________________
૧૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• પરાવર્તનરૂપી સ્વાધ્યાયની છૂટ આપે છે, તેવી રીતે આ સુવિહિતોએ પણ તે નયસારની તેવી ભદ્રિકતા દેખીને ધર્મકથામાં પ્રયત્ન કર્યો હોય તો અસંભવિત નથી.
પૂર્વે જણાવ્યા પ્રમાણે સુવિહિત શિરોમણિઓએ નયસારની યથાભદ્રિકતા દેખીને આપેલી દેશનાથી તે નયસારને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. આ સ્થાને જેમ આવશ્યક નિર્યુકિાકારે માત્ર માર્ગદર્શનની જ વાત જણાવી છે, અને સાથે તે વખતે સમ્યગ્દર્શન થયું એટલુંજ માત્ર જણાવેલું છે, પણ નયસાર જંગલમાં ગયો હતો, શા માટે ગયો હતો ? મુનિઓને માર્ગ દેખાડવા કોણ ગયું ? અને નયસારને સમ્યત્વ
ક્યાં થયું એ વિગેરે વિશેષ હકીક્ત નિર્યુકિતકાર મહારાજે જણાવી નથી. જ્યારે મૂળ ભાષ્યકારે રાવામ એમ કહી રાજાને માટે લાકડાં લાવવા નયસાર વનમાં ગયો એટલું જણાવ્યું છે, તે પછી ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રી મલયગિરિ મહારાજે કથાપ્રસંગમાં રાજાના આદેશથી ગાડી ગાડાં લઈને રાજા માટે લાકડાં લેવા નયસાર વનમાં ગયો છે એમ જણાવ્યું છે, પછી આચાર્ય શ્રીગુણચંદ્રજી પ્રાકૃત મહાવીરચરિત્રમાં ભવન અને રથઆદિને માટે ઘણા કિંકરો (દરેક કાર્યમાં હુકમ માગનારા મનુષ્યો)ની સાથે લાકડાં માટે જવાનું જણાવે છે. કલિકાલ સવર્ણ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ માત્ર સારાં લાકડાં માટે નયસારનું ચાકરો સાથે જંગલમાં જવું જણાવે છે, અને શ્રી કલ્પસૂત્રની સુબોધિકા ટીકા વિગેરેમાં તે નયસાર કાષ્ઠ (આ શબ્દ સામાન્ય રીતે બાળવાનાં લાકડાં માટે જ વપરાતો હોઈ તેના ભારાવાળાને કાષ્ઠવાહક કહેવામાં આવે છે.) લેવા માટે જંગલમાં ગયો એમ જણાવે છે. (ત્યાં નથી તે ઘણાં ગાડાંની વાત અને નથી નોકરચાકરની વાત.) આ બધા પાઠોમાં એકલા નયસારને મુનિનો જોગ કેમ મળ્યો ? મુનિઓને એકલા નયસારની સાથે જ વાર્તાલાપ કેમ થયો ? આહારપાણી પ્રતિલાભવાનો સમય એકલા નયસારને કેમ મળ્યો? નયસાર પોતે જ પોતાની પાસે નોકરી છતાં માર્ગ દેખાડવા કેમ ગયો? વિગેરે ખુલાસો મેળવી શકાય તેવો લેખ નથી. છતાં એક સુબોધિકાના લેખ ઉપરથી આગળ લખવામાં આવેલા નયસારના વિવેચનથી જેમ કોઇક મનુષ્ય જીભની ચળ ઉતારી લેખનના ગોદા માર્યા છે તેવી જ રીતે અહીં સમ્યત્વના પ્રસંગમાં પણ જીભની ચળ ઉતારે નહિ અને લેખનના ગોડા નકામા મારી પોતાના પેપરને અધમ સ્થિતિમાં મેલે નહિ. તેટલા માટે જણાવવું જરૂરી છે કે કોઈક શાસ્ત્રકાર આહારપાણીના દાન આદિથી સમ્યકત્વ થયું કહે છે, કોઇક આહારપાણી થયા પછી માર્ગ બતાવવા પહેલાં દીધેલા ઉપદેશથી સમ્યકત્વ થયું કહે છે, વળી કોઇક માર્ગમાં જતાં વચમાં બેસી ધર્મોપદેશ આપ્યો તેથી સમ્યકત્વ થયું એમ કહે છે, જ્યારે કેટલાક શાસ્ત્રકારો માર્ગમાં ચાલતાં મુનિઓએ આપેલા ધર્મોપદેશથી નયસારને સમ્યકત્વ થયું એમ કહે છે આવા સમ્યકત્વની પ્રાપ્તિના વિવિધ ' લેખોમાંથી તત્ત્વને અંગે કોઇપણ જાતની વિરુદ્ધતા ન દેખતાં કથાના પ્રસંગોમાં વિવિધપણું બનવું