________________
૧૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
દુર્ગતિ ટાળી શકાવાની નથી, દુર્ગતિના પણ કારણો જાણવા જોઇએ અને એ કારણોથી દૂર રહેવું જોઇએ તો જ દુર્ગતિ આવતી ટાળી શકાય છે. જીવને જો કર્તવ્યપાલન વિના ધારેલી જ ગતિ મળતી હોય તો સારી ગતિ છોડીને ખરાબ ગતિ મેળવવાને કોણ જાય? બધા જ સારી ગતિ મેળવવાને માટે તૈયાર થઈ જાય ! પણ સારી ગતિ મેળવી લેવાની આશા કરો કે તરત જ સારી ગતિ મળી જાય એવું નથી. બધા જ પાસ થવાની આશા રાખે છે પણ પરીક્ષક કાંઈ જે પાસ થવાની આશા રાખે છે તે બધાને જ પાસ કરતો નથી. તે કાંઈ પોતાના ખીસામાંથી કાઢીને કોઇને માર્ક આપી દેતો નથી. વિદ્યાર્થીએ કેટલું કામ કરેલું છે. તે કામ ઉપર જ તેના પાસ, નાપાસ થવાનો અધિકાર છે. તે જ સ્થિતિ સારી યા નરસી ગતિની પણ છે. જો તમે સારી ગતિ મેળવવાના કર્મો બાંધ્યા હશે તો જરૂર તમોને સારી ગતિ મળશે અને જો તમે દુર્ગતિનાં કર્મો બાંધ્યા હોય તો દુર્ગતિ પણ તમારી સામે ઉભી જ રહેશે. “મરણનો ભય રાખવો નકામો છે.”
દુર્ગતિ કે સદ્ગતિ મેળવવી એ જો તમારા હાથમાં જ ન હોય તો પછી શાસ્ત્રકારોએ ઠોકીઠોકીને એમ શા માટે કહ્યું હોત કે દુર્ગતિથી ડરો ! દુર્ગતિથી ડરો ! દુર્ગતિથી ડરો ! જે વસ્તુ તમારા હાથની નથી તે વસ્તુ માટે જો તમને કોઈ ઉપદેશ આપતું રહે તે નક્કી સમજો કે તેઓ અક્કલ વિનાની વાતો કરે છે, ત્યારે શાસ્ત્રકારોની વાતો શું અર્થ વિનાની છે? નહિ જ એટલે જ માનવું પડે છે કે શાસ્ત્રકારો કહે છે તે ખરૂં જ છે અને દુર્ગતિ કે સદ્ગતિ મેળવવી તે આપણા હાથની જ વાત છે. મરણથી ભય રાખનારાઓ પણ આગામી ગતિની ફિલસુફીને જાણતા નથી એમ જ સમજો. મરણથી કોણ કરે છે? જે દુર્ભાગી હોય તે ! જે પાપી હોય તે મરણથી ડરે છે. ભાગ્યશાળીને યા પુણ્યશાળીને મરણથી ડરવાપણું છે જ નહિ. મૃત્યુ એ તો બિચારો પટાવાળો છે. પટાવાળા-સિપાઈ ચોરને બારણે પણ જાય છે અને ન્યાયાધીશને બારણે પણ જાય છે પણ એ પટાવાળાથી કોણ કરે છે? ચોર કે ન્યાયાધીશ? ચોર સિપાઇને જુએ છે ત્યારથી જ તેના મોતીયા મરી જાય છે ! અને ન્યાયાધીશ સિપાઈને જુએ છે કે પાઘડી લુગડાં પહેરીને ન્યાયાલયમાં જવાને તૈયાર થાય છે ! અને સિપાઈ ન્યાયાધીશની આગળ ચાલે છે. હવે તમે જ વિચાર કરો કે ડર કોને અંગે છે ? મૃત્યુને આનંદનો સમય માનો.
જો સિપાઈને અંગે જ ડર હોત તો તો સિપાઈને જોતાં જેમ ચોર ભય પામ્યો તે જ પ્રમાણે ન્યાયાધીશ પણ ભય પામ્યો હોત, પણ સિપાઈને અંગે ભય નથી, ભય છે તે કર્તવ્યોને અંગે છે. ચોર જાણે છે, કે મારા કર્તવ્યો બુરાં છે અને જેલ એ તેનો અંજામ છે, તેથી જ તે કંપે છે. એ જ પ્રમાણે