________________
૧૩૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫ કર્મની સત્તા પણ મર્યાદિત છે.”
કર્મને તમારા દોષ વિના તમોને દુર્ગતિમાં મોકલવાની કશી જ તાકાત નથી ! માટે જ શાસ્ત્રકારો કહે છે કે કષાય સ્વભાવે પાતળા હોવા જોઈએ. તમારા ક્રોધાદિ ચાર કષાયો જો પાતળા હશે તો તમારી સદ્ગતિ ખૂંચવી લેવાની કર્મમાં કશી પણ તાકાત જ નથી. તમારા જીવનનું જ ઉદાહરણ લોઃ વરસાદનું પાણી છાપરેથી આવે છે અને જો છાપરું ધુમાડીયાવાળું હશે તો પાણી પણ ધુમાડીયાવાળું ગંદુ જ આવશે. પણ જો ઘર ઉપર અગાસી મૂકેલી હશે અને અગાસીમાંથી પાણી આવતું હશે તો એ પાણી નિર્મળ જ હોવાનું. એ જ રીતે આત્મા જ્યારે આયુષ્ય બાંધે છે તે સમયે કષાયની પરિણતિ અપ્રશસ્ત હોય તો આયુષ્ય પણ નરક, તિર્યંચનું જ બંધાય છે. આયુષ્યના પુગલો કર્મ કષાયદ્વારા એ મળેલા છે. તમે આયુષ્ય બાંધો છો. હવે એ આયુષ્ય કેવું છે તેનો વિચાર કરો. સ્વતંત્રતાની બાંગ તો પળેપળે મારવામાં આવે છે પણ સાચી પરતંત્રતાને તો કોઈ પીછાણી શકતું જ નથી ! જગતમાં પાણી, પૃથ્વી, વનસ્પતિ ઇત્યાદિ જોઈએ તેટલી વસ્તુઓ છે પરંતુ તે સઘળું કોને આધારે રહેલું છે કોઈને પણ આધારે નહિ ! પૃથ્વીને બીજી કોઈ પૃથ્વીનો આધાર જોઇતો નથી. પાણી આકાશમાં અદ્ધર રહી શકે અને સેંકડો ગાઉ હવામાં ને હવામાં ચાલે છે પવનને કોઇનો આશ્રય લેવો પડતો નથી ! પરંતુ મનુષ્યને ? મનુષ્યને એક પણ ચીજ વિના ચાલતું નથી. પાણી તો માણસને જોઇએ ! પવન તો કહે માણસને જોઇએ ! પૃથ્વી તો કહે માણસને જોઇએ ! અને છતાં મોઢે બાંગ મારવામાં આવે છે સ્વતંત્રતાની ! તમે સ્વતંત્ર છો? જો સ્વતંત્ર છો તો એક ઘડી તો આ વસ્તુઓ વગર ચલાવી જુઓ ! એક કલાક-પાંચ મિનિટ પણ તમારું જીવન આ બધા સાધનો વગર નથી ચાલી શકતું અને છતાં દાવો કરવો છે પૂર્ણ સ્વરાજ્યનો ! ! આયુષ્ય ટકે કેવી રીતે ?
મનુષ્યનું જીવન સાધન વિના ટકી શકતું જ નથી. આયુષ્ય બાંધ્યું તો તેની પાછળ આયુષ્ય ટકાવવાના સાધનોનું કર્મ પણ બાંધવું જ જોઈએ. જો એ કર્મ ન બાંધો અને માત્ર આયુષ્ય જ બાંધો તો તમારું આયુષ્ય ટકી શકવાનું જ નથી. આયુષ્ય ટકાવવા માટે તેના સાધનના કર્મ પણ બંધાવા જ જોઇએ માટે જ દાનરૂચિ કહી છે. ભોગના સાધનનું કર્મ બાંધવું જ પડે અને તે દાનરૂચિ વડે જ બંધાવા પામે છે, પણ તે સાથે દાન અને દાનરૂચિ વચ્ચેનો તફાવત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. દાન અને દાનરૂચિને એક માની લેશો તો દહાડો અને રાત બંનેને એક માની લેવા જેવું જ થશે અહીં એક ઉદાહરણ લોઃ લક્ષ્મીએ ચંચળ છે. કોઈપણ માણસ એ લક્ષ્મીને સ્થિર કરી શક્યું નથી અને ભવિષ્યમાં પણ કરી શકવાનું નથી જ એની ખાતરી રાખજો ! લક્ષ્મી આવે છે પણ તે સાથે જ તે જવાનો