________________
૧૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
મધદશાના
આગમૌધર.
(દેશના કારણે
ભવન
FORU
वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥ १ ॥ તિર્યંચના અને મનુષ્યના સંસારવાસની તુલના.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં પ્રથમ જણાવી ગયા કે જે મનુષ્ય જેને માટે લાયક હોય તેને તે કામ સોંપાય. લાયકાત વગરનાને તે તે કામ સોંપાતું નથી. આંધળાને અરીસો બતાવાતો નથી, ન સાંભળી શકનાર (બહેરા)ને કાંઈ કહી શકાતું નથી, તેવી રીતે ધર્મોપદેશ દેતાં પહેલાં સાંભળનારની લાયકાત જોવી જોઈએ. લાયકાત વગરના ને આપેલો ઉપદેશ નકામી જાય છે. ભેંસ આગળ આખું ભાગવત વાંચી જાય તો શું વળે? ભાગવત એ જ, વાંચનાર એ જ, છતાં સાંભળનાર ભેંસ લાયક ન હતી તેથી ભાગવત આખાનું વાંચન નકામું ગયું, તેવી રીતે ઉપદેશ પણ લાયક શ્રોતાને આપ્યો હોય તો ફળદાયી નીવડે છે, નહીં તો નિષ્ફળ નીવડે છે. કેવળજ્ઞાન ઉપજ્યા પછી ભગવાન શ્રી મહાવીરદેવની પહેલી દેશના, કહોને કે શુકનની દેશના નિષ્ફળ ગઈને ! શાથી ? દેશના દેનારમાં કે દેશનામાં એકેમાં ખામી નહોતી. ખામી શ્રોતામાં હતી. શ્રોતાઓ બધા દેવતા છે જેઓ ભવસ્વભાવથી અવિરતિવાળા છે. ધ્યાન રાખજો કે મનુષ્યપણું પામ્યા છતાં વિરતિ તરફ ન દોરાયા, માત્ર રિદ્ધિ તથા કુટુંબને જ વધાર્યું તો એ મનુષ્યપણાની કિંમત કશી નથી. ચંદ્રહાસ ખઞથી કોઈ ઘાસ કાપે તો એ ખગ ભલે નકામું પડ્યું ન રહ્યું પણ કામ કર્યું કર્યું? ઘાસ કાપવાનું ! ઘાસ કાપવાનું કામ ચંદ્રહાસખગનું નથી. દાતરડું પણ એ કાર્ય કરે છે. દાતરડાંથી ઘાસ કાપવામાં અડચણ નથી. તેવી રીતે જો ખાવાપીવામાં મનુષ્યપણું સફળ ગણતા હોઈએ તો તિર્યંચનો ભવ સારો છે. તમારી મોજમઝા એ ફરજનાં લાકડાવાળી છે, જ્યારે તિર્યંચની મોજમઝા ફરજના લાકડાં