________________
૧૨૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩પ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
•••••••••••••••••••••••••
તીઅમોપદેશના
દેશનાકાર)
ભજવતીકુ
સૂત્રો
'કાવતો
જs
હું
છું છું # $ $ $ $ @
૪ સોદષ્ટક,
શાસ્ત્રો સમજવાને બુદ્ધિ જોઇએ.
આ જગતમાં સ્વાર્થની જ્વાળાનો વિસ્તાર એટલા બધા મોટા પ્રમાણમાં થયો છે કે તેણે માણસની સારાસાર વિચારશક્તિને બાળી મૂકી છે અને તેથી જ જગત દુનિયાદારીના સુખ અને વૈભવની પાછળ ઘેલુંગાંડું થઈને રખડે છે પરંતુ તે આત્મકલ્યાણની લેશમાત્ર પણ પરવા કરતું નથી. આર્યોના વેદો લઈને વાંચો, ખ્રિસ્તીઓનું બાઇબલ જુઓ કે મહમદના કુરાનને તપાસો હરકોઈ ધર્મના શાસ્ત્રો આત્મકલ્યાણ સાધવા માટે પોતપોતાના અનુયાયીઓને અવશ્ય સૂચના આપે જ છે. અલબત્ત એ સઘળી જ સૂચનાઓમાં આત્મકલ્યાણનો સાચો માર્ગ રહેલો છે એમ નથી જ, પરંતુ દરેક પોતપોતાની બુધ્ધિ પ્રમાણે આત્મકલ્યાણનો ઉપદેશ આપે છે. આ ઉપરથી જણાય છે કે બધાએ આત્મકલ્યાણનો ઉપદેશ કરવો જોઈએ અને પોતે પણ તેનું યથાશક્તિ અવલંબન કરવું જોઇએ. આજે આવો પ્રયાસ નહિ થતાં તેનાથી ઉલટો જ પ્રયત્ન થાય છે, અને એવા ઉલટા પ્રયત્નોને પણ શાસ્ત્રોના વાક્યો મૂકીને ટેકો આપવામાં આવે છે એ સમાજની મોટામાં મોટી કમનસીબી છે. શાસ્ત્રો સમજવાને પણ શ્રદ્ધા અને બુદ્ધિ જરૂરી છે. શાસ્ત્ર કહે છે કે વરસાદ વરસતો હોય ત્યારે સાધુએ બહાર જવું નહિ, એ જ શાસ્ત્રકાર બીજી બાજુએ એમ કહે છે કે થોડો વરસાદ વરસતો હોય ત્યારે બહાર જવાને માટે વાંધો નથી. વસ્ત્રો ભીજાઈને ભોજનમાં પાણી ન જતું હોય તો તે સમયે બહાર જઈ શકાય છે. આ બંને વાતો એક જ શાસ્ત્ર કહે છે આટલું છતાં કોઇપણ બુદ્ધિમાનું માણસ એમ નહિ કહે કે આ શબ્દો પરત્વે શાસ્ત્ર પરસ્પર વિરોધી કથન કરે છે, સમજુ માણસો એમ જ કહેશે કે શાસ્ત્રની બંને આજ્ઞાઓ અનુકૂળ છે જ્યારે ઉત્સર્ગમાર્ગ કહેવાતો હોય ત્યારે ઉત્સર્ગ માર્ગ જ બતાવવામાં આવે છે અને જ્યારે અપવાદ કહેવાતો હોય ત્યારે અપવાદની જ વાતો થાય છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ બંને પરસ્પર વિરોધી લાગે છે. છતાં સમજવું