________________
૭૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ મહારાજનો પૂર્વ ભવનો જીવ) લાકડાં કાપવા માટે સ્વયં જંગલમાં ગયો. આ સ્થાને આ વાત તો પ્રત્ય છે કે લાકડાં કાપવા જવાવાળા મનુષ્યો નજીકના સ્થાનમાં લાકડાં કાપવાનાં હોય છે તો પણ પાછ૯ રાત્રિએ નીકળી જાય છે અને સૂર્યોદય થવા દેતા નથી તો આ નયસારને તો દૂર જંગલમાં લાકડાં કાપડ જવાનું હતું તેથી તે પાછલી રાત્રે નીકળે તે સ્વાભાવિક જ છે. જંગલમાં દૂર જવાની વાત એટલા ઉપરથી સમજાય છે કે જો લાકડાં કાપવાના સ્થાનથી ગામ નજીક હોત તો તે નયસાર સાધુઓને ગામમાં ૧ મોકલત અને તે સુવિહિત, શિરોમણિ સાધુઓ પણ તે નયસાર પાસેથી એકાન્ન ગ્રહણ કરત નહિ પડ તે સાધુ મહાત્માઓ ગામમાં જ પધારત, પણ એમ નથી બન્યું, પરંતુ એકલા નયસારના પ્રતિલામેલ અન્નપાણી તે મહાત્માઓએ વાપરેલાં છે તેથી સ્વાભાવિક માનવાને કારણ જણાય છે કે તે લાકડાં કાપવાનું સ્થાન નયસારના ગામથી ઘણું દૂર હોવું જોઇએ, અને જો તે લાકડાં કાપવાનું સ્થાન ગામથી દૂર હોય તો નયસારને પાછલી રાત્રિએ જ લાકડાં કાપવા ગાડું લઈને જવું પડે એ સ્વાભાવિક જ છે.
વળી, દૂર જંગલમાં લાકડાં કાપવા ગયેલો મનુષ્ય પોતાનું લાકડાં કાપવાનું કામ વેળાસર શરૂ કરે એ નહિ માનવા જેવું નથી. એવી રીતે નયસારે વહેલેથી લાકડાં કાપવાનું કામ શરૂ કરેલું છે. ઉનાળાના મધ્યાહ્નના બાર વાગવા જેવા સમય સુધી તે લાકડાં કાપવાના કામમાં પ્રવર્તેલો મનુષ્ય કેવો થાકી જાય તે વાચકની કલ્પનાની બહાર નથી. આ થાકની અતિશયિત સ્થિતિ જણાવવાનું કારણ એટલું જ કે એવા અત્યંત થાકની વખતે પણ જે મનુષ્યના અંતઃકરણમાં દયાના ઝરણાં છૂટે છે તે મનુષ્ય કેટલો બધો ઉત્તમ હોવો જોઈએ તે કલ્પનાથી બહાર નથી.
આ સ્થાને યાદ રાખવાની જરૂર છે કે આ નયસાર શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની ઉત્તમતાને માનનારો કે સમ્યકત્વવાળો હજી થયેલો નથી, અને તેથી તે સાધુ મહાત્માઓને દેખે અને ઉત્તમ સુપાત્રદાનની ભાવના તેને થાય એ અસંભવિત જ છે. તત્ત્વદૃષ્ટિને ધારણ કરનારા, શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મતત્ત્વને સમજનારા શ્રાવકુલમાં અવતરેલા મનુષ્યો પણ બાલ, વૃધ્ધ અને ગ્લાન મુનિવરોને દાન દેતાં સુપાત્રપણું સમજે તો પણ તે બાલાદિકની અવસ્થાને ધારીને દાન દેતાં અનુકંપાના અભિપ્રાયમાં સુપાત્ર દાન સમજવા છતાં પણ જાય છે તો પછી જે આ નયસાર તત્ત્વદૃષ્ટિથી વિમુખ છે, દેવાદિક તત્ત્વોને સમજતો નથી, તેને સુપાત્રદાનની બુદ્ધિ આવે એ બને જ નહિ, અર્થાત્ એ નયસારે દીધેલું દાન વસ્તુતઃ સુપાત્રદાન છતાં પણ નયસારની ભાવનાએ તે અનુકંપાથી થયેલું જ સુપાત્રદાન છે.
કોઇક તરફથી એમ કહેવામાં આવે છે કે અનુકંપાદાનના પાત્રમાં સુપાત્રપણાની બુદ્ધિથી જો દાન દેવાય તો એકાંત પાપકર્મ જ બંધાય છે, તેવી રીતે સુપાત્રદાનને લાયક પુરુષોમાં પણ સુપાત્રદાનની બુદ્ધિ નહિ રહેતાં અનુકંપાદાનરૂપે વિપર્યાય બુદ્ધિ થાય તો તે વસ્તુતાએ સુપાત્રદાન છતાં પણ દાતાની અનુકંપા બુદ્ધિ હોવાથી સુવિહિત મહાત્માઓને અનુકંપનીય ગણ્યા તેથી પાત્ર વિપર્યાસ થઇને એકાંત પાપબંધ જ કરાવે.