________________
૧૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
આ નયસારે મધ્યાહ્નકાળ થયા પછી પોતે ભોજન કરવાની તૈયારી કરેલી હોય અનેક ગાઉ સુધી માર્ગ બતાવવા માટે કરેલી મુસાફરી તેમના પરોપકારીપણાને અત્યંત ઉચ્ચ દશામાં મેલે છે. આ સ્થાને શ્રી નેમિચંદ્રસૂરિજીના મહાવીરચરિત્રમાં છે તે એવા સ્પષ્ટ પાઠથી તે નયસાર પોતે જ મધ્યાહ્નકાળ સુધી કાષ્ઠ કાપતો હતો એમ સ્પષ્ટ થાય છે, અને તે પોતે જ મધ્યાહ્ન સુધી કાષ્ઠ કાપવાના પરિશ્રમવાળો હોય તો તે નયસાર કેટલો થાકી ગયેલો હોવો જોઈએ એ હકીકત કાષ્ઠ કાપનારે દેખનારાઓની ધ્યાન બહાર હોય નહિ, તો તેવી અત્યંત થાકવાળી દશામાં ભોજન કરવા બેઠેલો શ્રી નયસાર વિધર્મ અને અપરિચિત સાધુઓને દાન આપે અને તેવો પરિશ્રમ છતાં અનેક ગાઉ સુધી બપોરના સખત તડકામાં સુવિદિત શિરોમણિઓને સાથે સાથે મેળવવા મુસાફરી કરે એ શ્રી નયસારની પરોપકારવૃત્તિતાની ખરેખરી કસોટી છે. આ સ્થાને કેટલાક શ્રી નયસારને કાષ્ઠ કાપવાનું અનુચિત ગણી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ કહેલા છેતયત: પ્રયોગનો અર્થ છેદાવતાં એવો કરવો એમ આગ્રહ કરે છે, પણ તેઓએ માત્ર તે પ્રયોગ ઉપર તેવો નિર્ણય કરતાં છેલ્ ધાતુ ચુરાદિ ગણમાં વૈધિકરણ એટલે દવા અર્થમાં છે એ જો ધ્યાનમાં લીધું હોત તો કાષ્ઠ છેદવાની વાતને અયોગ્ય રીતિએ ખોટી પાડી, છેદાવનારપણાના અર્થને માટે કદાગ્રહ કરતા નહિ. આ વિષય પ્રયોગની ચર્ચાનો નહિ હોવાથી તેને ગૌણ કરી વાચકે તો માત્ર એટલું જ લક્ષમાં લેવાનું છે કે આવી રીતે સખત મહેનત કરી થાકેલો માઇલોની મુસાફરી કરી સુવિદિત શિરોમણિઓને સાથે સાથે મેળવવામાં તત્પર થઈ પરોપકારની વૃત્તિમાં પરાકાષ્ઠાએ પહોંચેલો તે નયસાર હતો.
હવે તેજ ત્રિલોકનાથ ભગવાન મહાવીર મહારાજનો કર્મભૂમિમાં થયેલો બીજો ભવ જે મરીચિનો હતો તેને અંગે પરોપકારવૃત્તિતાનો વિચાર કરીએ.
જાહેર ખબર
ટૂંક સમયમાં પ્રગટ થશે.
નવાં છપાતા ગ્રંથો. ૧. તત્ત્વતરંગિણી.
૧. આચારાંગવૃત્તિ. ૨. લલિતવિસ્તરા.
૨. ઉપદેશમાલા અપરનામ પુષ્પમાલા. ૩. સિદ્ધપ્રભા બૃહદ્યાકરણ. ૩. તત્ત્વાર્થસૂત્ર શ્રી હરિભદ્રસૂરિ ટીકા.
૪. ભગવતીજી શ્રી દાનશેખરસૂરિ વૃત્તિ. શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.