________________
૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ આવી રીતે બોલનારાઓએ પ્રથમ શ્રીસ્થાનાંગસૂત્ર તથા શ્રી ભગવતીજીસૂત્રના પાઠો તરફ ધ્યાન દેવું જોઈએ કેમકે સાધુ મહાત્માની અવજ્ઞા કરીને સાધુ મહાત્માને દેવાતું દાન જ અશુભ દીર્ધાયુષનું કારણ ગણાવી એકાંત પાપનું કારણ જણાવ્યું છે, પણ જ્યાં સાધુ મહાત્માની અવજ્ઞા ન હોય તે સ્થાને પાત્રની ઉત્તમતા ન જાણવાથી સુપાત્રદાન બુદ્ધિ ન થતાં સ્વાભાવિક દયાની પરિણતિએ અનુકંપા બુધ્ધિ થાય તો તેમાં અંશે પણ પાપનો સંભવ કહી શકાય નહિ. આ જ કારણથી શ્રીઓઘનિર્યુક્તિમાં પણ આચાર્યદિકની અનુકંપાથી મહાભાગ્યશાળી એવા ગચ્છની અનુકંપા જણાવી, અનુકંપાદાનની પણ ઉત્તમતા સ્પષ્ટ જણાવી છે. જો કે ગુણહીનમાં ગુણવત્તાની બુધ્ધિ કરવાથી અનુકંપાદાનમાં સુપાત્રપણાની બુદ્ધિ થાય તે પાપબંધ કરાવનારી હોય, પણ ગુણવાનમાં ગુણવાનપણાની બુદ્ધિ ન થાય તેટલા માત્રથી તેવો પાપબંધ કહી શકાય જ નહિ, છતાં જો ગુણવાનમાં ગુણવાનપણાની બુદ્ધિ ન થાય એટલા માત્રને અશુભ દીર્ધાયુષનું કારણ માની મહાપાપબંધ થવાનું માનીએ તો અનાદિના મિથ્યાત્વમાં એટલો બધો પાપબંધ થઈ જાય કે કોઈ પણ જીવ ઉંચો આવે જ નહિ, એટલું જ નહિ પણ તત્ત્વની શ્રદ્ધા નહિ કરવારૂપ મિથ્યાત્વની દશા છતાં પણ થતું યથાભદ્રપણું તે પણ મહાપાપબંધનું કારણ જ રહે, માટે અનુકંપાદાનના પાત્રમાં સુપાત્રદાનપણાની બુદ્ધિ જેમ એકાંત પાપનું કારણ બને છે અને જેને આશ્રીને શ્રીભગવતીજી વિગેર સૂત્રોમાં ફાસુ કે અફાસુ દાન દેનારાને અંગે અસંયત, અવિરત વિગેરે વિશેષણો જણાવેલાં છે, એટલે અસંયત, અવિરત, અપ્રતિહાપ્રત્યાખ્યાત પાપકર્મવાળાને સંયત વિરત વિગેર માની દાન દે તો તેને અગુણીમાં ગુણવત્તાનો આરોપ કરવાથી એકાંત પાપકર્મ થાય તે સ્વાભાવિક જ છે, અને તે માટે જ તે સૂત્રમાં અસંયત વિગેરે વિશેષણ આપવા સાથે પરિત્નામેનાને એવું સુપાત્રદાનપણાને સૂચવનારું જ કૃદંત વાપરેલું છે. વળી ત્યાં નિષેધથી પાપબંધ જણાવવા સાથે નિર્જરાનો કરેલો છે, તે પણ સ્પષ્ટ જણાવે છે કે સુપાત્રદાન નિર્જરાને બુદ્ધિથી દેવાય છે અને તે નિર્જરા અહીં દાન લેવાવાળો અપાત્ર હોવાથી અહીં અંશે પણ થતી નથી. વળી એકાંત પાપકર્મનો બંધ જણાવ્યા પછી નિર્જરાના નિષેધનો પ્રસંગ જ રહેતો નથી છતાં જે નિર્જરાનો નિષેધ એકાંત પાપકર્મનું વિધાન કરવા છતાં કરવો પડયો છે તે એ વસ્તુ જણાવવાને બસ છે કે દાતારની બુદ્ધિ સુપાત્રપણાની હોવાથી પરિણામે બંધની અપેક્ષાએ તે દાતારને સુપાત્રદાનની નિર્જરા મળવી જોઈએ એવું કોઈ સમજી જાય નહિ કેમકે કિયાએ કર્મ અને પરિણામે બંધ એ વસ્તુ માત્ર આકસ્મિક સંયોગોના પલટાને અંગે થયેલા ક્રિયા કે પરિણામના પલટાની વખતના પરિણામને જ આભારી છે, અર્થાત્ અપાત્રમાં દેવાતા દાનની વખતે જે પાત્રપણાની બુદ્ધિ તે પાત્રદાનના ફળને દેવાને માટે સર્વથા અસમર્થ જ છે. જો એમ ન માનીએ તો સર્વ જૈનેતર લોકો કદેવ,