________________
૧૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ (૩) પ્રથમ સમ્યકત્વમાં પણ અનંતાનુબન્ધી અને દર્શનમોહનીયનો ઉપશમ આદિ તો છે જ. (૪) ઔપશમિક કે ક્ષાયિક સમ્યકત્વને પામવાવાળા ઉપશમક કે ક્ષેપક શ્રેણીવાળા જ લેવા બીજા તેવા
કેમ ન લેવા ? (૫) સમ્યગ્દષ્ટિ શબ્દ ત્રણ પ્રકારના સમ્યકત્વ કહેનારને લાગે. (૬) ચોથા પ્રશ્નમાં લખેલો “અને' શબ્દ વિચારવો. (૭) પાંચમાં પ્રશ્નમાં હવે રજાને વીસરાવવાનું રૂપ દીધું છે. (વોસરાવવાનું સાધ્વીપણું લેવા વિગેરેમાં
જ હોય છે રજાથી સાધુ થયેલાના મરણે સ્ત્રી સૌભાગ્યનાં ચિહ્ન કાઢે પણ છે.) (મનકમુનિની
માતાનાં સૌભાગ્ય ચિહ્ન શાસ્ત્રસિધ્ધ છે અને તે સ્વામિત્વની હયાતિને અંગે જ છે.) (૮) છઠ્ઠા પ્રશ્નમાં શિષ્યનિષ્ફટિકાનો પ્રશ્ન ન લાગુ પડે એમ કહેનારો અપવાદમાં કેમ લેવું પડ્યું એ
વિચારવું. (૯) મત વ નો સંબંધ ન હતો એમ કહેનારા ગ્રંથકારને કેવા માન્યા ? (૧૦)ઔદંપર્યની વાત કરનારે વાક્યર્થને જ છોડી દેવો એ સાહસ છે, અધિકાર હોય છતાં પાઠમાં
નથી એમ બોલવું તે તો વિચારવાનું જ છે. પિતા ને પ્રયોગ ને હાલિકનો અધિકાર તો તે વસ્તુને સ્પષ્ટ કરે જ છે.
(૧૧૪ મા પાનાનું અનુસંધાન) પ્રશ્ન ૭૩૬-ઊંટડીના દૂધનો વિગઈમાં ભેદ છે તો તેને અભક્ષ્ય કહેનારા આજે અભક્ષ્ય જેવું છે એમ
કેમ કહે છે ? સમાધાન- દૂધના પાંચે ભેદ ભક્ષ્ય છે પણ અશક્ય નથી એમ પચ્ચખાણભાષ્ય, પંચવસ્તુ, આવશ્યક
વિગેરેથી સ્પષ્ટ થાય છે અને ઊંટડીનું દૂધ વધારે કાળ સારું ન રહેવાથી નિવીયાતાના અધિકારમાં શ્રાવકને માટે અયોગ્ય જણાવ્યું છે, પણ તેટલા માત્રથી સર્વથા ઊંટડીના દૂધને અભક્ષ્ય માનનારાની માન્યતા વ્યાજબી નથી. વધુ માટે જુઓ શ્રી સિદ્ધચક્ર વર્ષ બીજાં
પા. ૫૦૧, ૫૭૪, ૫૭૫ પ્રશ્ન ૭૩૭- ભગવાન મહાવીર સંસારમાં બે વરસ ઝાઝેરા મોહને વશ રહ્યા કે ભાવિભાવ જાણીને રહ્યા
હતા ? સમાધાન- ભગવાન મહાવીર મહારાજની પોતાના માતાપિતાની અનુકંપાને લીધે કરેલી તેઓના
જીવતાં સુધી દીક્ષા નહિ લેવાની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ હતી અને પોતે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે શ્રી નંદિવર્ધન આદિ સ્વજનોએ કરેલી બે વરસની વિનંતિ સ્વીકારતાં પોતાનો દીક્ષાકાળ બે વરસ પછી છે એમ અવધિજ્ઞાનથી જાણેલું હતું પણ તે કંઈક અધિક બે વરસ ઘરમાં રહેવું થયું તે મોહના ઉદય સિવાય તો નથી જ. ભાવિભાવ કહેવાથી પણ કંઈ મહોદય ન હતો એમ તો કહેવાયજ નહિ. નાશ થઈ શકે એવો પણ મોહનો ઉદય ભગવાન મહાવીરને તે વખતે હતો એમ શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે.