________________
૧૩૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
બની જાઓ છો ! તમારી દાનત તપાસી જુઓ.
વિવાહસમારંભ કે બીજા એવા જ તમારા સામાજીક ઉત્સવોના કામમાં જે શબ્દ બોલતા નથી, જે શબ્દ યાદ પણ આવતા નથી તે શબ્દ હવે યાદ આવી જાય છે. ટીપમાં એકે દસ ભર્યા હોય, બીજાએ બાર ભર્યા હોય અને તમારો જ્યાં ચૌદ ભરવાનો વારો હોય તે તમે ગર્જના કરી ઉઠો છો ! “પૈસાની ખેંચ છે, માથે દિવાળી આવી છે, ભગાભાઇની બેંક ડૂબી ગઈ તેમાં ચાલીસ હજાર ડુલ થયા છે. અમથાભાઈ હજાર ઘાલી ગયા છે તે હજી આપતો નથી ઇત્યાદિ... તમારે ટીપમાં પૈસા ભરવા તો છે જ તમે આપવા તો માગો જ છો પણ આ બધો લવારો શા માટે કરો છો? એટલા જ માટે કે માગનારનું મોટું બંધ થઈ જાય અને તમારે ભાગે ટીપમાં ભરવાની રકમમાંથી ચાર ઓછા થાય ? પાઠશાળાઓ, ધર્મશાળાઓ, પાંજરાપોળો વગેરે કોણ ચલાવે છે ? તમે ને તમે જ ! તે ચલાવવાને કાંઈ બીજા કોઈ પૈસા નથી આપતા પણ તે છતાં આવો આવો લવારો કરી પાંચ પંદરની રકમ ઓછી કરાવો છો ! પછી પાછા શાહુકાર થઈને કહેશો કેઃ લ્યો પૈસાની તો આવી ખેંચ છે પણ શું કરીએ હવે તમે આવ્યા છો એટલે કાંઈ છૂટકો છે ! લખો મારા દસ!” પેલો બિચારો ટીપવાળો “જે મળ્યા તે લાભ” એ હિસાબ દસ તો દસ, તે પણ લઈને રાજી થાય છે અને માપવા માંડે છે ! બીજી બાજુએ તમે પણ રાજી થાઓ છો કે ચાલો જે ચાર બચ્યા તે ખરા ! ચાર રહ્યા પણ દસ ગયા !
આમ ચાર બચાવો છો ! ચાર બચ્યા એ વાત તો ખરી, પણ ચાર બચી ગયા પણ દસ ભર્યા તે એળે ગયા એ તમે સમજતા નથી ! સો ભરવાના હોય ત્યાં ૯૯ ભરીને ખુશી થાઓ છો પણ એ નવાણું નકામા જાય છે તેનો તમે ખ્યાલ જ નથી કરતા ! આવું દાન કાંઈ ઉકાળી શકે નહિ તેની ખાતરી રાખજો ! જે આવી રીતે દાન આપે છે તે આવતે ભવે કેવી રીતે પામી શકે? એટલા જ માટે શાસ્ત્ર દાનરૂચિને આગળ મૂકે છે. દાનરૂચિએ જે આપે છે તે કદી આવું નાટક નહિ જ કરે, તેની માન્યતા તો હંમેશાં એમ જ હોય કે મારે તો બધું આપી દેવું જોઈએ પણ શું કરું બધું નથી આપી શક્યો એ મારી કમનસીબી છે ! દાનરૂચિ વિનાના દાનથી મનુષ્યનું આયુષ્ય તમે મેળવી શકશો પણ દુનિયાદારીના સાધનરૂપ જે ભોગ છે તે દાનરૂચિ વિના કદી પણ મેળવી શકવાના નથી જ એની પાકી ખાતરી રાખજો. મનુષ્યનું આયુષ્ય પરાધીન છે તે ટકાવવા માટે જ દુનિયાદારીના ભોગો જરૂરી છે અને તેથી જ