________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
શ્રી નયસારની ભવિતવ્યતાજ તેમને સમ્યકત્વ દેવા માટે ખેંચી લાવતી હોય છે, તેવી રીતે તે મુનિ મહારાજાઓ જંગલના જે કિનારે તે નયસાર આવેલો છે તેજ કિનારે તે મુનિ મહારાજાઓ પણ માર્ગ ભૂલવાથી આવી ચઢયા. જંગલથી તે મુનિ મહારાજાઓ જે વખતે બહાર આવ્યા છે અને ભવિષ્યના ભગવાન એવા શ્રી નયસારને જે વખતે તે મુનિ મહારાજાઓ દેખવામાં આવ્યા છે તે વખતે તે મુનિ મહારાજાઓની અવસ્થા દેખીને તેમજ તેમનું વિદેશીયપણું અને જે જંગલ તે મુનિ મહારાજાઓ ઉતર્યા છે તેનું અત્યંત વિકટપણું કે જે વિકટ જંગલમાં શસ્ત્રધારી પણ એકાકી વિચરી શકતા નથી. (મુનિ મહારાજાઓએ ઓળંગેલા જંગલનું શાસ્ત્રકારોએ જે ભયંકરપણું એકાકી શસ્ત્રધારી પણ જ્યાં ન વિચરી શકે એમ કહી જણાવ્યું છે તે નયસાર જે જગા ઉપર લાકડાં કાપે છે તે સ્થાનને લગાડવામાં તે લગાડનારા ભૂલ કરે છે.) તેવી રીતે પરસેવાથી જંગલના પરિશ્રમથી રેબઝેબ થયેલા, ભયના ભણકારાથી ભરાયેલા, સુધા અને તૃષાથી અત્યંત વ્યાકુળ અને પરદેશી એવા સાધુઓને તે નયસારે ઝાડની ઘટાઓથી ભરપૂર એવા સ્થાનમાં મધ્યાહ્નકાળે દેખ્યા, અર્થાત્ તે સાધુઓ મધ્યાહ્નકાળ સુધી અજાણ્યા જંગલમાં ભૂલા પડ્યા છતાં કેવી રીતે હેરાનગતિ પામ્યા હશે અને તેમની કેવી અવસ્થા થઇ હશે તેની આપણને કલ્પના આવવી પણ અશક્ય છે, તેવી રીતે હેરાન થયેલા પરદેશી જંગલ ઓળંગીને આવેલા મુનિ મહારાજાઓને દેખીને નયસાર જે અનુકંપા ભાવમાં પ્રવેશ કરે છે તે તેના આત્માની સંસ્કૃત દશા જણાવે છે, કેમકે શાસ્ત્રકારો મોક્ષના બીજ તરીકે જેમ તત્ત્વનો અદ્વેષભાવ જણાવે છે, તેમ અહીં નયસારને પણ જૈન સાધુઓનો અદ્વેષભાવ પૂરેપૂરો હોવો જોઇએ. જો તે નયસારને જૈન સાધુને અંગે અષભાવ ન હોત, પણ વર્તમાન યુગના વરશાસનના વીર કહેવડાવનારા મહાનુભાવો સર્વજ્ઞ શાસનમાં વર્તતા છતાં માત્ર વિચારભેદને સહન નહિ કરતાં જૈન બાળક કે કોઇપણ જૈનવ્યકિતને ન છાજે તેવા મારવો, બંદીખાને નાખવો, વિરોધીના આર્થિક નુકશાનમાં રાજી થવું, કૌટુંબિક નાશમાં કિલકિલાટ કરવો, અપમાનમાં આનંદ માનવો યાવત્ તેના શારીરિક દુઃખમાં સંતોષની સીમાએ પહોંચવું વિગેરે વિચારો ધરાવવા સાથે વચનપ્રવાહને વિસ્તારે છે તેવી દ્રષદશા હોત તો તે નયસારને તે કષ્ટની કોટિએ ગએલા પણ સુવિહિતોને દેખીને અંશ માત્ર પણ અનુકંપા આવત નહિ, પણ નયસારને તે સુવિદિતોને તેવી અવસ્થામાં દેખીને અદ્વેષભાવ હોવાથી ઘણી જ તીવ્ર અનુકંપા આવી અને તે જ અનુકંપાને લીધે સાર્થવાહની અનુચિત પ્રવૃતિનો તેને વિચાર થવા લાગ્યો. તે નયસારના મનમાં આવ્યું કે ઉદ્યોષણ કરીને વિશ્વાસ દેવાપૂર્વક સાર્થમાં લીધેલા સર્વ પુરુષોને સર્વ પ્રકારે જાળવવા એ સાર્થવાહની ફરજ હોય તો પછી આવા અલ્પ સાધુઓ સાર્થથી છૂટા પડી જાય તેની સાર્થવાહે ખબર કેમ ન રાખી?