________________
૧ ૨ ૨.
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
તેમના જીવની તથા ભવિતવ્યતાને અંગે રહેલી ઉત્તમતા જણાવવા સાથે પરોપકાર વૃત્તિ આગળ જણાવી ગયા. તે પ્રસંગમાં એ વાત જરૂર ખ્યાલમાં રાખવાની છે કે જો તે નયસારનો જીવ સ્વાભાવિક રીતે અનુકંપા ગુણને ધારણ કરનારો ન હોત તો તે જંગલમાંથી ઉતરીને આવેલા સાધુઓની દુઃખમય સ્થિતિને દેખીને અનુકંપા ધરાવી શકતા નહિ. વળી, જંગલ જેવા સ્થાનમાં દાન દેવાની બુધ્ધિ કે જે સમ્યગદર્શન ન હોવાથી અનુકંપા બુદ્ધિથી જ થાય છે તો આવત જ નહિ. વળી તે નયસાર એકલા ક્ષુધાતૃષા આદિના બાહ્ય દુઃખને લીધે જ અનુકંપા ધરાવી શક્યો એટલું જ નહિ પણ સાધુઓ સાર્થથી જુદા પડેલા હોવાથી તેમને સાર્થની સાથે મળવાની જે ચિંતા, તે ચિંતાને ટાળવારૂપ અનુકંપા પણ તેના હૃદયમાં બરોબર વસી ગઈ કેમકે તે શ્રી નયસારના ચરિત્રને જણાવનારા કોઈપણ ગ્રંથમાં મુનિઓએ માર્ગ દેખાડવા માટે નયસારને પ્રેરણા કરી હોય એવો ઉલ્લેખ જ નથી, પણ સ્થાને સ્થાને તેવો ઉલ્લેખ છે કે સુવિહિતા શિરોમણિએ આહારપાણી કર્યું પછી સ્વયં નયસાર તેઓશ્રીની પાસે આવીને પ્રેરણા કરે છે કેમહાભાગ્યશાળીઓ આપ પધારો, હું આપને માર્ગ દેખાડું, આવી રીતે પ્રેરણા કરીને પોતાથી અપરિચિત અને જુદા ધર્મવાળાને માર્ગ દેખાડવા પ્રવૃત્તિ કરવી તે તે નયસારમાં અનુકંપાગુણની વિશિષ્ટતા જણાવવા સાથે પરોપકાર વૃત્તિની વિશિષ્ટતા જણાવવા માટે ઓછું ગણાય નહિ. અર્થાત્ આહાર આદિનું દેવું જેમ પરોપકારવૃત્તિના ગુણથી જ બન્યું છે, તેમ સ્વયં પ્રેરણા કરીને માર્ગ દેખાડવા જવું તે પણ અત્યંત તે જીવની પરોપકારવૃત્તિને આભારી છે. જગતમાં કેટલાક આંગળી માત્રથી નિર્દેશ કરી પરોપકારની બુધ્ધિ દાખવવાળા હોય છે, પણ પોતે સ્વયં સાથે ચાલી, પ્રેરણાપૂર્વક માર્ગે ચઢાવવા તૈયાર થનારા પરોપકારીઓ ઘણા દુર્લભ હોય છે. વર્તમાન કાળમાં કેટલાક સાધુમહાત્માઓને એ વાતનો સ્પષ્ટ અનુભવ છે કે તેઓ કોઈ ગામમાં ગયા હોય અને તેઓને દુકાન ઉપર બેઠેલો કુલથી જૈનધર્મવાળો હોય અને તિલક કરેલું હોવાથી સામાન્ય રીતે ધર્મના સંસ્કારવાળો હોય, તેવાને માત્ર ઉપાશ્રયનું સ્થાન પૂછયું હોય ત્યારે તે મહાનુભાવ આંગળીના ટેરવે ઉપાશ્રયનો રસ્તો દેખાડે છે, પણ એવો કોઈક જ મહાનુભાવ હોય છે કે જે સાધુ મહાત્માને ઉપાશ્રય દેખાડવા માટે સ્વયં પ્રવૃત્ત થાય અને સાથે ચાલે જ્યારે આવી રીતે કુલથી જૈનધર્મવાળા અને કાંઈક સંસ્કારવાળાને પણ ઉપાશ્રયનો માત્ર માર્ગ દર્શાવવામાં પ્રવૃત્તિ થવી મુશ્કેલ પડે છે, તો પછી તે નયસારનું સાર્થમાં મળી શકે તેવી રીતના માર્ગને દેખાડવા માટે સાધુ મહાત્માઓની સાથે પ્રયાણ કરવાનું થયું છે તે તેની પરોપકારવૃત્તિ જણાવવા માટે બસ છે. કેટલાક ગ્રંથકારોએ નયસારની સાથે ઘણા ગાડાં અને નોકર-ચાકરો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે તેને અંગે વિચાર કરીએ તો એ વધારે સ્પષ્ટ થાય છે કે ગાડાં અને નોકરોની ચિંતાને પણ તેણે માર્ગ દેખાડવારૂપ પરોપકારને અંગે ગૌણ કરેલી છે, એટલું જ નહિ પણ વર્તમાનમાં ભાવિક ગણાતા શ્રાવકોએ પણ ત્રિલોકનાથ તીર્થકરની સેવા, ગોઠી એવા નોકરોને, તરણતારણના કાર્યમાં પ્રવહણ સમાન સાધુ મહાત્માઓની