________________
૧૩૯
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૧-૩૫ ........................................ •••••••••••••••••••••••••••••••••••••••••••• કારણ બને ત્યારે કાળો વેષ પહેરે, ઘી ન ખાય, વરઘોડા વિગેરેમાં ન જાય એ બધું શાને અંગે ? પાડોશી કે સગામાં લગ્ન હશે તો ત્યાં પણ ભાગ લેશે નહિ. દુનિયાના કોઇપણ હર્ષોત્સવમાં એ ભાગ લેશે નહિ. આ રીતે છોડનાર શાને લીધે છોડે છે ? છોકરો અગર કુટુંબી ગયો તેને લીધે એ બધું છોડે છે. ઇષ્ટના વિયોગથી આવી પડતા અનિષ્ટથી આ રીતે છોડાય તે દુઃખગર્ભિત વૈરાગ્ય. આ વાતનો પણ અનર્થ ન કરતા. જે બાદ વિધવા થાય તે સારા વસ્ત્રાલંકાર ન પહેરે ત્યાં દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય નહિ પોતાને શીલ પાળવું છે તેથી સારાં વસ્ત્રાલંકારની સજાવટથી તો પોતાના બાર વાગી જશે, સારાં વસ્ત્રાલંકાર શીલમાં નુકશાન કરનાર છે, તે શીલરત્ન હરાઈ ન જાય એ માટે વિધવાની એ પ્રવૃત્તિ છે ત્યાં દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય નહિ. અહીં પણ આર્તધ્યાનાદિ થાય તેને તે સ્વરૂપમાં જ ગણાય. વિધવા થયા પછી તરત અમુક કાળ દહેરે, ઉપાશ્રયે ન જવું એનો અર્થ શો ? આર્તધ્યાનમાં ડુબેલી હોવાથી પ્રવૃત્તિ બીજા કામમાં નથી પણ ધર્મની જ પ્રવૃત્તિ છોડવામાં આવે એ અજ્ઞાનતા સિવાય બીજું શું કહેવાય? પોતાના છોકરાને ટાઢ, તાપ વિગેરે કેવાં લાગતાં હશે એ વિચારમાં જ માતા અંધ થયાં છે અને એમણે હજાર વર્ષ આ રીતે રોઇ રોઇને કાઢ્યાં છે. રોવાથી જ ચસુની સ્થિતિ પડલવાળી થઈ ગઈ છે. પોતાની માતા મરૂદેવાની આ સ્થિતિ ભગવાન શ્રી ઋષભદેવજીની ધ્યાન બહાર છે એમ નથી. પહેલી વાત પોતાના આત્માના ઉદ્ધારની છે. બીજી વાત ! તે આર્તધ્યાનમાં ધર્મધ્યાનની જડ કેવી રીતે ?
આ માતા જેટલો રાગ કરે છે, એમાં જ ધર્મધ્યાનની જડ રહેલી છે. આર્તધ્યાનમાં છતાં એની જડ ધર્મધ્યાનમાં ? શી રીતે ? એક મનુષ્ય દીક્ષા લેવા તૈયાર થયો, તેના સગાવહાલાએ બખેડો કર્યો, પેલો દીક્ષાભિલાષી પાછો ન પડયો અને દીક્ષા લીધી. વખત પસાર થયા પછી પેલા બખેડ કરવાવાળા જ વાંદવા આવે છે, પોતાના ગામ પધારવાની વિનંતિ કરે છે, અને ગામમાં આવ્યા બાદ વહોરવા આવવાની વિનંતિ કરે છે. દીક્ષિત પણ બીજા કરતાં સગાસંબંધીને જલ્દી છાપ પાડી શકે છે. જેને રાગ નથી, બીજું કાંઈ પણ કારણ હોય તેવાને ધર્મમાં આડે આવવાનું કારણ નથી. વચલાને કર્મબંધનું કારણ જ થાય છે. બખેડો કરનાર જ શાતા પૂછવા આવે છે અને દીક્ષિતના કહેવાથી સામાયિક, પૂજાદિ સાવૃત્તિમાં જોડાય છે. મરૂદેવા માતા હજાર વર્ષ સુધી રોયાં, અંધ થયાં, તે વખતે જ્યારે ભગવાન શ્રી ઋષભદેવજીને કેવળજ્ઞાન થયું છે ત્યારે એમની એ અનુપમ આત્મ-સમૃદ્ધિ દેખાડવા ભરત મહારાજ પોતાની દાદીને (માતા મરૂદેવાને) હાથીના હોદે બેસાડીને લઈ જાય છે. હજી માતા કાંઇ ભગવાન તરીકે માની જતાં નથી, પોતના છોકરાને જોવાની ભાવના છે. મમતા ખસી નથી. મોહ એક પક્ષીય હોય છે. હવે ભરત મહારાજ માતાને કહે છે કે “માતાજી! આપ મને રોજ ઠપકો આપતા કે મારો છોકરો