________________
૭૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ કુગુરુ અને કુધર્મને માનવાવાળા છતાં પણ સુદેવ, સુગુરુ, સુધર્મની બુદ્ધિએ જ માને છે. તો તે જૈનેતરોને પણ સમ્યકત્વ પરિણામવાળા જ માનવા જોઇએ પણ કોઇપણ પ્રકારે તે જૈનેતરો સમ્યકત્વના લાભને મેળવતા નથી, તેનું કારણ એ જ કે આકસ્મિક સંયોગના પલટાને અંગે ક્રિયા અને પરિણામની ઉલટપલટ થવાની હકીકત અહીં લાગુ પડતી નથી, અને તેથી તે જૈનેતરો શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની બુદ્ધિએ પણ કુદેવ, કુગુરુ, અને કુધર્મને આરાધતા હોઈ મિથ્યાત્વ દશામાંજ ગણાય છે. જૈનશાસનને અંગે પણ ગોશાળા, જમાલિ અને બીજા નિદ્વવોને અનુસરનારાઓ જો કે શુદ્ધપણાની બુદ્ધિથી જ અનુસરતા હતા તો પણ તે અનુસરનારાઓને શ્રદ્ધા રહિત જ ગણવામાં આવ્યા છે.
આ ઉપર જણાવેલી હકીકત જો ન માનીએ તો સુદેવ, સુગુરુ, સુધર્મ અને કુદેવ, કુગુરુ, કુધર્મની પરીક્ષાને અવકાશ જ ન રહે અને તે નિરર્થક જ માનવી પડે, એટલે કે અપાત્રમાં પાત્રપણાની બુદ્ધિથી અપાતું દાન સર્વથા નિર્જરાનું કારણ ન બને અને એકાંત પાપબંધનું જ કારણ બને એમ સ્પષ્ટપણે માની શકીએ પણ તેથી સુપાત્રદાનના પાત્રભૂત મહાત્માઓ તરફ પોતાની અજ્ઞાન કે ભદ્રિક દશાને અંગે સુપાત્રપણાની બુદ્ધિ ન થાય અગર સમજુ હોવાને લીધે સુપાત્રપણાની બુદ્ધિ હોવાં છતાં પણ સુવિહિત શિરોમણિઓની બાલાદિક અવસ્થાને અંગે અનુકંપા બુદ્ધિ થઈ જાય તો તેટલા માત્રથી તે દાન દેનારો પાપ બાંધે છે એમ કોઈપણ પ્રકારે કહી શકાય નહિ, અને આ જ કારણથી વિપાકસૂત્રના બીજા સુખવિપાક નામના પહેલા અધ્યયનમાં મિથ્યાત્વી દશા છતાં પણ સુબાહુકુમારે આપેલું જે સુપાત્રને વિષે દાન તે મહાફળદાયી જણાવેલું છે.
એવી રીતે અહીં પણ મધ્યાહ્નના સમય સુધી સખત મહેનત કરીને થાકેલો અને રઘવાયો થયેલો પણ નયસાર સમ્યકત્વ પામ્યો નથી છતાં પણ સુવિહિત શિરોમણિઓની દુઃખિત દશાને દેખીને અનુકંપા કરવા તરફ પ્રેરાયેલો છે અને તે જ અનુકંપાની જડથી તેવા સખત તાપમાં તે આગળ ચાલી ગયેલા સાર્થની સાથે ભેળા કરવા તે મુનિઓને જોડે લઈને ચાલેલો છે. જો આ નયસારમાં ભયંકર ભીખમપંથીઓની ભાવના ઉદ્ભવી હોત અને પોતાના આત્માને અંગે થતા દુઃખમાં કર્મને કારણ માની આકુળતાવ્યાકુળતા ન કરવી એવા વાસ્તવિક ઉપદેશની ઉંધી અસર લઈ બીજા દુઃખી પ્રાણીઓના દુઃખને દેખીને પણ લાગણી ન ઉદ્ભવવી જોઇએ એવો દયાના દુશ્મનોનો બેહુદો બોધ નયસારના શરીરમાં અંશે, પણ રહ્યો હોત તો આ જંગલમાંથી ભૂલા પડી હેરાન થઈ, ભૂખ્યા અને તરસ્યા આવેલા મહાત્માઓને, દેખ્યા છતાં પણ તેરાપંથીના કહેવાતા તારણહારના ત્રાપાને નામે ડૂબતા મનુષ્યોની માફક વિવેકરહિત બન્યો હોત અને તેથી તે નયસારને અંશે પણ અનુકંપા આવત નહિ, અશનપાન વિગેરે આપત નહિ અને સાર્થમાં ભેળા મેળવવા માટે સખત ગરમીમાં સાથે જવાનું તો સ્વપ્ન પણ સેવત નહિ, પણ સમગ્ર