________________
૧૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩પ
માર્ગ કરીને જ આવે છે. પછી જેવો લક્ષ્મી મેળવનારાઓનો શોખ ! જેને બંગલા બંધાવવાનો શોખ હોય તે પોતાના પૈસામાંથી બંગલા બંધાવશે, તો કોઈ વાડી બનાવરાવશે. જેને જે જે લાગણીઓ પરત્વે પ્રેમ હોય છે તે દિશાએ તેમનો પૈસો વહી જશે, પણ લક્ષમી કદાપિ સ્થિર રહેવાની નથી એ ખચિત માનજો ! જેને ધર્મની લાગણી છે તે પોતાની લક્ષ્મી પણ એ જ ધર્મના કાર્યમાં વાપરશે. દહેરાં બંધાવશે પાંજરાપોળો બંધાવશે કે તીર્થોદ્ધાર કરાવશે. ધર્મ ઉપર જેમની રૂચિ હશે તેના પૈસા ધર્મને માર્ગે વપરાશે અને જેમની રૂચિ બાગ, બંગલા, બગીચા પરત્વે હશે તેઓ તેમની લક્ષ્મી એવા કામોમાં વાપરશે. ધર્મિષ્ઠો કમાય છે પણ શું ધર્મદ્રોહીઓ નથી કમાતા ? ધર્મના દ્રોહીઓ પણ કમાય છે અને તેઓ પણ પોતાના પ્રિય એવા માર્ગોએ તે લક્ષ્મી વાપરે છે. લક્ષ્મી આવી કે તે નાચ્યા વિના રહેવાની જ નથી એની ખાતરી માનજો. અલબત્ત તમારું આંગણું કઈ દિશાએ છે તે એ સારી રીતે જોશે અને પછી જે દિશાએ એનું આંગણું હોય તે દિશાએ એ લક્ષ્મી નાચકૂદ જરૂર કરશે જ ! ધર્મદ્રોહી હશે તે નાટક, સિનેમા, ગાનતાન અને સોડાલેમનમાં તડામાર પૈસા ઉડાવશે, અને ધર્મનિષ્ઠ હશે તે પોતાના પૈસામાંથી દહેરા બંધાવશે, પાઠશાળા ખોલશે અને એવી જ બીજી ધાર્મિક પ્રવૃત્તિ કરશે ! જગતમાં આપવાનું તો સૌ કોઈ જાણે છે પરંતુ તેમાં એ ફેર ક્યાં છે ? દાનરૂચિમાં જ ! ભણેલાએ તો ભૂંડું કર્યું.
અહીં તમને એક ડાહ્યા ખેડૂતનું ઉદાહરણ આપું છું. એક ખેડૂત હતો. તેની પાસે બીજા ચાર, પાંચ ખેડૂત ભાઇબંધોના ક્યારા હતા ! આ ખેડૂત જરા ભણેલો હતો એટલે તે પોતાનામાં બીજા બધા કરતાં વધારે અક્કલ છે એમ માનતો હતો. બધા ખેડૂતોએ ચોમાસું આવ્યું એટલે પોતપોતાના ક્યારામાં બીયાં વાવવા માંડ્યા ! ડાહ્યાભાઈ પણ પોતાના ક્યારામાં વાવવા બી લઈ આવ્યા ! ડાહ્યાભાઈનો ભત્રીજો અંગ્રેજી ભણેલો હતો, વનસ્પતિશાસ્ત્ર શીખતો હતો. એક દિવસ તેણે સાયન્સમાંથી ગોખવા માંડયું કે બીયાં પાણીમાં પલળવાથી બોદાઈ જાય છે ! બીયાં પાણીમાં પળવાથી બોદાઈ જાય છે ! બીયાં પાણીમાં પલળવાથી બોદાઈ જાય છે.” ડાહ્યાભાઇએ આ વાક્ય સાંભળ્યું, તરત જ તેની તીક્ષ્ણ બુદ્ધિ જાગૃત થઈ. તેણે પોતાનાં સઘળા બીયાં બોદાઈ ન જાય એ માટે કઢાઈમાં નાંખ્યા અને શેકી કાઢયા! શક્યા પછી હોંશે હોંશે ડાહ્યાભાઈ બીયા ખેતર માં લઈ ગયા અને જમીનમાં વાવી દીધા ! વરસાદ પડયો, થોડા સમયમાં બીજા ખેતરોમાં તો મોટા મોટા તરું ઉગી નીકળ્યાં પણ ડાહ્યાભાઈનો ક્યારો તો જેવો ને તેવો જ ! તમારામાંના ઘણા દાન તો આપે છે પરંતુ તેઓ પણ આ ડાહ્યાભાઈના જેવું દાન આપનારા છે. તમારી પાસે કોઈ ટીપ લઈને આવે છે ત્યારે તમે પણ ડાહ્યાભાઈની માફક શેકીને વાવવા તૈયાર