________________
(અનુસંધાન ટાઇટલ પા. ૨ જા નું) ૧૧ રાજા, મહારાજાપણું વિગેરે જગતમાં ગણાતા ઉત્કૃષ્ટ પદો ધર્મથી જ મળે છે. ૧૨ એકાકી છતાં શત્રુના સમગ્ર લશ્કરને ઝાડ ઉખેડી ને તે દ્વારાએ પણ હંફાવનારા એવા બલદેવની
પદવી તે પણ ધર્મથી જ થાય છે અને તે જ બલભદ્રના નાનાભાઈ છતાં પણ કોટીશિલાને ઉપાડનાર તથા દેવતાઈ ચક્ર વિગેરે હથિયારોથી અજેયપણું મેળવનાર વાસુદેવપણું પણ ધર્મથી
જ મળે છે. ૧૩ નવનિધાનના માલિક ચૌદ રત્નના સ્વામી છએ ખંડના અધિપતિ ૯૬ કરોડ ગામ અને ૯૯ કરોડ
પાયદળના માલીક, ૬૪ હજાર રાણીઓના સ્વામી, ૮૪ લાખ અશ્વ, રથ, હાથી વિગેરેના
અધિપતિ એવા ચક્રવર્તીઓ પણ ધર્મના પ્રતાપે જ થાય છે. ૧૪ અનેક પ્રકારની વૈક્રિય આદિની લબ્ધિઓને ધરાવનાર, પૃથ્વીને છત્ર અને મેરૂને દણ્ડ કરવાની
શક્તિવાળા, ચાલતા મનુષ્યનું પણ મસ્તક કાપી તેનો ચૂરો કરી મેરૂની ચૂલિકાથી ફેંકી દઈ તેજ સર્વ પુગલોને એકઠા કરી તેનું મસ્તક બનાવી મનુષ્ય શરીર ઉપર જોડી દે તો પણ તે ચાલનાર મનુષ્યને માલુમ ન પડે એવા અસાધારણ પ્રભાવને વરનાર એવા દેવતાઓનો ભવ પણ
વા દેવતાઓનો ભવ પણ ધર્મથી જ થાય છે. ૧૫ સમગ્ર દેવતાઓના સ્થાન દેવલોકની માલીકીને ધારણ કરનારા, લાખ્ખો દેવતાઓ જેના
આત્મરક્ષક હોય છે, અસંખ્યદેવો જેને અનુસરીને ચાલનારા હોય છે એવી ઇદ્રપણાની દશા મેળવી
આપનાર ધર્મ સિવાય બીજો કોઈ નથી. ૧૬ રૈવેયક અને અનુત્તર જેવા વિમાનોમાં સર્વ સ્વાતંત્ર્યના પૂરને ધારણ કરનાર એવી મિત્રતા
પ્રાપ્ત કરાવનાર પણ શ્રી જિનેશ્વર મહારાજે જગતના જીવ માત્રના ઉધ્ધાર માટે નિરૂપણ કરેલો
સંયમાદિ રૂપ ધર્મ જ છે. ૧૭ ત્રણે જગતને પૂજ્ય, યવન, જન્મ, દીક્ષા, કેવલ અને મોક્ષના દિવસે ચૌદ રાજલોકના
સમગ્રજીવોને યાવત્ નિકાચિત દુબના સ્થાનરૂપ નારકીઓને પણ શાતા પમાડનાર, વિચ્છેદ પામેલ મોક્ષમાર્ગને જાહેર કરી મોક્ષની પ્રાપ્તિને પ્રવર્તાવનાર ૩૫ત્રેવા, વિમેવા, ધૂફવા એવા માત્ર ત્રણ પદોથી જ જેના પ્રભાવે અનેક ગણધરો ૧૬૩૮૩ મહાવિદેહના હાથી પ્રમાણ શાહીથી લખી શકાય એવા ચૌદપૂર્વોને રચનાર તરીકે બનાવનાર, હજારો લાખો ક્રોડો વર્ષો અને સાગરોપમ સુધી અવિચ્છિન્નપણે મોક્ષ માર્ગની પ્રવૃતિ રૂપ શાસનને સરજનાર એવું તીર્થંકરપણું
પણ ધર્મના પ્રભાવથી જ થાય છે. ૧૮ જગતમાં એવી કોઈપણ આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક એવી કોઈપણ વસ્તુ નથી કે
જે ધર્મના પ્રભાવથી પ્રાપ્ત ન થઇ શકાય અર્થાત્ સર્વ જગતમાં સર્વ ઇષ્ટ વસ્તુના સર્વ સમાગમો એ માત્ર ધર્મના પ્રભાવે જ પ્રાપ્ત કરી શકાય છે.
આવી રીતે બાળાદિક જીવોની યોગ્યતા અનુસરીને લક્ષણ દ્વારાએ, ઉપમાલારાએ, રૂપકધારાએ અને ફળદ્વારાએ જણાવેલ ધર્મનો મહિમા સાંભળી શ્રેયઃ કામી સજ્જનોએ ધર્મ તરફ પ્રવૃત્તિ કરવી એ આવશ્યક છે એ સહેજે સમજી શકાય તેમ છે.