________________
૧૦૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ પરંતુ આ દાન મુનિઓ દઈ શકે, ગૃહસ્થો શી રીતે જ્ઞાનદાન આપી શકે ? તેને માટે પણ માર્ગ તે હોવો જ જોઇએ તે માર્ગ તરીકે “જ્ઞાનસાધનાનમ્' એટલે કે જ્ઞાન પ્રગટ થવાનાં સાધનો જેવાં કેપુસ્તકો, મકાન, ભણાવનારની ગોઠવણ અને બીજાં જ્ઞાન ભણવામાં ઉપયોગી થાય તેવાં અનેક ઉપકરણો પૂરાં પાડવાં તે પણ જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાન કોને દેવું?
જ્ઞાનદાનના પાત્ર કોણ? તેના જવાબમાં એમ કહેવામાં આવે કે-સર્વ જીવો તે બરાબર નથી, કેમકે પુષ્પરાવર્ત મેઘ સમુદ્રમાં પડે તો તે નકામો જ છે કેમકે તે બીજને પલ્લવિત કરી શકતો નથી, કારણકે સમુદ્રમાં બીજ જ નથી, તેવી રીતે કેવળજ્ઞાની ભગવંતોને જ્ઞાનદાન ઉપયોગી નથી, કારણકે તેઓ તો કૃતકૃત્ય છે, અને અસંજ્ઞી જીવોને પણ જ્ઞાનદાન ઉપકારક થઈ શકતું નથી, કારણકે તેઓ જ્ઞાન લેવાને શક્તજ નથી. ત્યારે જ્ઞાનદાનના અધિકારી કોણ ? ફક્ત સંજ્ઞી પંચેંદ્રિયો અને ધર્મને ન જાણતા હોય છતાં તે જાણવાની ઇચ્છાવાળા અથવા જાણતા હોય, છતાં વિશેષ જાણવાની ઇચ્છાવાળા જીવો ખાસ જ્ઞાનદાનના અધિકારી છે, માટે “ઘર્માનમM:” એ પદથી જ્ઞાનદાનના અધિકારીઓ સૂચવી દીધા છે. અહીં સમજવાનું એ છે કે -
(૧) જાતિવાચક તરીકે ધર્મના અનભિજ્ઞોને એકવચન લગાડી શકાત, છતાં બહુવચનનો પ્રયોગ વાપરીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એ સૂચવવા ઇચ્છે છે કે કોઈપણ ધર્મના અનભિજ્ઞને જ્ઞાનદાનનો પાત્ર ગણી લેવો જોઇએ. તેમાં તેની જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાન મેળવવાની તત્પરતા હોવી જોઇએ, બીજી કોઇપણ શરત હોઈ શકે નહિ, એટલે જ્ઞાન મેળવવાની તત્પરતાવાળા સર્વ જિજ્ઞાસુઓને જ્ઞાનદાન આપવાની જરૂર છે, પછી તે ગરીબ હોય કે તવંગર હોય, તે રૂપવાનું હોય કે કદરૂપો હોય, તે ચક્રવર્તી હોય કે દરિદ્રી હોય કોઇપણ ભેદભાવ વિના તેવાઓને જ્ઞાનદાન આપવાને હરકત નથી.
અહીં એ શંકા થશે કે ત્યારે તો ચોર પોતાના વારસદારને ચોરીનું જ્ઞાન આપે છે, શિકારી પોતાના બાળકને શિકારની તાલીમ આપે છે, અરે એટલું જ નહિ પરંતુ પશુઓ પણ પોતાના બચ્ચાંઓને પોતાની જાતિની રીતભાત શીખવે છે. દા. ત. કુતરાઓને પણ નાનાં કુરકુરીયાંઓને ગેલ કરતાં કરતાં, ભસતાં, કરડતાં શીખવતાં જોઇએ છીએ તો તેને જ્ઞાનદાન કહેવું પડશે. તેને જ્ઞાનદાન ગણાય જ નહિ, તે સ્પષ્ટ કરવાને માટે ધર્મ-અનભિજ્ઞ શબ્દ વાપર્યો છે. સારાંશ કે ધર્મ જાણવાની ઇચ્છાવાળાને જ્ઞાનદાન તે જ્ઞાનદાન છે. એટલે કે જે જ્ઞાનદાનનું પરિણામ ધર્મનું જાણપણું હોય તેજ જ્ઞાનદાન છે. જો જ્ઞાનદાનથી ધર્મનું જાણપણું ન વધે તો તે જ્ઞાનદાન નથી અને તેટલા જ માટે શાસ્ત્રકાર મહારાજે તમિષ્ઠ:'