________________
૧૦૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧ ૨-૩૪
વગરની છે. એ પણ સંસારવાસ કરે છે. કુતરા-કુતરી, બળદ-ગાય, ભેંસ-પાડા વિગેરેના અને તમારા સંસારવાસમાં ફરક કયો? એ સંસારવાસના અંગે તમારે શિરે ફરજો લદાયેલી છે, એ અદા કર્યા સિવાય તમે સંસારવાસ લઈ શકશો નહિ. સ્ત્રીપુત્રાદિના ભરણપોષણ, ઔષધાદિને અંગે તમારે બંધાવાનું છે. આટલાં લાકડાં ધૂસે ત્યારે તમને સંસારવાસ મળે જયારે જાનવરને સંસારવાસમાં ફરજ કઈ ? કશી જ નહિ. બાયડી પરણનારની જવાબદારી કેટલી ?
હવે કાયદાની બારીકીથી વિચારો. એક મનુષ્ય લગ્ન કર્યું, પછી એની જવાબદારી અનહદ વધી જાય છે. બીજી લેણદેણની ફરિયાદ માટે પ્રતિવાદી અઢાર વર્ષનો હોવો જોઈએ એ કાયદો પણ બાયડી ફરિયાદ માંડે તેમાં અઢાર વર્ષનો કાયદો નહિઃ ચાહે તો ધણી ચૌદ વર્ષનો હોય, ગમે તે વયનો હોય પણ તે વયમાં જો બાયડી દાવો માંડે તો કોર્ટ કે પ્રતિવાદીથી ત્યાં સગીર વયનો બચાવ થતો નથી. ખોરાકીપોષાકી (ભરણપોષણ)ના દાવામાં પ્રતિવાદી કાચી વયનો છે એ બચાવ ચાલતો નથી. હજી ઉંડા ઉતરો ભલે બાયડી સો રૂપિયા કમાતી હોય તો પણ એ ધણી ઉપર ભરણપોષણની ફરિયાદ કરી શકે છે. બીજા દિવાની દાવામાં વધારેમાં વધારે, કોર્ટ જતિ આપે, જેથી લેણદાર ઘેર જે હોય તે ચીજો લઈ લે પણ લેણું જાત ઉપરથી વસુલ થતું નથી. પહેલાંના કાળમાં જાત ઉપરથી પણ વસુલ કરતા એટલે કે દેણદારને ગુલામ તરીકે રાખવામાં આવતા પણ આજે તે કાઢી નાખવામાં આવ્યું છે. સ્ત્રીએ કરેલી ફરિયાદીને અંગે મિલકત હોય તે જ વસુલાત કરવી એવું નથી પણ મિલકત ન હોય તો ધણીનું શરીર ચાલે છે કે નહિ તે જોઈ, શરીરની શક્તિ પ્રમાણે કોર્ટ હુકમનામું કરી આપે છે - સ્ત્રી એ શરીર ઉપર (જાત ઉપર) શી રીતે વસુલ કરે ? શું શરીરમાં રૂપિયા ભર્યા છે? ના, પણ એ ન ભરાય ત્યાં સુધી એ ધણીએ કેદમાં બેસવું પડે ત્યારે શું થયું? સ્ત્રીએ કરેલી ફરિયાદમાં હુકમનામું જાત તથા મિલકત બને ઉપરનું થાય છે. લેણદેણની કેદમાં આસાન કેદ, જ્યારે આમાં આસાન કેદ પણ થઈ શકે તેમજ સખત કેદ પણ થઈ શકે છે. ચોરી કરી હોય તો એની કેદ પણ ચાર છ મહિનાની, જ્યારે અહીં કેદની મુદત કેટલી ? જો કે આમાં કહેવાય તો મહિનો, પણ મહિનો પૂરો થતાં ન ભર્યું તો બીજો મહિનો, મતલબ કે એનો છેડો કોઈ દિવસ નહિ, જીવન પર્યત એ રીતે કેદ ભોગવવી પડે. તમારા સંસારવાસને અંગે કેટલી બધી જવાબદારી ઉભી થાય છે ? તે સંસારવાસ તિર્યંચોને પણ છે, છતાં છે એને કાંઈ જવાબદારી ? આવું અપૂર્વ મનુષ્યપણું પામ્યા, આર્યક્ષેત્ર, આરોગ્ય, દેવગુરુ ધર્મની જોગવાઈ પામ્યા, આટલી સ્થિતિએ આવ્યા છતાં તેનું ફળ સંસારવાસ ગણી લો તો પછી મનુષ્ય કરતાં જાનવર સારા એમ કહેવામાં ખોટું શું ?