________________
૧૦૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
એ
છે
શબ્દ ન વાપરતાં થનામરૂખ્ય: શબ્દ વાપર્યો છે.
આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આજીવિકા, શારીરિક વિકાસ, આર્થિક જરૂરીયાત કે બીજા કોઇપણ ઉદેશથી જ્ઞાન લેવાતું હોય કે દેવાતું હોય તો તે જ્ઞાન નથી અને તે જ્ઞાનદાન પણ નથી, પરંતુ ધર્મનું જાણપણું એ જ ઉદેશ હોય, ધર્મનું જાણપણું પણ યથાશક્તિ આચરણરૂપ હોય, ત્યારે જ ખરું જાણપણું જેથી શાસનને સંમત છે તે જ જ્ઞાનદાન ગણાય છે. દરેક જ્ઞાનના સાધનો પૂરાં પાડવાને આપણે જ્ઞાનદાન કહી શકીશું નહિ.
વળી વીરનાદેશનાવિના એ પદોમાં પણ આદિશબ્દથી અનેક સાધનોનો સંગ્રહ કરવા છતાં બહુવચન ન વાપરતાં, એકવચન કેમ વાપરવામાં આવ્યું ? એ વિચારીશું તો આપણને તેમાંથી પણ જાણવાનું મળશે કે જ્ઞાનના ગમે તેટલાં સાધનો અને ઉપાયો હોય, પરંતુ તે દરેકનું ધ્યેય માત્ર એક જ છે અને તે ધર્મ જ. ધર્મધ્યેય વિનાનું જ્ઞાન તે જ્ઞાન નથી અને તેના સાધનો તે જ્ઞાનના સાધનો નથી, તથા તેઓનું દાન તે જ્ઞાન(સાધન)દાન નથી એ સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે. - પરમ પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જૈનશૈલીથી જ્ઞાનદાનની જે વ્યાખ્યા કરી છે તે દૃષ્ટિથી વિચાર કરતાં આ સંસ્થા એ રીતે કામ કરતી હોય તો તેને જ્ઞાનદાનનું સાધન કહેવામાં હરકત નથી. તેનો અર્થ એ છે કે સંસ્થાના કાર્યવાહકો, સંસ્થાના અધિકારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ તથા નાણાં વિગેરે સાધન આપનારાઓનો એકજ ઉદેશ હોવો જોઇએ કે ધર્મનું જાણપણું વધે અને વીતરાગધર્મની આરાધના વધી જીવો પોતાનું આત્મકલ્યાણ સાધે.
વિદ્યાર્થીઓનો પણ એ જ ઉદેશ હોવો જોઇએ કે જ્ઞાનના સાધનોનો ઉપયોગ પોતાનું ધર્મને વિષે ખરૂં જાણપણું પ્રગટ કરવું, અને ભવિષ્યમાં પણ બીજા જે જે જીવો પોતાના પરિચયમાં આવે તેઓને પણ એ ઉદેશ સમજાવવો અને એ ઉદેશથી ધર્મનું જાણપણું તેઓમાં ઉત્પન્ન કરવું. "
જો જ્ઞાન (સાધન) દાનની આ ક્રિયા ઉપરના ધોરણે પ્રચાર પામી વૃદ્ધિગત થાય, તો જ આ સંસ્થાને જ્ઞાનદાનની સંસ્થા કહેવામાં વાંધો નથી અને તેને સાધનો આપી પોષવાની ધર્મજ્ઞાન પ્રચારની અભિલાષા ધરાવનાર દરેક વ્યકિતની ફરજ છે.
આ સંસ્થાના સંસ્થાપક તથા તેને પોષણ આપનારનો ગર્ભિત કે વ્યક્તિ આજ ઉદેશ હતો અને છે તથા ભવિષ્યમાં પણ ટકવો જોઇએ. આજ ઉદેશથી જ્ઞાન, જ્ઞાનીઓ અને જ્ઞાનના સાધનોનું બહુમાન
કરવું.
વિદ્યાર્થીઓને છેવટમાં એ જ કહેવાનું છે. તમારો જ્ઞાન લેવાનો ઉદેશ કંગાલ-હલકો ન હોવો જોઈએ. ઉપર જણાવેલો ઉચ્ચ ઉદેશ રાખશો તો જ તમારો અને તમારી પાછળ મહેનત કરતા કાર્યવાહકોનો પ્રયાસ સફળ છે, કિંમતી છે, નહિંતર તે નકામો પ્રયાસ છે, જેની એક કોડીની પણ કિંમત નથી. તે ઉદેશ સફળ કરવો એ તમારા હાથની બાજી છે. તે લક્ષ્ય કદી ચૂકવું નહિ, માટે આ પ્રમાણે જ્ઞાનદાન દેનારાઓ અને લેનારાઓ બંને તરે છે, તેવી રીતે જેઓ જ્ઞાનને આરાધશે તેઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે.