________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૦૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ સ્વાભાવિક ગણી માત્ર માર્ગમાં ચાલતાં ધર્મોપદેશથી સમ્યકત્વ પમાડયું એ એકજ વાતને અહીં આગળ ઉલ્લેખમાં લીધેલી છે, અને તેથી દાનાદિકના પ્રભાવને અહીં ઉલ્લેખિત નહિ કરતાં માત્ર સુવિહિત શિરોમણિઓની માર્ગમાં ચાલતાં પણ દેશના દેવાની નિષિદ્ધ એવી પણ રીતિને અનુસરીને લખાણ કરવામાં આવ્યું છે.
ઉપર જણાવેલી નયસારની હકીકતમાં એટલું તો સ્પષ્ટ છે કે શ્રી નયસાર કોઇક તેવા ભાગ્યના યોગે જ મુનિઓના સમાગમમાં આવ્યો, તેને દાનબુદ્ધિ જાગી, યથાર્થ રીતિએ દાનવિધિ સાચવ્યો, સાધુઓને માર્ગે ચઢાવી સાર્થમાં ભેળા કરવાની બુદ્ધિરૂપી અષપણાના ફળરૂપી સંપત્તિ પ્રાપ્ત થઈ અને તેને જ પ્રતાપે મુનિ મહારાજ પાસેથી ધર્મોપદેશ પામી અનંત પુદગલ પરાવર્ત સંસારમાં રખડતાં નહિ મેળવાય તેવું સમ્યકત્વ રત્ન તેણે મેળવ્યું, પણ આ બધો અધિકાર માત્ર પ્રસંગનુપ્રસંગવાળો જ છે, ચાલુ અધિકાર તો તે નયસારને સમ્યકત્વ નહિ થયા છતાં પણ પરોપકારમાં પરાયણતા કેટલી હોવી જોઇએ કે જેને પ્રતાપે પોતે અન્ય મતનો છતાં પોતાના મતથી વિરૂદ્ધ એવા જૈનમતવાળા સાધુ છતાં પણ તે સાધુઓની તરફ અનુકંપાબુદ્ધિ થઇ, દાન દીધું, માર્ગે ચઢાવવા પણ ગયો. સામાન્ય દૃષ્ટિએ વિચારનારો પણ સમજી શકશે કે જૈનેતર તરફથી થયેલું સાધુ મહાત્માને અંગે આ બધું વર્તન એ ખરેખર તે આત્માની ઉત્તમતાને સ્પષ્ટ રીતે ધ્વનિત કરે છે.
જાહેર ખબર
ટૂંક સમયમાં પ્રગટ થશે.
નવા છપાતા ગ્રંથો. ૧. તત્તરંગિણી.
૧. આચારાંગવૃત્તિ. ૨. લલિતવિસ્તરા.
૨. ઉપદેશમાલા અપરના પુષ્પમાલા. ૩. સિદ્ધપ્રભા બૃહવ્યાકરણ. ૩. તત્ત્વાર્થસૂત્ર શ્રી હરિભદ્રસૂરિ ટીકા.
૪. ભગવતીજી શ્રી દાનશેખરસૂરિ વૃત્તિ. શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.