________________
૧00
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
વળી સાધુઓ ભૂલા પડી જંગલમાં રખડયા ત્યાં સુધી પણ સાર્થવાહ કેમ તપાસ ન કરી એ તો ખરેખર સુવિહિત સાધુઓની ભાગ્યદશા જ અને આયુષ્યનું સુસ્થિતપણું જોરદાર કે જેને લીધે ભૂલા પડયા છતાં પણ ભયંકર જંગલનો પાર પામી શક્યા. ક્ષણવાર નયસાર સાર્થવાહ સંબંધી આવો વિચાર કરીને સુવિહિત સાધુઓને આશ્વાસન દેવાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. મુનિ મહારાજાઓને અનશનપાન આદિથી પ્રતિલાભે છે, મુનિ મહારાજાઓ પણ દાયક આદિની શુદ્ધિ દેખીને તે નયસારે દીધેલા અનશનાદિકને ગ્રહણ કરી આહારપાણી એકાંતમાં જઈ વાપરી લે છે, મુનિ મહારાજાઓને પ્રતિભાભીને વિદાય કર્યા છતાં મુનિ મહારાજાઓ જે સાર્થથી છૂટા પડેલા છે તે જ સાર્થમાં મેળવવા સંબંધીના વિચારને વળગી રહેલો છે અને તેથી જ મુનિ મહારાજાઓ આહારપાણી કરીને ઊઠયા કે તરતજ મુનિ મહારાજાઓની પાસે આવે છે અને વિનંતિ કરે છે કે આપ પધારો. હું આપને તે સાર્થની સાથે મેળવી દઉં. મુનિ મહારાજાઓ આહારપાણી કરી રહે પછી પણ તત્કાળ મુનિ મહારાજને સાર્થમાં મેળવી દેવા માટે માર્ગ બતાવવાની વિનંતિ કરવી એ જ કહી આપે છે કે નયસારના મનમાં મુનિ મહારાજાઓને સાથે સાથે મેળવી દેવાની તમન્ના લાગેલી હતી, મુનિ મહારાજાઓ પણ સાર્થમાં મળવાને માટે જ ચાહતા હતા અને તેથી તે નયસારની વિનંતિને અંગે તત્કાળ વિહાર કર્યો અને નયસાર પણ તે મુનિ મહારાજાઓને સાર્થમાં મેળવવા માટે માર્ગ દેખાડતાં માર્ગમાં સાથે જ ચાલ્યો.
માર્ગમાં ચાલતાં પણ મુનિ મહારાજાઓનું ધ્યાન જગજીવમાત્રના ઉદ્ધાર તરફ હોવાને લીધે તે નયસારનો પણ સંસાર સમુદ્રથી ઉદ્ધાર થાય એ દિશાએ નયસારને ઉપદેશ આપવાની ઇચ્છા થઇ, કારણ કે અત્યાર સુધીની તે નયસારની પ્રવૃત્તિ દેખીને તે મુનિ મહારાજાઓને જરૂર એમ લાગેલું હોવું જોઇએ કે અન્ય ધર્મમાં વાસિત અને રહેલો છતાં આટલા બધા અષભાવવાળો અને અનુકંપા કરવામાં આગેવાનપણું ધારણ કરનારો તથા પરોપકારને માટે નિઃસ્વાર્થપણે પરિશ્રમ વેઠનારો આ મનુષ્ય હોવાથી ખરેખર પાત્રરૂપ છે અને તેથી આ જીવમાં વાવેલું બોધિનું બીજ ઘણી સારી રીતે નવપલ્લવિત થશે એમ ધારી શુદ્ધ દેવાદિક તત્ત્વો અને જીવાદિક પદાર્થોનું સ્વરૂપ સચોટપણે સમજી શકાય એવી રીતની ધર્મદેશના તે ભવસસમુદ્રના તારણમાં પ્રવહેણ સમાન સુવિહિત મુનિ મહારાજાઓએ કરી. જો કે માર્ગમાં ચાલતાં સુવિહિત મુનિઓને પૃચ્છનાદિક સ્વાધ્યાય પણ કરવાનો હોય નહિ, કેમકે તેવો સ્વાધ્યાય ઇર્યાસમિતિનો વ્યાઘાત કરનાર છે અને તેથી જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ઇર્યાસમિતિપૂર્વક ચાલવાની વખતે માર્ગમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરેલો છે, અને જો વાચનાદિક સ્વાધ્યાયનો નિષેધ હોય તો પછી ધર્મકથારૂપ સ્વાધ્યાય કરવાનું તે માર્ગમાં ચાલતાં હોય જ નહિ, છતાં શાસ્ત્રકારો ભયયુક્તમાર્ગમાં નમસ્કાર આદિ