' એમ પણ વિચાર આવતો નથી. ગળપણની સાથે પણ દાળ જોઇએ છીએ તેટલી પણ દુઃખની ઇચ્છા થતી નથી. આ જીવ એવું સુખ માગે છે કે જે દુઃખ (જરાપણ દુઃખ) થી મિશ્રિત ન હોય અને પાછું જવાવાળું ન હોય. મળેલા સુખમાં જો દુઃખ આવે તો પહેલાનું સુખ પણ દુઃખરૂપ લાગે છે.
ચાલતો મુસાફર, તડકો ચઢશે તો દુઃખ વધશે એ કારણે ઝાડ નીચે પથારી કરી છાયાના સુખને ભોગવતો નથી, અને જો કોઈ એમ કરે તો તે મૂર્ણો ગણાય છે. દુનિયાદારીમાં દેવું કરીને પણ મોજ માણી શકાય છે પણ તેવું કરનાર કેવો ગણાય ? એ રીતે ઉડાવાતી લીલાલહેરને આપણે લીલાલહેર કહી શકતા નથી. એ જ રીતે આપણે પણ દુઃખ દેવાવાળા સુખમાં લીન થતા નથી. આપણે તેવું સુખ માગીએ છીએ કે જે પાછળથી નાશ પામનારું હોય નહિં. આપત્તિ તેમજ સંપત્તિ મોટાને જ હોય છે, નાનાને એવું કશું હોતું નથી. જગત તરફથી સૂર્યચંદ્ર સારા અને ખરાબ બેય આશીર્વાદ મેળવે છે. દરિયામાં પૂર ચઢાવી કંઈ લોકને તાણી મૂકે છે પણ એ, તાપથી કંઈને હેરાન કરે છે પણ ગ્રહોને કોઈ તરફથી આપત્તિ નથી. નાના નિરાંતે બેસે છે એની નિરાંત મનમાનીતી એને વધવાનું હોતું નથી, જગતનો આશીર્વાદ પણ તેઓ મેળવી શકતા નથી. વચલી સ્થિતિ હંમેશાં ટકી શકતી નથી. જો વધારે સુખ (વચલું) હોય તો ખસી જાય. ન ખસે કહ્યું સુખ ? જઘન્ય તેમજ ઉંચું સુખ ખસે નહિ. કર્મ કયાં હલ્લો કરી શકતું નથી ?
ચેતનાથી સંપ્રાપ્ત સુખ, સંપૂર્ણ અને શાશ્વત્ સુખ કોઇ દિવસ ખસતું નથી. આત્મામાં ઉંચામાં ઉંચી સ્થિતિ કઈ ? મોક્ષ. એ સ્થિતિ નિત્ય છે. નીચામાં નીચી સ્થિતિ સૂક્ષ્મ એકેંદ્રિય નિગોદિયાપણું. મોક્ષ અને નિગોદ બે સ્થાન જ નિત્ય હોઈ શકે. ઓછામાં ઓછા પ્રમાણવાળા સ્થાન પર હલ્લો હોય નહિ, વરસાદ પહાડ ભેદે, શીલા ભેદે, પણ ઝીણી કાંકરીયોને ભેદી શકે નહિ કેમકે બંદ કરતાં પણ કાંકરી નાની હોવાથી તેની ઉપર હલ્લો થઈ શકતો નથી. પહાડ મોટા રહ્યા તેથી વરસાદની ધારા તેને ભેદી શકે છે. પુષ્પરાવર્ત મેઘ (વરસાદ) એક વખત વરસ્યો હોય તો તેનો કસ દશ હજાર વર્ષ સુધી રહે