________________
૧૩૮
શ્રી સિદ્ધચક્ર
તા.પ-૧-૩૫ અંતર્મુહૂર્તનો છે. બરાબર મહેનત થાય, ક્ષાયિક ઉપાર્જન કરાય તો તે કદી જવાનું નહિ. બે ઘડીનું વીતરાગપણે કેવળજ્ઞાન મેળવી આપે છે. સાયિક ભાવે મેળવેલું વીતરાગપણે કેવળજ્ઞાન, દર્શન મેળવી આપે છે. ક્ષાયિક સમ્યકત્વનું ફળ કદી જવાનું નહિ. મરૂદેવા માતાને અંધત્વ શાથી થયું?
અહીં શંકા થશે કે ક્ષાયિક સમ્યકત્વ અંતર્મુહૂર્તમાં આટલું ફળ આપે છે તો લાંબા કાલ સુધી સાધુપણું પાળનારા સમ્યકત્વવાળા કેમ રખડે છે ? શ્રી ઋષભદેવજી ભગવાનને દીક્ષા લીધા પછી કેવળજ્ઞાન માટે હજાર વર્ષ મહેનત કરવી પડી શ્રી મહાવીર ભગવાનને સાડા બાર વર્ષ મહેનત કરવી પડી ને એટલો કાળ એમની છ સ્થાવસ્થા જ છે ને ! એ જ ભગવાને જણાવ્યું કે ઉત્કૃષ્ટભાવના તથા વીર્યવાળો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન, કેવળદર્શન બધું પ્રાપ્ત કરી શકે છે અને માતા મરૂદેવાનું દૃષ્ટાંત એ વાતને સિદ્ધ કરે છે. તેઓ હાથીના હોદે પોતાના પુત્રને જોવા માટે સમવસરણમાં આવે છે ત્યાં સુધી તો “મારો છોકરો' એ જ બુદ્ધિ હતી, દેવની કે તીર્થકરની બુદ્ધિ ન હતી, એ પોતાનો છોકરો સુખી છે કે દુઃખી એ જ ચિંતા એમને કાયમ હતી રોઇરોઇને એ ચિંતાએ તો આંધળા થયા છે. ભગવાન દીક્ષા લઈને ગયા પછી એ જ કારણે માતા ચિંતાથી અને રડવાથી આંધળાં થયાં છે. લાખો પૂર્વ સુધી 28ષભદેવજી પાસે હતા ત્યાં સુધી અફસોસ ન હોતોઃ લાખો પૂર્વની અપેક્ષાએ હજાર વર્ષ કઈ ગણત્રીમાં ? ચોરાશી લાખને ચોરાશી લાખ ગુણીએ ત્યારે એક પૂર્વ થાય. એવા લાખો પૂર્વની જિંદગીવાળાને હજાર વર્ષ શા હિસાબમાં ! માત્ર હજાર વર્ષ ઋષભદેવજી છેટા રહ્યા તેમાં તો માતા અંધ થયાં. આ આર્તધ્યાન કે બીજું કાંઈ ? પુત્રની ચિંતાએ ખાવાપીવાનું પણ સૂઝતું નથી ! પત્ર ભરત ચક્રવર્તી છે. એ દાદીને ઘણું આશ્વાસન આપે છે છતાં માતાને સંતોષ થતો નથી. દુઃખગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય ?
| દુઃખગર્ભિત વૈરાગ્ય કોનું નામ? આપણે આજે દુઃખગર્ભિત વૈરાગ્ય તેને કહીએ છીએ કે સંસારમાં દુઃખી હોય તે દીક્ષા લઈ લે તો બાહુબલિજીએ દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લીધી એમ ? સગર ચક્રવર્તએ પોતાના સાઠ હજાર પુત્રોનાં મરણ થવાથી દીક્ષા લીધી, સનત્કુમારે શરીરને સડેલું દેખી દીક્ષા લીધી, એ બધાને દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવા ? એ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. વિષયોની પ્રાપ્તિ માટે વસ્તુને છોડે, વિષયોના વિયોગે થતા શોકથી વસ્તુ છોડે તેનું નામ દુઃખગર્ભિતિ વૈરાગ્ય ભલે પોતે રાણી હોય, પણ કુંવર મરી જાય તો શેર બધી સામગ્રી છતાં તેનો એ ઉપભોગ કરતી નથી, મિષ્ટાન્ન ખાશે નહિ, સારાં વસ્ત્ર કે ઘરેણાં પહેરશે નહિ કહો ત્યાગના પરિણામ છે ? નહિ. જ્યારે કુટુંબમાં શોકનું