________________
,
,
,
,
,
,
૧૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫ મરણ એ તો સિપાઇ છે. જેણે સારાં કર્મો કર્યા છે, જેણે જિંદગી વૃથા ગુમાવી નથી, તેને તો મરણ હર્ષટાણું છે એ તો જાણે છે કે દુર્ગતિ મળે એવું એક પણ કામ કર્યું નધી, સદ્ગતિ મળે એવાં કામો તો બહુ કર્યા છે તો પછી મારે ભય શા માટે જોઇએ ? ચૌટે, બજારે, સેંકડો સિપાઇઓ ફરે છે. ખૂન થાય છે પણ શાહુકારો તેથી ડરીને ત્યાંથી ભાગી જતા નથી ! ચોરે ઉભેલો નિર્દોષ માણસ પોલીસની ફોજ નિહાળીને ગભરાતો નથી. તે જાણે છે કે હું કાંઈ કેસમાં સંડોવાયેલો નથી એટલે મારે બીવાની જરૂર નથી ! તેજ પ્રમાણે દુર્ગતિ આપનારા કારણોમાં જે સપડાયો નથી તે મરણથી ભય પામતો નથી! તમે રાજ્યમાં દસ લાખનું ઝવેરાત ધીરેલું છે. હવે એમ માનો કે તમોને હાજર કરવાને માટે એક રામન્સ તમારા પર આવે છે અને બીજો સમન્સ એક વિશ્વાસઘાતી પર આવે છે. સમન્સમાં બંનેને હાજર થવાનો હુકમ છે. એ હુકમથી શાહુકારને તો આનંદ જ થવાનો છે ! મરણ એ પણ એક જાતનો સમન્સ છે.
શાહુકારને આનંદ કેમ થાય છે વારૂં ? રાહુકાર જાણે છે કે આપણા પૈસા તો નહી ઘયા છે! તે વહેલો વહેલો કપડાં પહેરી દરબાર તરફ દોડે છે અને પેલો પાજી માણસ સમન્સ જોતાં જ કરી જાય છે. મરણ એ પણ સમન્સ છે. જેણે આખા જીવનમાં સારાં જ કૃત્યો કર્યા છે, જેણે સદ્ગતિ મળે એવા જ કર્તવ્યો આદર્યા છે તેને મરણરૂપી સમન્સધી ક્ષોભ શાનો થાય ? તે તો પેલો ઝવેરી રાજી થાય છે તેમ અવશ્ય રાજી જ થવાનો ! ઝવેરી સમજે છે કે મારે પૈસા પાક્યા છે, તે જ પ્રમાણે શુભ કૃત્યો કરનારો પણ સમજે છે કે આપણા સારા કૃત્યોનો બદલો મળવાનો વખત હવે આવી પહોંચ્યો છે. એથી જ તેને મરણનો સમન્સ મળતાં જ આનંદ થાય છે ! આ સમન્સ મળતાં નારાજ થાય છે તે તો પેલો ચોર જ હોઈ શકે, તેના પોતાના કર્તવ્યો ઉપર વિશ્વાસ નહિ જ હોવો જોઈએ. પરીક્ષક પાસ નાપાસ કરે છે, પણ પાસ નાપાસ થવાનો આધાર તો છાત્રોની શિક્ષા ઉપર જ છે તે જ પ્રમાણે ઈ રૂપી પરીક્ષક તમોને સારી યા નરસી ગતિ આપી શકે છે પણ તે તમારા કર્તવ્યોને અનુસરીને જ. આ કર્મપરીકની પણ તાકાત નથી કે તમારા કર્તવ્યો સારા હોય અને છતાં તમોને નરસી ગતિમાં ઢકેલી મૂકે ! તમારે તમારી મનુષ્યગતિ કાયમ રાખવી હોય, તમારે તમારી એ પૂંજીમાં વધઘટ ન થવા દેવી હોય, તમારી મૂડી તમારે સંભાળી રાખવી હોય, તો હવે માત્ર એક જ ઉપાય છે કે મેં તમોને આગળ કહેલી ત્રણ વાત તમારે પકડી રાખવી જોઇએ.