________________
આ
તા
.
.
.
.
.
.
.
.
.
.
.
૧૩)
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫ ઉગતો હોય તો કેવું સારું ? એની વિચારણા કરવી જેમ મિથ્યા છે તેમ નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ કે છેવટે મનુષ્યગતિ મેળવવાની વિચારણા કરવી એ પણ મિથ્યા છે.” હું કહું છું કે આવી વાતો બોલનારો જૈનશાસન શું છે તે જ સમજી શક્યો નથી અથવા જો તે એ વાત સમજી શક્યો હોય તો તે છુપાવે છે આવતો ભવ કેવો મેળવવો એ આપણા હાથની વાત નથી એવું તો તે જ બોલી શકે છે કે જેઓ ઇશ્વરના ગુલામીખતમાં સહી કરી ચૂક્યા છે. જૈનધર્મ એ સાચો સ્વતંત્ર ધર્મ છે. જૈનધર્મ તો પુકારી પુકારીને કહે છે કે આત્માને ફાવે તેમ ગમે તે શરીરમાં કે ગમે તે ગતિમાં ઘૂસી જવાનો તો અધિકાર જ નથી એ તો જેવા કર્મ તેવી જ ગતિ આત્માને મળે છે, અને તેથી જ તમારે જેવી ગતિ મેળવવી હોય તેવું વર્તન કરવાનો તમારો પૂરેપૂરો હક છે. પરીક્ષક, વિધાર્થીના કાર્યને આધીન છે.
તમોને એક સાધારણ ઉદાહરણ આપું છું. છોકરો પરીક્ષામાં બેસે છે તેને પાસ કે નાપાસ કોણ કરે છે ? તમે કહેશો કે પરીક્ષક વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરે છે, પણ તમે જરા વિચારપૂર્વક જવાબ આપશો તો તમે જ કબૂલ કરશો કે પરીક્ષકને વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવાની કશી જ સત્તા નથી. પરીક્ષક વિદ્યાર્થીએ આપેલા ઉત્તરોને આધીન છે અને એ ઉત્તરો જોઈને જ તે વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરી શકે છે. તમારો આત્મા એ પણ વિદ્યાર્થી છે એમજ સમજી લો. સ્વતંત્રપણે એને ગમે તે યોનિમાં અવતાર ધારણ કરવાની કશી જ સત્તા નથી. મનુષ્યગતિ, દેવગતિ કે બીજી કોઈપણ ગતિ તમે કેવાં કર્મો બાંધ્યા છે તેને આધીન છે. તમે જેવાં કર્મો બાંધ્યા હશે તેવી જ ગતિ તમોને મળવાની છે. વિદ્યાર્થી નિરંતર એમ ઈચ્છતો રહે કે હું પરીક્ષામાં પાસ જ થાઉં મારે નાપાસ થવું જ નથી તો એટલી ઈચ્છામાત્રથી જ તે પાસ થઇ જવાનો નથી એની ખાતરી રાખજો. તેણે પાસ થવા જેટલો અભ્યાસ કર્યો હશે તો જ તે પાસ થવાનો છે નહિ તો નહિ જ ! તે નાપાસ થવાનું નથી ઇચ્છતો તે છતાં જો તેણે અભ્યાસ જ ન કર્યો હોય તો જરૂર તે નાપાસ થવાનો જ છે એ જ સ્થિતિ સારી કેવા નરસી ગતિ મેળવવાને માટે પણ છે એટલું તમે ખાસ સમજી રાખો. સદ્ગતિ અને દુર્ગતિ શી રીતે મળે છે?
પણ સદ્ગતિ અને દુર્ગતિ મોઢેથી માત્ર પોપટ પંખીની માફક બોલવાના વિષયો નથી તે ધ્યાનમાં રાખજો. માત્ર “સદ્ગતિ સદ્ગતિ” એમ બૂમો પાડવાથી સદ્ગતિ નહિ જ મળે. સદ્ગતિ શી રીતે મળે એ જાણી લો અને એ કારણો જ્યારે અમલમાં મૂકો ત્યારે જ સદ્ગતિ મળે છે. તે જ પ્રમાણે દુર્ગતિની વાત પણ ધ્યાનમાં રાખજો. દુર્ગતિ નથી જોઇતી ! દુર્ગતિ નથી જોઈતી એ પ્રમાણે ખાલી બૂમ મારેથી