SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૧-૧૧-૩૪ પરમ પવિત્ર પર્યુષણ પર્વની વ્યવસ્થા અને તેનાં પવિત્ર કાર્યો. (ગતાંકથી ચાલુ) અને તેથી અવસ્થાનરૂપ પર્યુષણા અષાઢ ચાતુર્માસી પછી વીસ જ દિવસે હોવી જોઈએ. છતાં શ્રી કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસ સહિત એક મહિનો ગયા પછી જે પર્યુષણા કરવાનું જણાવ્યું છે તે કાં તો તે વખતે શ્રી શ્રમણ સંઘે અષાઢ ચાતુર્માસી પછી દશ પર્વ સુધી અનિયમિતપણે પર્યુષણા કરવાનો રિવાજ બંધ કર્યો તે પુસ્તકારોહણની પછીથી હોય અથવા તો સર્વસામાન્ય રીતિએ વર્ણન કરતાં અભિવર્ધિતની વિવેક્ષા વગર જ વર્ણન કર્યું હોય અથવા તો નવમા પૂર્વના જેવો સામાચારીનો પાઠ હોય તેવો જ નવમાં વ્યાખ્યાનમાં મળેલો હોય. જો આ ત્રણમાંથી કોઈપણ કારણ ન હોય તો તે ચોમાસે તો ચોખ્ખો પોષ મહિનો અધિક હોવાથી અભિવર્ધિત વર્ષ હતું અને તેથી શાસ્ત્રોના નિયમ પ્રમાણે અભિવર્ધિત વર્ષમાં અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસે જ અવસ્થાનરૂપ પર્યુષણા કરવાનાં હોય છે અને તેથી અષાઢ ચાતુર્માસી પછી એક મહિનો ને વીસ દિવસે પર્યુષણ કરવાનું નહિ કહેતાં માત્ર અષાઢ ચાતુર્માસી પછી માત્ર વીસ દિવસે જ પર્યુષણા કરવાનું લખત, એટલું જ નહિ પણ સર્વકાળમાં દરેક યુગના ત્રીજા અને પાંચમા વર્ષે અભિવર્ધિત વર્ષ હોવાથી દરેક યુગના ત્રીજા અને પાંચમા વર્ષે અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસે પર્યુષણા થાય છે તેની પણ સૂચના તે જ સૂત્રોમાં કરત, અથવા ચંદ્રસંવત્સરમાં વીસ દિવસ સહિત એક માસ ગયા પછી પર્યુષણા કરવી એમ ચંદ્રસંવત્સરના નામે વિશિષ્ટપણે લખાત, પણ ચંદ્ર કે અભિવર્ધિતના નામે વિશિષ્ટપણે નહિ લખતાં જે સામાન્ય રીતે અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસ સહિત એક મહિના ગયા પછી પર્યુષણા કરવી એમ જે જણાવેલું છે તે મુખ્યતાએ સાંવત્સરિક પ્રતિક્રમણને જ અનુલક્ષીને જ જણાવેલું છે, અને તેથી જ ક્લેશની શાંતિને વખતે “મનેa’ એમ કહી તે પુસ્તકારોહણનો છેલ્લો કાળ પણ સંવત્સરીનો દિવસ હોય એમ ધ્વનિત કરે છે. જો એમ ન હોત તો “મનેa' એમ નહિ કહેતા “તંગિ ચેવ વિશે' એવો ઉલ્લેખ કરત. આ ઉપરથી પણ એમ સ્પષ્ટ થાય છે કે સાંવત્સરિકપર્વનો કાળ તો વર્ષ અભિવર્ધિત હો કે અનભિવર્ધિત એટલે ચંદ્ર વર્ષ હો તો પણ અષાઢ ચાતુર્માસી પછી પચાસ દિવસે નિયમિત જ હતો અને તેથી જ તે સામાચારીના સૂત્રોમાં વીસ દિવસ સહિત મહિનો ગયા પછી સાંવત્સરિકપર્વરૂપી પર્યુષણા કરવામાં ભેદભાવ ન હોવાથી તે અભિવર્ધિત વર્ષના પણ લખાણમાં તે અભિવર્ધિત હો કે ન હો તો પણ ફરક પડે નહિ એ હિસાબે સૂત્ર લખાયેલું છે.) અભિવર્ધિત વર્ષ, કાળચૂલાની ગણતરી. મધ્યસ્થતાની ખાતર જેઓ અવસ્થાનપર્યુષણાના અંત ભાગને સાંવત્સરિકકૃત્યવિશિષ્ટ માને છે અને જણાવે છે કે ગૃહિજ્ઞાતપર્યુષણા એટલે નિયમિત અવસ્થાનરૂપ પર્યુષણાથી સાંવત્સરિક પર્વરૂપી પર્યુષણા જુદી હોય જ નહિ, અને શાસ્ત્રકારોએ પણ કોઈપણ સ્થાને ગૃહિજ્ઞાત પર્યુષણાથી સાંવત્સરિક કૃત્યવિશિષ્ટ પર્યુષણા જુદી જણાવી જ નથી, તેઓને વિચારવાની જરૂર છે કે પૂર્વધરોની વખતે પણ જ્યારે જ્યારે યુગના ત્રીજા અને પાંચમા વર્ષે પોષ અને અષાઢ મહિના વધતા હતા અને તેથી તે ત્રીજા અને પાંચમા વર્ષને અભિવર્ધિતી વર્ષ તરીકે ગણતા હતા અને શાસ્ત્રકારોના કહેવા પ્રમાણે જ પોષ કે અષાઢ
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy