________________
૧ ૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
જો તેવી અવિધિ માત્રથી કાર્યની છોડવા લાયક સ્થિતિ માનવામાં આવે તો આ નયસારને થયેલું સમ્યકત્વ અને સાધુ મહાત્માઓએ કરેલી દેશના એ કાર્ય તિરસ્કાર લાયક જ થાય, પણ અવિધિ નિંદવા ને વર્જવા લાયક છતાં, પ્રમાદયોગે કથંચિત્ થયેલી અવિધિથી તે ધાર્મિક કાર્ય વર્જવાલાયક થઈ શકે નહિ, અને તેથી જ તે સુવિહિત શિરોમણિઓની દેશના અને નયસારની સમ્યકત્વ પ્રાપ્તિને કોઈ પણ શાસ્ત્રકારોએ ઉપર જણાવેલા અપવાદ કે અવિધિ છતાં પણ અયોગ્ય દેખાડી નથી.
કોઇક મનુષ્ય તો અવિધિ ટાળવાના ખપપૂર્વક વિધિથી કરાતા ધાર્મિક અનુષ્ઠાનોમાં કથંચિત્ અવિધિ થાય તો પણ તે ધાર્મિક અનુષ્ઠાનને શાસ્ત્રકારોએ ભાવધર્મ જણાવ્યો છે, અને અવિધિ ટાળવાનો કે વિધિને આદરવાનો ખપ ન કરે અને વાતા ધર્માનુષ્ઠાન આચરે તેને દ્રવ્યધર્મ તરીકે જણાવ્યો છે, એ વાત ધર્મસંગ્રહણીના મૂળ અને ટીકાના પાઠથી સ્પષ્ટ છતાં અને અનેક શાસ્ત્રોમાં નિરતિચાર-અનુષ્ઠાનોનો મહિમા જણાવવા છતાં પણ જે સાતિચાર અનુષ્ઠાનથી જ નિરતિચાર અનુષ્ઠાન થાય છે એમ સ્પષ્ટપણે જણાવવા છતાં તેને અનુસારે અવિધિ ટાળવાપૂર્વક વિધિનો ખપ કરવાની બુદ્ધિથી કરાતું અનુષ્ઠાન વર્જવા યોગ્ય નથી એવું કહેવામાં આવેલું હોય અને સ્પષ્ટપણે અવિધિનો નિષેધ જણાવવામાં આવેલો હોય છતાં પોતાની અણસમજને લીધે કે બીજા કોઈપણ કારણથી એમ સમજી લેવાની ભૂલ કરે કે વિધિની ઇચ્છાપૂર્વક અને અવિધિનો ત્યાગ કરવાની બુદ્ધિપૂર્વક કરાતા ધાર્મિક અનુષ્ઠાનમાં કથંચિત્ કર્મોદયે થતી અવિધિથી એ ધાર્મિક કાર્ય છોડવા લાયક નથી, એવો ઉપદેશ જે દેવાય તે ભક્તની શરમને લીધે તેની અવિધિ પંપાળવા માટે છે એમ ગણવું, બોલવું કે જાહેર કરવું તે શ્રદ્ધાળુને તો શોભે તેવું જ નથી, વળી કોઇ તો અવિધિ ટાળવા છતાં લાગી જતી હોય તો પણ ધર્માનુષ્ઠાન છોડવું નહિ એવા વિદિયા વરમ ૩સૂયવય વક્તિ ગીચત્થા પાછિત્ત ના વણ તદુર્થ અક્ષણ ગુયં એવી શાસ્ત્રની પ્રસિદ્ધતમ ગાથાને ન ગણકારતાં તે ગાથાને અનુસાર દેવાતા ઉપદેશને અવિધિ પંપાળવાનો ઉપદેશ ગણી સ્વચ્છંદપણે બોલે એટલું જ નહિ પણ અવિધિ ટાળવાનો સ્પષ્ટ ઉપદેશ છતાં પણ જેઓ શાસ્ત્રનો ખોટો પાઠ રજુ કરી આકસ્મિક કર્મોદયે થતી અવિધિની જગા પર અવિધિસ્થાપનનો પાઠ આપી લોકોને ભરમમાં નાખે તેવા ઉપદેશકોના વ્યાખ્યાનમાં કિંમત શી? પણ જેને સામાયિક શબ્દના લિંગનો ખ્યાલ ન હોય અને સામાયિક પારતી વખતે દેવાતા પુવ (પુવ) વાયત્ર ની જગો પર વિડ્યો લખે તેવી સ્થિતિમાં રહેલો મનુષ્ય સ્થાપન અને આકસ્મિક ભવન એ બેના ભેદને ન સમજે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી.