________________
૧ ૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
આહારદાનાદિક ભક્તિ રસોઇયા આદિ નોકર દ્વારા અને પાણી ગાળવું, ધાન્ય વણવું, શાક શોધવું વિગેરે ધર્મ રાખી શકે તેવાં કાર્યો, ઘાટી કે ભૈયા આદિ નોકરલારાએ કરતાં નજરે આવે છે, તો પછી તે નયસાર પોતાની સાથેના નોકરચાકરોને સાધુ મહાત્માઓને માર્ગ દેખાડવાનું નહિ ભળાવતાં પોતે જ જાતે તેઓશ્રીને જે માર્ગ દેખાડવા જાય છે તે જ તેમની પરોપકાર વૃત્તિની વિશિષ્ટતા જણાવે છે.
આ પૂર્વે જણાવ્યા પ્રમાણે તે નયસારની પરોપકારવૃત્તિની વિશિષ્ટતા એટલા માટે જણાવવી પડી છે કે સાધુ મહાત્માઓને તે નયસાર ધર્મ પામવાને લાયક લાગ્યો અને તેથી માર્ગે ચાલતાં પણ ધમપદેશ દેવાનું યોગ્ય જણાયું, કેમકે તે નયસારની ધર્મોપદેશે માટે બીજી કોઈ યોગ્યતા જાણવાની પ્રવૃત્તિ થઈ હોય તેવું શાસ્ત્રમાં વિધાન દેખાતું નથી, અને અપરિચિત અને વિધર્મી છતાં દાન દેવાની થયેલી બુદ્ધિ એ સામાન્ય પરોપકાર વૃત્તિ જણાવનારી હોય અને આ માર્ગ દેખાડવાની પ્રવૃત્તિ વિશેષ ઉપકારને જણાવનારી થાય, ને તેથી સાધુ મહાત્માઓને નયસારની ધર્મયોગ્યતા લાગે તો કાંઈ આશ્ચર્ય નથી. જો કે સાધુ મહાત્માઓ સર્વ જીવોને ધર્મોપદેશ આપવાને કટિબદ્ધ હોય છે, કેમકે તેઓની ભાવના જ એવી હોય છે કે જગતના સર્વ જીવો લોકોત્તર માર્ગને પામી શાશ્વતપદ મેળવનારા થાય અને તેથી જ મહાપુરુષો ઉપસ્થિત અને અનુપસ્થિત સાંભળવા તૈયાર થયેલા અને નહિ થયેલા સર્વને ધર્મોપદેશ આપે એમ શાસ્ત્રકારો ફરમાન કરે છે, તો પછી આ નયસારને અંગે કોઈક વિશિષ્ટ યોગ્યતા તે સુવિદિત શિરોમણિઓએ દેખેલી હોવી જોઇએ કે જેને અંગે આ યોગ્ય છે એમ ધર્મોપદેશને માટે કારણ શાસ્ત્રકારોએ જણાવ્યું. જે ચરિત્ર ઉપલબ્ધ થાય છે તેને આધારે ઉપર જણાવેલી આહારદાન અને માર્ગદર્શનને માટે ચાલવાની પ્રવૃત્તિ જ તે મહાત્માઓને ધર્મોપદેશની યોગ્યતાના કારણ તરીકે લાગી હોય તો નવાઈ નથી. વિશેષમાં તે મહાત્માઓ શુદ્ધ ચારિત્રવાળા હોઈ અવિધિને ટાળવામાં તૈયાર હોય તે તો સ્વાભાવિક જ છે, છતાં પણ કેટલાક શાસ્ત્રોના જણાવવા પ્રમાણે તે સુવિહિત શિરોમણિઓએ માર્ગે ચાલતાં જે ધર્મોપદેશ આપ્યો તે અવિધિ ગણાય તેમાં બે મત થઈ શકે તેમ નથી, છતાં તે અવિધિનું કાર્ય તે સુવિહિત શિરોમણિઓએ જે કર્યું તે અનુચિત છે એમ કોઈ પણ ધર્મપ્રેમી કહી શકશે નહિ. શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગો યથોચિત કર્તવ્યપણે જણાવેલા છે અને તેથી તે સુવિદિત શિરોમણિઓને માર્ગે ચાલતાં પણ દેશનાદેવારૂપ અપવાદ માર્ગનું આલંબન કરવું પડ્યું હોય તો તે આલંબન શાસ્ત્રવિરૂદ્ધ હતું એમ કહેવાને કોઈ પણ સમજુ તૈયાર થઈ શકે નહિ. આ અપવાદ માર્ગના આલંબનને કહો કે અવિધિને કહો, કોઈ અનુમોદતું નથી, પણ તે દેશનાથી નયસારને થયેલું સમ્યકત્વ દરેકને અનુમોદનીય જ છે. આવા વિધિ, અવિધિ અને ધાર્મિક કાર્યોના વિભાગો ધ્યાનમાં ન રાખતાં