SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બે (નં.૪-૫) આગમવાચનાઓ અને ચાતુર્માસ. વિ. સં. ૧૯૭૪ અનેક વર્ષોથી ચાલ્યા આવતા સુરત સંઘના કુસંપના બીજનું ઉચ્છેદન સંઘની પૂર્ણ એક્યતા. અપૂર્વ ઉત્સવ સાથે આચાર્યપદ પ્રદાન. મુંબઈમાં ચાતુર્માસ, અને ઉપદેશદ્રારા દુષ્કાળ રાહત નિધિને છલકતો બનાવવો. વિ. સં. ૧૯૭૫ આચાર્યપદે આરૂઢ થયા પછીનું સુરતમાં પ્રથમ ચાતુર્માસ, શ્રી જૈનાનંદ પુસ્તકાલયની સ્થાપના. ઉપધાનતપ ચાર મુનિવરોને ગણીપદ પ્રદાન. વિ. સં. ૧૯૭૬ પૂજયશ્રીના ઉપદેશથી મહા વદ-૮ જીવનચંદ નવલચંદ ઝવેરીનો પૂજ્યશ્રીની નિશ્રામાં સુરતથી સિદ્ધગિરિનો છ'રી પાળતો સંધ,પાલીતાણામાં ચાતુર્માસ અને આગમવાચના નં.૬ તથા ઉપધાન. વિ. સં. ૧૯૭૭ રતલામમાં સાતમી આગમવાચના ન.માલવદેશમાં વિહરણ શૈલાનાનરેશને પ્રતિબોધ,શૈલાનામાં ચાતુર્માસ, રાજયમાં અમારિપડહની ધોષણા. ૧૯૭૮ રતલામમાં ચાતુર્માસ જિનમંદિર વિગેરે ધાર્મિક સંસ્થાઓનો વહીવટ સુંદર ચાલે તે માટે “શેઠ 2ષભદેવજી કેશરીમલજી પેઢીની સ્થાપના, ઉપધાનતપની આરાધના. વિ. સં. ૧૯૭૯ ભોપાવર તીર્થનો ઉદ્ધાર માંડવગઢ તીર્થનુ સ્ટેટ સાથે સમાધાન પંચેડ તથા સેમલીયા નગરના ઠાકોરને પ્રતિબોધ ત્રિસ્તુતિક સાથે શાસ્ત્રાર્થ અને વિજ. રતલામમાં ચાતુર્માસ. વિ. સં. ૧૯૮૦ બંગદેશ તરફ વિહાર, કલકત્તામાં ચાતુર્માસ, ઉપાશ્રય જ્ઞાનમંદિર, હિંદી સાહિત્ય પ્રકાશન આદિ કાર્યો માટે ઉપદેશ દ્વારા મોટુ ફંડ. વિ.સં. ૧૯૮૧ પવિત્ર કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, અજિમગંજમા ચાતુર્માસ, અપૂર્વ શાસનપ્રભાવના, બાબુઓમાં ધર્મજાગૃતિ. જેને હિંદી સાહિત્યના લાભાર્થે ફંડ. વિ. સં. ૧૯૮૨ સાદડીમાં ચાતુર્માસ, પોરવાડ સંધનું સમાધાન, શેષકાળમાં દિગંબરો અને તેરાપંથીઓ સાથે શાસ્ત્રાર્થ અને વિજય.ઉપધાન તપની આરાધના. વિ. સં. ૧૯૮૩દિગંબરોના ઉત્પાત વચ્ચે શ્રી કેશરીયાજી તીર્થમાં ધ્વજદંડ આરોપણ પ્રતિષ્ઠા,ઉદેપુરમાં ચાતુર્માસ, ધર્મજાગૃતિ કાજે “શ્રી જૈનામૃતસમિતિ'નામક સંસ્થાની સ્થાપના. વિ. સં. ૧૯૮૪ શ્રી તારંગા તીર્થમાં ઉઘાનની અંદર આવેલ દેવકુલિકામાં મહાવદ ૫ ના શ્રી અજિતનાથ ભગવંતની પાદુકાની પ્રતિષ્ઠા અમદાવાદમાં ચાતુર્માસ, શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી અપૂર્વ રીતે ઓળીની આરાધના, પીસ્તાલીસ આગમોના મહાતપની આરાધના, શ્રાવકોમાં ધર્મભાવના અને વિરતિભાવના જાગૃત અને સ્થિર થાય તે માટે દેશવિરતિ ધર્મ આરાધક સમાજ' નામક સંસ્થાની સ્થાપના. વિ.સં. ૧૯૮૫ પૂજયશ્રીના વરદહસ્તે ઉધાપન મહોત્સવ તેમજ યોગોદ્રહન કરાવવા પૂર્વક મુ માણિજ્યસાગરજી મહારાજને ગણીપદ, પન્યાસપદ તથા ભોયણી તીર્થમાં ઉપાધ્યાયપદ અર્પણ, શત્રુંજય તીર્થની યાત્રા રક્ષા કાજે લાખો રૂપિયાનું ફંડ, શત્રુંજય પર્વતની તળેટીમાં નવપદની ઓળીનું સામુહિક વિશાળ આરાધન, જામનગરમાં ચાતુર્માસ, અનેક તપોનું આરાધન. વિ. સં. ૧૯૮૬ પૂજયશ્રીની નિશ્રામાં અનેક આત્માઓએ સુરતમાં સામુહિક રીતે કરેલું નવપદનું મહાઆરાધન. શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળાનું સ્થાયી વિશાળ ફંડ “શેઠનગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધારક ફંડનામક સંસ્થાની સ્થાપના, નવપદ આરાધક સમાજ, ધી યંગમેન જૈન સોસાયટી, અને દેશવિરતિ ધર્મ આરાધક સમાજ, આ ત્રણે સંસ્થાનું વિશાળ સંમેલન. ખંભાતમાં ચાતુર્માસ. વિ. સં. ૧૯૮૭ અમદાવાદમાં પૂજ્યશ્રીના ઉપદેશ અને માર્ગદર્શનથી મોટા પાયા ઉપર જૈન સાહિત્ય પ્રદર્શન’ અમદાવાદમાં ચાતુર્માસ. 'વિ. સં. ૧૯૮૮ મુંબઈમાં ચાતુર્માસ અને ધર્મના પ્રચાર અને જ્ઞાન અર્થે ‘સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ' નામક સંસ્થાની સ્થાપના. પુણ્યાત્માઓને કરાવેલ તપની આરાધના. વિ.સં. ૧૯૮૯ સુરતમાં ચાતુર્માસ અને શાસ્ત્રીયપરંપરા મુજબ સંવત્સરીની સકલ સંઘને કરાવેલી આરાદના. આરાધક આત્માઓને કરાવેલ ઉપધાન તપની આરાધના. વિ. સં. ૧૯૯૦ અમદાવાદમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના મુનિસંમેલનને અપૂર્વકાર્યવાહી દ્વારા સફલીકરણ, વડોદરા રાજ્ય દ્વારા “બાળ સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક નામક અન્યાયી કાયદાનો જડબેસલાક પ્રતિકાર, મહેસાણામાં ચાતુર્માસ, બ્રાઉને કરેલ આમધરની પ્રશંસા. ૧૯૯૧ જામનગરમાં શેઠ પોપટલાલ ધારશીભાઈએ કરાવેલ ભવ્ય ઉધાપન મહોત્સવ અને દેશવિરતિ આરાધક સમાજનું અધિવેશન.પાલીતાણામાં ચાતુર્માસ અને આરકોને કરાવેલ ઉપધાન તપની આરાધના. નરાજ શ્રી
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy