________________
પૂજયપાદ આગમોદ્ધારકશ્રીજીના ચાતુર્માસો અને વિશિષ્ટ પ્રસંગોની રૂપરેખા વિ.સં. ૧૯૪૭માં સૌરાષ્ટ્રના લીંબડી ગામે પૂજ્યવર્ય શ્રી ઝવેરસાગરજી મહારાજશ્રીના વરદહસ્તે દીક્ષા અને
ત્યાંજ ચાતુમાસ. વિ. સં. ૧૯૪૮ પૂજય ગુરૂદેવનો કાળધર્મ અને અમદાવાદમાં ચાતુર્માસ. વિ.સં. ૧૯૪૯ઉદયપુર(મેવાડ)માં ચાતુર્માસ શ્રીઆલમચંદજીપાસેવિદ્યાભ્યાસ,શેષકાળમાં ગ્રામ્યપ્રદેશમાં વિહાર. વિ. સં. ૧૯૫૦પાલીમાં ચાતુર્માસ અને શ્રીઠાણાંગસૂત્રનું સભામાં વાંચન, સ્થાનકવાસી બડેખાંઓનો પરાભવ,
જિનમૂર્તિ પૂજકોના હુમલાથી મુર્તિપૂજકોનો બચાવ. વિ.સં. ૧૯૫૧ સોજા (રાજસ્થાન)માં ચાતુર્માસ, અપૂર્વ ધર્મજાગૃતિ અને ધર્મનો પાયો સુદઢ કર્યા. વિ. સં. ૧૯૫૨ પેટલાદમાં મુનિરાજ જીવવિજ્યજી મહારાજ, (સંસારપક્ષે પિતાજી)ની સેવા અને કાળધર્મ;
સંવત્સરી મહાપર્વની શાસ્ત્રીયપરંપરાના આધારે સંઘસહિત કરેલી આરાધના, તપસ્વીઓને શેઠ
મનસુખભાઈ ભગુભાઈ તરફથી સુવર્ણવેઢની પ્રભાવના. વિ. સં. ૧૯૫૩ છાણી ગામે ચાતુર્માસ, ન્યાયશાસ્ત્રોનું અધ્યયન, સૈદ્ધાંતિક અધ્યયન. વિ. સં. ૧૯૫૪ પાર્ધચંદ્રગચ્છ અને જૈનેતર આચાર્યો સાથે શાસ્ત્રાર્થ, કલોલમાં સ્થાનકવાસીઓ સાથે શાસ્ત્રાર્થ,
વિજપોલ્લાસ પૂર્વક ખંભાતમાં ચાતુર્માસ. વિ. સં. ૧૯૫૫ સાણંદમાં ચાતુર્માસ અને પ્રભાવના. વિ. સં. ૧૯૫૬ અમદાવાદમાં ચાતુર્માસ. વિ. સં. ૧૯૫૭પુન: અમદાવાદમાં ચાતુર્માસ, દેશનાઓનો પ્રચાર, લોકોની વ્યાખ્યાનમાં ઠઠ, ધર્મમાર્ગે ઘણાઓનું
પ્રયાણ. વિ. સં. ૧૯૫૮ અમદાવાદ ચાતુર્માસ,પાટણનો ગોઝારો દુષ્કાળ,પૂજયશ્રીના ઉપદેશથી દુષ્કાળ રાહતનિધિ”માં
અપૂર્વ ધનવર્ષા. વિ.સં. ૧૯૫૯ ભાવનગરમાં ચાતુર્માસ, અનેક આત્માઓને દેશવિરતિ આદિમાં જોડાયા. વિ.સં. ૧૯૬૦ અમદાવાદમાં યોગોહનની ક્રિયાઓ સાથે શાસ્ત્રીયવિધિ પૂર્વક ગણીપદ અને પન્યાસપદની પ્રાપ્તિ,
અહીંજ ચાતુર્માસ અને સાહિત્યસેવા શ્રુત-ભક્તિનો વિશિષ્ટ પ્રારંભ. વિ. સં. ૧૯૬૧ પેથાપુરમાં પ્રાંતિક પરિષદમાં ઓજસ્વી પ્રવચન અને કપડવંજમાં ચાતુર્માસ, વ્યાખ્યાન દ્વારા
અનેક આત્માઓમાં જાગેલી ચારિત્રની ભાવનાઓ. વિ.સં. ૧૯૬૨ ભાવનગરમાં ચાતુર્માસ. વિ. સં. ૧૯૬૩ સુરતમાં અપૂર્વ ચાતુર્માસ, ધર્મદશનામાં અપૂર્વ જાગૃતિ, ભક્તિ અને ભાવના પૂર ઉમટયા, તેના
પરિણામરૂપે. વિ.સં. ૧૯૬૪ સુરતમાં ભવ્ય-શહેર યાત્રા જિનમંદિરોમાં ચતુર્વિધસંધ સાથે યાત્રા, શેઠશ્રી દેવચંદ લાલભાઈ
પુસ્તકોદ્ધારફંડની સ્થાપના, શિખરજીપતની પવિત્રતા માટે ઝુંબેશ, સંપૂર્ણ શિખરજીપહાડનું ખરીદવું,
મુંબઈ લાલબાગમાં ચિરસ્મરણીય ચાતુર્માસ. વિ. સં. ૧૯૬૫ મુંબઈથી ઝવેરી અભેચંદ સ્વરૂપચંદ તરફથી અંતરીક્ષજી તીર્થનો છ'રી પાલતો સંધ, અંતરીક્ષજીમાં
દિગંબરીઓના દંગલ સામે વિજય, ન્યાયાલયે પૂજ્યશ્રીની નિર્દોષતાને જાહેર કરી. યુરોપીયન ન્યાયાધીશ
પણ પૂજ્યશ્રીના ભક્ત બન્યા. યેવલા (મહારાષ્ટ્ર)માં ચાતુર્માસ અને ઉપધાન. વિ. સં. ૧૯૬૬ સુરતમાં ચાતુર્માસ, ઉપધાનતપની આરાધના અપૂર્વ જાગૃતિ. વિ. સં. ૧૯૬૭ સુરતમાં ચાતુર્માસ. વિ. સં. ૧૯૬૮ સુરતમાં જૈન તત્વબોધ પાઠશાળા'ની સ્થાપના ખંભાતમાં ચાતુર્માસ.
૧૯૬૯ છાણીમાં ચાતુર્માસ, વ્યાખ્યાનદ્વારા અનેક આત્માઓના પરિણામો સંયમમાર્ગે થયા. વિ. સં. ૧૯૭૦પાટણમાં ચાતુર્માસ, દુષ્કાળ રાહતમાં ઉપદેશથી દાનવીરોનું અઢળક ધનદાન. વિ. સં. ૧૯૭૧ શ્રી ભીલડીયાજી તીર્થનો છ'રી પાળતો સંધ,ત્યાંથી ભોયણીજી તીર્થની સ્પર્શના અહીં આગમોના
મદ્રણકાજે મહા સુદ-૧૦ મે આગમાદય સમિતિની સ્થાપના, આગમસેવાનો આરંભ, પૂર્વ
આગમવાચનાઓની સ્મૃતિ કરાવે તેવી આગમવાચના પ્રથમ (નં.૧) પાટણમાં તથા ચાતુર્માસ. વિ. સં. ૧૯૭૨ કપડવંજમાં આગમવાચના નં. ૨ અમદાવાદમાં ચાતુર્માસ અને આગમવાચના નં.૩ વિ. સં. ૧૯૭૩ અમદાવાદમાં ‘શ્રી રાજનગર જૈન ધાર્મિક ઇનામી પરીક્ષા' નામક સંસ્થાની સ્થાપના. સુરતમાં