SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૧૯૯૨ પાલીતાણામાં વૈશાખ સુદ ૪ ના દિને ઉપાધ્યાય શ્રી માણિક્યસાગરજી ગણી આદિ ચાર સુયોગ્ય મુનિવરોને આચાર્યપદ અર્પણ, તે જ દિને આચાર્યપદે આરૂઢ થએલા આચાર્યદેવશ્રી ગરસૂરીશ્વરજીની સ્વપ સ્થાપના. જામનગરમાં શ્રી લક્ષ્મી આશ્રમ અને શ્રી જૈનાનંદ જ્ઞાનમંદિરની સ્થાપના. જામનગરમાં ચાતુર્માસ અને શાસ્ત્રીયપરંપરા પ્રમાણે સંવત્સરી પર્વનું શ્રીસંઘને કરાવેલું આરાધન. વિ. સં. ૧૯૯૩ જામનગરમાં દેવબાગ ઉપાશ્રયનું નિર્માણ શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદભાઈએ કરાવેલ ભવ્ય ઉધ્યાપન અને ચાતુર્માસ. આયંબીલ શાળા અને ભોજનશાળાની સ્થાપના, શાસ્ત્રીયપરંપરા પ્રમાણે સંવત્સરી પર્વનું શ્રીસંઘને કરાવેલું આરાધન. વિ. સં. ૧૯૯૪ પૂજયશ્રીના ઉપદેશથી સંઘવી પોપટલાલ ધારશીભાઈ તથા ચુનીલાલ લક્ષ્મીચંદભાઈએ શ્રી શત્રુંજય તથા ગીરનારજી વિગેરે તીર્થોનો છ'રી પાળતો સંઘ, શ્રી સિદ્ધગિરિરાજની પવિત્ર તળેટીમાં ‘શ્રી વર્ધમાન જૈન આગમમંદિરનો આરંભ, થયેલ અને ખાતમુહૂર્તપ્રસંગે પ્રથમ રૂ. ૨૫,૦૦૦ આપી સુરત નિવાસી છગનભાઈ ફૂલચંદના સુપુત્ર શાંતિચંદે ૧૭,૦૦૦નું દેરાસર તથા ૧૦,૦૦૦ નું આગમ નોંધાવેલ અને સંગેમરમરન શિલાઓમાં આગમોને કંડારવાનો પ્રારંભ.પાલીતાણામાં ચાતુર્માસ, અને ઉપધાન તપનું કરાવેલું ભવ્ય આરાધન. વિ.સં. ૧૯૯૫ પૂજયશ્રીના ઉપદેશથી શ્રાદ્ધવર્ય શ્રી મોહનલાલ છોટાલાલે અમદાવાદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં કરાવેલું ભવ્ય અને સ્મરણીય ઉઘાપન, અમદાવાદમાં ચાર્તુમાસ, પાલીતાણામાં આવેલ શ્રમણસંઘ પુસ્તકસંગ્રહ' નામક જ્ઞાનપરબની સ્થાપના. વિ. સં. ૧૯૯૬ અમદાવાદમાં ગણી ક્ષમાસાગરજી મ.ને પંન્યાસપદ અર્પણ, પાલીતાણામાં ચાતુર્માસ અને ઉપધાન તપની કરાવેલી આરાધના. વિ. સં. ૧૯૯૭ પાલીતાણામાં ૫. ક્ષમાસાગરજી ગણીને ઉપાધ્યાયપદ ચંદ્રસાગરજી મ.ને ગણી અને પન્યાસપદ અર્પણ, સિદ્ધચક ગણધર મંદિરનો પ્રારંભ, પાલીતાણામાં ચાતુર્માસ અને ઉપધાનતપની કરાવેલી આરાધના. વિ. સં. ૧૯૯૮ પાલીતાણામાં ચાતુર્માસ અને આગમ મંદિરના કાર્યમાં તેમજ આગમોના કાર્યમાં વધુ વેગ, તેમજ ઉપધાનતપની કરાવેલી આરાધના. વિ. સં. ૧૯૯૯ પાલીતાણામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા ઉત્સવ દ્વિસહસ્ત્રાધિક જિનબિંબોની મહા વદ ૨ ના અંજનશલાકા, શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર અને શ્રી સિદ્ધચક ગણધરમંદિરમાં જિનબિંબો અને ગણધરબિંબોની મહા વદ ૫ ના મંગળમય પ્રતિષ્ઠા, કપડવંજમાં નવપદ ઓળીનું સામુદાયિક આરાધન, દેશવિરતિ ધર્મ આરાધક સમાજનું પૂજયશ્રીની નિશ્રામાં સંમેલન. કપડવંજમાં ચાતુર્માસ. મુનિ હમસાગરજીને ગણી અને પન્યાસપદ અર્પણ. વિ.સં. ૨૦૦૦ સુરતમાં સામુહિક શહેર જિનમંદિરયાત્રા, મુંબઈમાં ચાતુર્માસ. જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જૈનધર્મવિદ્યોતક તોફાની ઠરાવોનો મહાપ્રતિકાર પુણ્યાત્માઓમાં ધર્મજાગૃતિ. વિ. સં. ૨૦૦૧ સુરતમાં ચાતુર્માસ અને ધર્મજાગૃતિ. વિ. સં. ૨૦૦૨ સુરતમાં શ્રી આનંદસાગરસૂરીશ્વરજી પાઠશાળાની સ્થાપના શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિરના કાર્ય માટે શ્રી આરામોદ્ધારક સંસ્થા”નામક સંસ્થાની સ્થાપના. બાજીપુરા ગામમાં પ્રતિષ્ઠા અને સુરતમાં ચાતુર્માસ. ૨૦૦૩ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમંદિરનો પ્રારંભ. સુરતમાં ચાતુર્માસ. હિંદ-પાકીસ્તાનના ભાગલા વખતે આપત્તિમાં આવી પડેલા શ્રાવકોના ઉત્થાન માટે ફંડ. ૨૦૦૪ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમંદિરમાં ૧૨૦ તીર્થંકર પ્રતિમાઓની મહા સુદ ૩ ના પ્રતિષ્ઠા. સુરતમાં ચાતુર્માસ શાસ્ત્રીયપરંપરા પ્રમાણે સંવત્સરી મહાપર્વનું શ્રી સંઘને કરાવેલું આરાધન. વિ. સં. ૨૦૦૫ જીણજંઘાબળના કારણે સુરતમાં સ્થિરતા ચાતુર્માસ અને જ્ઞાનધ્યાનમાં વિશેષ જાગરૂકતા શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થાની સ્થાપના. વિ. સં. ૨૦૦૬ સુરતમાં ‘આરાધના માર્ગ' નામક અંતિમ ગ્રંથની અપૂર્વ રચના.વૈશાખ શુકલા પંચમીની રાત્રિથી અર્ધપદ્માસન મદ્રાએ સંપૂર્ણ મૌન સહ કાયોત્સર્ગનો પ્રારંભ. વિશાખ વદ પંચમી, શનિવાર તૃતીયપ્રહરની ચાર ઘડી પછી અમૃત ચોઘડીએ પંચોતેર વર્ષની વયે ઓગણસાઠ-વર્ષની દીક્ષા પર્યાય પાલી પોતાના પટ્ટધર શાંતમૂર્તિ આચાર્યદેવશ્રી માણિજ્યસાગદસૂરીશ્વરજી મ. આદિ ચતુર્વિધ સંધના મુખેથી શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કાળ ધર્મ. વિ.સં.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy