________________
,
,
,
,
,
૧૪)
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫ દુઃખી થાય છે અને તું મોજ કરે છે તો હવે જુવો કે મોજ કોણ કરે છે? પુત્રને જોવાના હર્ષાશથી પડળ ખસી જતાં અંધત્વ ચાલ્યું ગયું. કાચી બે ઘડીમાં કેવળજ્ઞાન !
ભગવાન ઋષભદેવજીની દિવ્ય સમૃદ્ધિ જોઈ માતાને એમ થાય છે કે- “આ આવી મોજ ઉડાવે છે અને મને ખબર પણ કહેવરાવતો નથી. રોઈ રોઈને મરી રહી છું એની એને પરવા પણ નથી. ભરતચક્રી પાસે ભલે દેવતાઓ હોય પણ તે સામાન્ય. જ્યારે વૈમાનિકના ઈદ્રો પણ આની સેવામાં હાજર છે છતાં ખબર પણ ન મોકલે ? ત્યારે આ છોકરાને મન તો હું “મા' નહિ? જો મા ગણત તો હજાર વર્ષમાં મને ખબર પણ ન મોકલત? ત્યારે તો માં છોકરો, છોકરો' કર્યા કરે એ ગાંડીને ! આવો સ્નેહ કર્યો શું કામ લાગે ?” માતાને ભાન આવ્યું, અને મોહ ટળ્યો. વસ્તુ હેરાન કરનાર નથી પણ સ્નેહ હેરાન કરનાર છે. વસ્તુ નાશ થાય તો માલિકને જ શોક થાય છે. એક વસ્તુને એક ક્ષણે એક પોતાની માને, વળી બીજી ક્ષણે બીજો પોતાની માને છે. વસ્તુને જે પોતાની માને છે તેને જ મોહ થાય છે. વસ્તુ નાશ પામે ત્યારે એની પ્રત્યે મોહવાળાને શોક થાય છે. મરવાનું મોહવાળાને છે. બસ ! આવા વિચારો માતાએ કર્યાઃ માતા મરૂદેવા વચિારસરણીમાં આગળ વધ્યાં. “મોહેજ મને આંધળી કરી આટલી હેરાન કરી ! આ મોહ કેવો ? ક્યારનો ? જ્યારનો મોહ ત્યારનું દુઃખ ! મોહ રહે ત્યાં સુધી દુઃખ નક્કી રહે છે. મોહ રહેશે ત્યાં સુધી દુઃખ થવાનું જ ! કોના છોકરા ? કોની માતા “બસ! આ વિચારસરણીમાં આરોહણ કરતાં કાચી બે ઘડીમાં તીવ્ર વૈરાગ્યથી વીતરાગપણું, કેવળજ્ઞાન, કેવળદર્શન મેળવી લીધાં. એ ટકવાના ક્યાં સુધી ? યાવત્ કાલ સુધી ક્ષાયિક સમ્યકત્વ, વીતરાગપણું, કેવળજ્ઞાન, કેવળદર્શન એ અપૂર્વ વસ્તુઓ આ જીવ બે ઘડીમાં મેળવી શકે છે, અને એ વસ્તુઓ પાછી જવાની નથી, નાશ પામવાની નથી, ઘટવાની નથી. કહેવાનું તાત્પર્ય કે જન્મોજન્મ માલ મિલકત, કુટુંબાદિ, મહેનત કરી કરી મેળવ્યાં અને આંખ મીંચાતાં મિનિટમાં મૂકી દીધું તો એવી મહેનત કરવા કરતાં, જેનું ફળ કદી નાશ ન પામે એવી મહેનત કાં ન કરવી ?